Abtak Media Google News

હાલ પાકિસ્તાની કબજામાં એક હજારથી પણ વધારે બોટો ભંગાર થઈ રહી છે

સૌરાષ્ટ્રનો દરીયોકિનારો માછીમારોનું સ્વર્ગ ગણાય છે. અહીં ૧૫મી ઓગસ્ટથી ૧૫મી મે સુધી હજારો માછીમારોની બોટો દરીયામાં માછીમારી કરે છે અને લાખો લોકો રોજીરોટી મેળવે છે તથા દેશને કરોડો રૂપિયાનું હુંડીયામણ કમાવી આપતો આ માછીમારી ઉધોગ અનેક સમસ્યાઓથી ઘેરાયેલો રહે છે. તેમાંય સરકારની આ ઉધોગ પ્રત્યે ઉદાસીનતા આ ઉધોગને પાયમાલ કરે છે અને સૌથી મોટી સમસ્યા પાકની પકડા પકડીનો ખેલ દર વર્ષે પાક મરીન દ્વારા ૫૦ થી ૬૦ બોટો અને ૪૦૦ જેટલા ખલાસીના અપહરણ થાય છે.

હમણા ઓખા બેટની એક બોટ અને ૧૧ ખલાસીના અપહરણની શાહી સુકાઈ નથી ત્યાં બે બોટ અને ૨૦ ખલાસીના અપહરણના સમાચારથી માછીમારોમાં ગભરાટ ફેલાયો છે અત્યારે પાકિસ્તાની કબજામાં એક હજારથી પણ વધારે બોટોભંગાર થઈ રહી છે અને ૪૦૦ જેટલા ખલાસીઓ પાક. જેલમાં સબડી રહ્યા છે. આવા સંવેદનશીલ દરીયાકિનારો પણ રેઠો પટ જોવા મળે છે અને આ કિનારો પણ ભુમાફીયાના અડા બની ગયા છે. અહીં સરકારી તંત્ર હસ્તકની કોઈ જ જમીન કે કિનારો નથી. તમામ કિનારો ભુમાફીયાઓ હસ્તક કરોડો રૂપિયાના ભાડા પટા પર ચાલે છે અને ઈન્ડીયન સુરક્ષા એજન્સીઓ સબ સલામતના બળગા ફુંકી રહી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.