Abtak Media Google News

ઓખા બેટ વચ્ચે કુલ ૧૬૦ જેટલી પેસીન્જર બોટો ચાલે છે જેનું સંચાલન ગુજરાત મેરી ટાઈમ બોર્ડ પોર્ટ ઓખા હસ્તક રહેલ છે. જે બોટો ક્રમ પ્રમાણ ચલાવવા, કેપેસીટી પ્રમાણ પેસેન્જર લેવાના, નિયમ પ્રમાણે ‚રૂ.૮ ભાડુ લેવાનું ,પુરતા લાઈફ જાકીટો રાખવા જેવા નિયમોનું કડક પાલન કરવાનું હોય છે.

અહીં દર વેકેશન અને તહેવારમાં ખુબ જ ટ્રાફિક રહે છે અને લાખો યાત્રાળુ અને પ્રવાસીઓ ઉમટી પડે છે. હમણા પુરુષોતમ માસ, વેકેશન અને રમજાન માસના કારણે અહીં ત્રણ ગણો ટ્રાફિકમાં વધારો થયો હતો ત્યારે અહીંના બોટોવાળાઓ મનફાવે તેવું ભાડુ વસુલવા તથા કેપેસીટી કરતા બમણા પેસેન્જરો લેવા તથા અણછાજતું વર્તન કરવાની ફરિયાદ ઉઠી હતી ત્યારે આજરોજ જીએમબી સ્ટાફ અને ઓખા મરીન પોલીસ સ્ટાફે સાથે રહી ૨૧ બોટોને આઠ દિવસ માટે લાઈસન્સ રદ કરી દરેક પાસેથી ૫૦૦ ‚રૂપિયા દંડ વસુલવામાં આવ્યો હતો.

આ ટ્રાફિકને કંટ્રોલ કરવા ઓખા મરીન પી.એસ.આઈ વિજયરાજસિંહ ઝાલા સાથે પોલીસ સ્ટાફ સીકયુરીટી સ્ટાફ, ચોકીદાર આખો મહિનો ૨૪ કલાક સ્ટેન્ડબાય હાજર રહી ટ્રાફિક કંટ્રોલ કરી વહાણોની પાર્કિંગ સુવિધાઓ સરળ બનાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.