Abtak Media Google News

કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી વલણ સામે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર વચ્ચેબનતા બ્રિજ પાસે કોંગ્રેસનો રસ્તારોકો કાર્યક્રમ

રાજકોટ જિલ્લા કોંગ્રેસ સહિત રાજયભરના કોંગી આગેવાનો દ્વારા જિલ્લા કક્ષાએ કરાયો ચક્કાજામ: કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવુ તાત્કાલીક માફ કરે અને ટેકાના ભાવ દોઢ ગણા કરે તેવી માંગણી

કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી વલણ સામે કોંગ્રેસ દ્વારા આજે રાજકોટ સહિત રાજયભરમાં ઠેર-ઠેર રસ્તા રોકો આંદોલન અને ચક્કાજામ કરાયા છે. આજે સવારે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે ઉપર વચ્ચે બનતા બ્રિજ પાસે ખેડૂતોના પ્રશ્ર્નોને વાચા આપવા રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ રસ્તારોકો આંદોલન યોજી ચક્કાજામ કરી દેતા પરિસ્િિત તંગ બની હતી. હાઈ-વે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને ટ્રાફિક પણ સર્જાયો હતો.

Advertisement

કેન્દ્ર સરકાર ખેડૂતોનું દેવુ તાત્કાલીક માફ કરે અને ટેકાના ભાવ દોઢ ગણા કરે તેવી માંગણી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર ખેડૂત વિરોધી નિર્ણયો પાછા ખેંચે તેવી માંગ સો આજે સવારી કોંગ્રેસે રાજય વ્યાપી રસ્તારોકો આંદોલન અને ચક્કાજામ કરી દેતા પોલીસ તંત્રમાં પણ દોડધામ મચી ગઈ છે. સાથે સાથે કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવનાર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનું પણ રાજીનામુ માગી ભારતીય જનતા પાર્ટીની ખેડૂત વિરોધી નીતિઓ ઉપર આકરા પ્રહારો કરીને સમગ્ર ભારતમાં દેવાના બોજ તળે દબાયેલા ખેડૂતોના દેવા માફ કરવાના, ખેડૂતોને મગફળી, કપાસ, મગ, ધાણા, તુવેર, ચણા, મેથી, ડુંગળી, બટેટા સહિતના ઉત્પાદનમાં તાત્કાલીક ટેકાના ભાવમાં વધારો કરીને ખરીદવા અને ખાનગી કંપનીઓના હિતમાં અમલમાં આવેલી નવી પાક વિમા યોજના રદ કરવા સહિતની માગણીઓ કરી છે.

આ ઉપરાંત ખેડૂતોને ખેતરમાં રોજ અને ભુંડનો ત્રાસ નાબુદ કરવા તા આરટીઓના નવા દર નાબૂદ કરવાની માંગ સાથે રાજયભરમાં ચકકાજામ કર્યા છે. કોંગી આગેવાનોએ જણાવ્યું છે કે, કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારની નીતિના કારણે ખેડૂતો દેવાદાર બન્યા છે. ખેડૂતોના ઉત્પાદનના પોષણક્ષમ ભાવો મળતા ની અને તેની સામે ખર્ચમાં બમણો વધારો યો છે. દેશનો ખેડૂત દેવાદાર બન્યો છે. અગાઉ ૨૦૦૮માં ડો.મનમોહનસિંઘની સરકારે ખેડૂતોના ‚રૂ.૭૦,૦૦૦ કરોડના દેવા માફ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ વર્તમાન મોદી સરકારે ઉદ્યોગપતિઓના ૧ લાખ ૬૦ હજાર કરોડના દેવા માફ કર્યા છે.

રાજયભરમાં દરેક જિલ્લાકક્ષાએ રસ્તારોકો અને ચકકાજામના કાર્યક્રમો કરવાની પ્રદેશ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જૂનભાઈ મોઢવાડિયાએ રાજકોટમાં પત્રકાર પરિષદ સંબોધી કરેલી જાહેરાતને પગલે આજે સવારી જ રાજયના હાઈ-વે અને મુખ્ય માર્ગો પર ચકકાજામ કરી ખેડૂતોની તરફેણમાં આંદોલનના મંડાણ કર્યા છે. રાજયભરના હાઈવે ઉપર કોંગી આગેવાનોએ ચક્કાજામ કરી દેતા કિલોમીટર સુધી વાહનોની કતારો લાગી હતી અને ટ્રાફિકજામની પરિસ્થિતિ નિર્માણ પામી છે.

