Abtak Media Google News

ધારાસભ્ય ગીતાબા જાડેજા, હાસ્ય કલાકાર સાંઇરામ દવે અને કટાર લેખક જય વસાવડા ખાસ હાજર રહેશે

ગીતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ સામાજીક સેવાકીય આયોજન થઇ રહ્યા છે. સંસ્થા દ્વારા રવિવારે હેમુ ગઢવી હોલ ખાતે રાજયમાં પ્રથમવાર ‘ગીતા’ નામના બહેનોનું વિશાળ સંમેલનનું યોજાવાનું છે, ત્યારે સંસ્થાનું આ આયોજન એક રેકોર્ડ પણ સ્થાપશે તેમ આયોજકોએ જણાવેલ છે. મહિલા વિકાસ અને સશકિતકરણ બાબતની સંસ્થાની પ્રવૃતિના ભાગરુપે યોજાશયેલા આ કાર્યક્રમમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા, જાણીતા હાસ્ય કલાકાર સાંઇરામ દવે, જાણીતા કટાર લેખક જય વસાવડા સહિતના મહાનુભાવો હાજર રહેશે. આ ગીતા સંમેલનમાં આપની આસપાસ કોઇ ગીતાબેન નામની વ્યકિત હોય તો તેનું રજીસ્ટ્રેશન મો. નં. 77779 09142 અને 87991 99781 કરાવી લવા જણાવાયું છે.

આ પ્રકારે શહેરમાં પ્રથમવાર આયોજન થતું હોય ને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સંસ્થા દ્વારા ગરીબ વૃઘ્ધોને ટીફીન સેવા, નાસ્તો, રાહત દરે ઓપરેશન જેવી વિવિધ સેવાકીય પ્રવૃતિ થઇ રહી છે. કાર્યક્રમને સફળ બનાવવા ગોવિંદભાઇ રાણપરીયા અને નિકુંજભાઇ પાંચાણીના માર્ગદર્શન તળે કાર્યક્રમ કમીટી આયોજન સંભાળી રહ્યા છે. સમગ્ર મહિલા ઉત્થાન કાર્યક્રમ માં માનસી પાંચોટીયા, માનસી વરમોરા, પિનલ પીપળીયા, ક્રિપા હુડકા, ભૂમિ રાઠોડ, સ્મીતા કાલરીયા અને દક્ષા જગતીયા આયોજન સંભાળી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.