Abtak Media Google News

પોરબંદરના પેરેડાઈઝ વિસ્તારમાં દોઢ માસ પૂર્વે એક વૃધ્ધાનું મોત થયું હતું. જે મામલે મૃતક વૃધ્ધાના કૌટુંબીક ભત્રીજાએ હત્યાની આશંકા દર્શાવી હતી, તેમજ શકદાર તરીકે કડીયાકામ કરતા એક શખ્સનું નામ દર્શાવ્યું હતું પરંતુ આ હત્યાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે, આ હત્યા વૃધ્ધાની બહેનના જમાઈએ કરી હોવાનું સામે આવ્યું છે.

રાણાવાવના ગ્રીન સીટીમાં રહેતા અને ખેતીકામ કરતા અરજનભાઈ રાણાભાઈ રાણાવાયા એ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ રાણાવાવ ખાતે રહે છે, જયારે તેના પિતાના કાકી હીરીબેન બાબુભાઈ રાણાવાયા છેûા પંદર વરસથી પોરબંદર પેરેડાઇઝ સિનેમા પાછળ રબારી કેડા વિસ્તારમાં રહી એકલવાયું ળવન ગાળતા હતા. ગત  તારીખ 13 એપ્રિલના અરજણભાઈ રાણાવાવ તેના ઘરે હતા ત્યારે સાંજના સાતેક વાગ્યે હીરીબેનના પડોશી નો ફોન આવ્યો હતો કે હીરીબેનનો ઘરનો દરવાજો ઘણા સમયથી ખુલ્લો છે અને હીરીબેન ક્યાંય દેખાતા ન હોવાથી તેને કાંઇ થઇ ગયું હશે.

આથી અરજણભાઈ તુરંત પોરબંદર ખાતે હીરીબેનના ઘરે દોડી આવ્યા હતા અને ત્યાં જોતા આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એકત્ર્ા થયા હતા અને ઘરમાં  જઇ જોતાં હીરીબેન પોતાના રૂમમાં સેટી પર ચતા પડેલ હતાં અને તેના મોઢા, નાક તથા બન્નો ગાલ પર કાળા તથા લાલ કલરના નિશાન જોવામાં આવ્યા હતા, તેમજ પગમાં પણ તાજું વાગ્યું હોવાના નિશાન જોવા મળ્યા હતા. જેથી અરજણભાઈએ આ વૃધ્ધાને સરકારી હોસ્પિટલે ખસેડયા હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ વૃધ્ધાનું મોત નિપજ્યું હતું. તે વખતે તેઓએ પોલીસમાં માત્ર અમોત જાહેર કયુઁ હતું, પરંતુ હોસ્પિટલમાંથી તેઓને એવું જાણવા મળ્યું હતું કે તેનું કુદરતી મોત થયું  નથી.

પરંતુ કોઈ વ્યિક્ત દ્વારા મોઢા તથા નાક પર મુંગો દેવાના કારણે શ્વાસ રૂંધાવાથી હીરીબેનનું મોત થયું છે. હીરીબેન ઘણા વરસોથી એકલવાયું ળવન ગાળતા હોવાથી ઘરમાં રહેવાનું પસંદ કરતા હતા. ત્યારે હીરીબેનની આ હત્યા મામલે નયન ડાભી નામના શખ્સ પર શંકાની સોય તાકવામાં આવી હતી. પરંતુ પોલીસ તપાસમાં નયન ડાભી આ હત્યામાં સંડોવાયેલો ન હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફલરો સ્કવોડના સ્ટાફ દ્વારા આ ગુન્હાનો ભેદ ઉકેલવા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં મૃતક હીરીબેનની બહેનનો જમાઈ રાણાવાવ પાતાળ કુવા સામે ગોપાલ પરા વિસ્તારમાં રહેતો અરજન મસરી ઓડેદરા નામનો શખ્સ સંડોવાયેલ હોવાનું ખૂલવા પામતા પોલીસે અરજનની અટકાયત કરી આકરી પૂછપરછ કરતા તેણે આ ગુન્હો કબુલી લીધો હતો અને હીરીબેન પાસે રહેલા થોડા પૈસા અને સોનાના દાગીનાની લૂંટ ચલાવી હોવાની પણ અરજને કબુલાત આપી હતી. પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં વૃધ્ધાની હત્યાની આ ઘટનામાં ભેદ ઉકેલવા માટે પોરબંદર પોલીસ અધિક્ષાક ડોકટર રવિ મોહન સૈનીના માર્ગદર્શનમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચના પી.આઈ. એન.એન. રબારી તથા પી.એસ.આઈ. એન.એમ. ગઢવી સહિતના લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પેરોલ ફલર્ો સ્કવોડના સ્ટાફે જહેમત ઉઠાવી હતી અને સૂઝબુઝથી હત્યાનો ભેદ ઉકેલી આરોપીને દબોચી  લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.