ઉદ્યોગપતિઓ બેંકોના ‚રૂ.૮ લાખ ૫૦ હજાર કરોડ ડુબાળ્યા છે. પરંતુ ખેડૂતોને પોતાની ૫૦ હજાર કે ૩ લાખ રૂપિયા લોન માફ કરવાની માંગણી કરે તો તેને ગોળીએ દેવાય છે. તાત્કાલીક અસરી કેન્દ્ર સરકારે દેશના ખેડૂતોના દેવા માફ કરી ખેડૂતોને દેવાળીયા બનતા અને આપઘાત કરતા રોકવા જોઈએ. કોંગી આગેવાનોએ ભાજપ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી વખતે ભાજપે ખેડૂતો માટેના ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું હતું કે, નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ કેન્દ્ર સરકારની રચના શે એટલે સ્વામીનાન કમીટીના અહેવાલનો અમલ કરી ટેકાના ભાવ માટે પાકના ઉત્પાદનમાં ખેડૂતોએ કરેલા ખર્ચાની સામે દોઢ ગણુ વળતર આપતા ટેકાના ભાવ જાહેર શે. પરંતુ કેન્દ્ર સરકાર ટેકાના ભાવ દોઢ ગણા કરવાના વચનમાંથી ફરી ગઈ છે.

ગ્રામ્ય વિસ્તારમાં જંગલી રોઝ, ભુંડ અને રખડતા ઢોરનો ત્રાસ એટલો બધો છે કે સમગ્ર રાજયના ખેડૂતો વાવણી કરે ત્યારી શરૂ કરીને કાપણી પૂરી કરે ત્યાં સુધી જે રીતે સરહદ ઉપર ત્રાસવાદીઓને અટકાવવા સીમા સુરક્ષાદળને જાગવું પડે છે તે રીતે ખેડૂતોને પણ જંગલી પ્રાણીઓી પાકને બચાવવા ઉજાગરા કરવા પડે છે. અત્યાર સુધી ખેડૂતોને યુરીયા ડાય એમોનીયા અને સલ્ફર જેવા રાસાયણી ખાતરો સહકારી સંસઓ અને એગ્રો સેન્ટરમાંથી  સબસીડી બાદ કરીને ખેડૂતોની જ‚રીયાત પ્રમાણે મળતા હતા પરંતુ વર્તમાન ભાજપ સરકારે રાસાયણીક ખાતરોમાં સબસીડી બાદ કરી ખાતરો સીધા જ ખેડૂતોને આપવાની પ્રાતીબંધ કરી ૧લી જૂન ૨૦૧૭થી  બજાર ભાવે રાસાયણીક ખાતરો આપવાની જાહેરાત કરી છે.

ખેડૂતોના ઉપરોકત તમામ પ્રશ્ર્નોને વાચા આપવા અને કેન્દ્ર સરકારના ખેડૂત વિરોધી વલણ સામે કોંગ્રેસ દ્વારા આજે સવારી રાજય વ્યાપી ચક્કાજામ અને રસ્તારોકો કાર્યક્રમ શ‚ કર્યા છે. સૌરાષ્ટ્રના મોટાભાગના હાઈવે ઉપર આજે સવારી જ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો કેન્દ્ર સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી ચક્કાજામ કરી દેતા હાઈવે ઉપર વાહનોની લાંબી લાઈનો લાગી હતી અને એક તબકકે ટ્રાફિકજામની પરિસ્થિતિ  સર્જાઈ છે.

રાજયભરમાં આજે સવારી જ કોંગ્રેસના ચક્કાજામને પગલે રાજયભરની પોલીસને પણ સતર્ક કરી દેવામાં આવી છે. દરેક જિલ્લા કક્ષાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓને માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસની પરિસ્થિતિ  જળવાઈ રહે અને કોઈપણ પ્રકારની અવ્યવસ ન સર્જાય તે માટે આદેશો અપાયા છે. કોંગ્રેસ દ્વારા કરાયેલા ચક્કાજામને પગલે પોલીસે રસ્તા રોકો આંદોલન કરી રહેલા કોંગી આગેવાનોને ચક્કાજામ કરવાી રોકવા અને વાહન-વ્યવહાર ન અટકાવવા સમજાવટ બાદ પણ યોગ્ય ન તા કોંગી આગેવાનો અને પોલીસ વચ્ચે પણ ઘર્ષણ યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.