Abtak Media Google News

ગુજરાત રાજ્ય નાં દસ હજાર થી વધુ ગ્રામપંચાયતના તલાટી કમ મંત્રીઓ ૨૨/૧૦/૨૦૧૮ થી તેમની વિવિધ માંગણીઓ માટે અચોક્કસ મુદતની હડતાળ પર તાલુકા પંચાયત કચેરીએ હડતાળ પર ઉતર્યો છે આી રાજુલા તાલુકાના પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા વતી ભાણાભાઈ ગુજરીયા અને કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયાએ તાલુકા વિકાસ અધિકારીને  રજૂઆત કરતાં જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીઓનો ગ્રામપંચાયત કચેરી ના હોય ગ્રામજનો ને કામો હોય આથી હમારો સર્ંપક કરે છે

અચોક્કસ મુદતની હડતાળના કારણે ગામોના તમામ કામો અટકી ગયા છે તેમજ અગાઉ થયેલા ગ્રામપંચાયતનાં વિકાસના કામોના બિલોના રકમ ચુકવવાની બાકી હોય સરકારનાં  નિયમો મુજબ ગ્રામપંચાયતનાં ચેકમાં તલાટી કમ મંત્રીની સહી જરૂરી હોય આથી સહી વગર એક રૂપિયાનો વ્યવહાર થઈ શકે તેમ નથી તેમજ જે કોન્ટ્રાક્ટરો તથા મજૂરોને નાણાં ન મળવાથી  તેમના પરિવારોની દિવાળી બગડે તેમ છે

આથી વહેલી તકે આ અચોક્કસ મુદતની હડતાળનો ઉકેલ લાવવામાં આવે જેથી ગ્રામપંચાયતના કામો સમયસર કાર્યરત થાય તેમજ કુંડલિયાળાનાં સરપંચ ગાંગાભાઈ હડિયાએ વધુમાં જણાવ્યું હતું કે “જો હડતાળ નો ઉકેલ લાવવામાં નહીં આવે તો હમારે સરપંચએ પણ આ હડતાળમાં જોડાવું પડશે અને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં સરકારે માઠાં પરિણામો ભોગવવા પડશે” રાજુલા તાલુકા પંચાયત કચેરીએ ચાલી રહેલી તલાટી કમ મંત્રીઓની અચોક્કસ મુદતની હડતાળમાં રાજુલા તાલુકાના ૪૧ તલાટી કમ મંત્રીઓ જોડાયા હતા કુંડલિયાળાના સરપંચ ગાંગાભાઈ હડિયા  પીપાવાવ માજી સરપંચ ભાણાભાઈ ગુજરીયા તથા વિકટર નાં યુવા અગ્રણી અજયભાઈ શિયાળ દ્વારા છાવણીની મુલાકાત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.