Abtak Media Google News

ખેડૂતોની આવક વધારવાના ‘વાયદા’ હકિકત બની જશે

તેલીબીયા, ઘઉ, મકાઇ અને રાઇ સહિતના ખેત ઉત્પાદનોમાં વાયદા વેપારની શરૂઆત નેશનલ કોમોડીટી એન્ડ ડાયરેટીવીય એકસચેન્જ લી. દ્વારા થઇ ચુકી છે. આગામી ર૭ જુલાઇથી આ ત્રણેય કોમોડીટી એકસચેન્જ ઉપર ટ્રેડ થઇ શકશે.

દેશમાં કૃષિના વિકાસ માટે મોદી સરકારે તબકકાવાર પગલા લીધા છે. ખેડૂતોની આવક વધે તે માટેના સરકારના પગલા અસરકારક પણ નિવડયા છે. ત્યારે  સરકારે એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડોને હાંસીયામાં ભાવ મળશે દરમિયાન સરકારે તેલીબીયા, રાઇ, ઘઉ, સહિતના ખેત ઉત્પાદનો માટે વાયદાના સોદાનો માર્ગ મોકળો કર્યો હતો. જેનાથી ખેત પેદાશોના ભાવ ઉચકાશે તાજેતરમાં સીકયુરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) દ્વારા વાયદા સોદાને લઇ મહત્વની મંજુરીઓ આપવામાં આવી હતી. ત્યારે એનસીડીઇએકસ હવે એગ્રી ડાઇટીવીટવ કોન્ટ્રાકટમાં એપ્શન આપતી હોય તેવી પ્રથમ એકસચેન્જ બની ગયું છે. અત્યાર સુધી જે વેપારીઓ ફિઝીકલી કોમોડીટીનો સોદો કરતા હતા તેઓ હવે એનસીડીઇએકસ તરફ વળશે તેઓ દેજીંગ દ્વાર ટ્રેડમાં ભાવ ધટાડાના જોખમને ઓછું કરી શકશે. જાન્યુઆરી મહિનામાં સેબી દ્વારા માલ સામાનમાં વાયદાને મંજુરી આપવામાં આવી હતી. વાયદાને મંજુરી આપવામા આવી હતી. અલબત વાયદામાં હવે દિવસના અંતે ફરજીયાત ડિલીવરી લેવી પડશે. જો ખેડુતો ખેત પેદાશોના ભાવ સંતુલીત રહે અથવા તો ઉપર જાય તેવો પ્રયાસ કરતા હશે તેવા ખેડુતો માટે આ પઘ્ધતિ મદદરુપ થશે. આ મામલે એનસીડીઇએકસના એમડી અને સીઇઓ  વિજય કુમારે કહ્યું હતું કે અગાઉ ઓપ્શન કોન્ટ્રાકટને ફીચરમાં ક્ધવટે કરવાનો વિકલ્પ અપાતા હતો. હવે અમે નવા ઓપ્શન કોન્ટ્રાકટ શકુ કર્યા છે. જે હવે એકસસાઇઝ બાદ ડીલીવરીમાં સેટલ થઇ જશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.