Abtak Media Google News

ઉત્કૃષ્ટ પરી યોજના અંતર્ગત અપગ્રેડ થયેલી ટ્રેનો યાત્રીકોને પસંદ આવી

પશ્ર્ચીમ રેલવે રાજકોટ મંડળ દ્વારા ઉત્કૃષ્ટ પરિયોજના અંતર્ગત  અપગ્રેટ કરેલ રેક આજરોજ ઓખા સ્ટેશનેથી ૧૩.૪૫ રવાના કરવામાં આવી દર ગુરુવારે ઓખાથી ઉપડતી ૨૨૬૯૬/૨૨૯૭૦ ઓખા વારાણસી એકસપ્રેસ ટ્રન દર સોમવારે ઉપડતી ૧૯૫૭૩/૧૯૫૭૪ ઓખા જયયુર એકસપ્રેસ મુસાફરોને વીષેશ સગવડ સાથે લાભ મળશે.

આજ રીતે જામનગર, બાંદ્રા, સૌરાષ્ટ્ર જનતા એકસપ્રેસ ને પણ ઉત્કૃષ્ટ રેકની સાથે અપટ ગ્રેડ કરવામાં આવેલ છે.ઓખા રેલવે સ્ટેશને નાગરીક સમીતી ઓખાના દીપકભાઇ રવાણી, રમેશભાઇ મજીઠીયા, જીતુભાઇ ગોકાણી, પ્રભુદાસભાઇ સોલંકી તથા પ્રેસ પ્રતીનીધિ હરેશભાઇ ગોકાણી એ આ ઉત્કષ્ટ રેકની રુબરુ મુલાકાત લઇ મુસાફરોની પ્રતિક્રિયા જાણી હતી ટ્રેનના નવો લુક યાત્રીકો, મુસાફરોને બહુજપસંદ આવ્યો હતો. ટ્રેનમાં એન્ટ્રી પર સુચના બોડ કોચની અંદર વોઇસ મેસેજ સ્પીકર અને પ્રકૃતિક દ્રશ્યોઆ રેકની શોભા વધારેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.