Abtak Media Google News

શહાદત કો સલામ કાર્યક્રમ અંતર્ગત રાજસ્થાન સરકાર દ્વારા માનવ સાંકળ રચાશે

સ્વતંત્રતા પર્વની પૂર્વ સંઘ્યાએ રાજસ્થાન સરકાર દ્વારા ભારત-પાકિસ્તાન સરહદ પર શહાદત કો સલામ કાર્યક્રમ અંતર્ગત આર્મી અને બીએસએફના સહયોગથી ૬૫૦ કિલોમીટર લાંબી માનવ સાંકળ રચી ઈતિહાસ સર્જશે.

રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે ઉદયપુર ખાતે રાજસ્થાન ગૌરવયાત્રામાં જણાવ્યું હતું કે, આગામી તા.૧૪ ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંઘ્યાએ રાજય સરકાર દ્વારા શહાદત કો સલામ કાર્યક્રમ અંતર્ગત વિશાળ માનવ સાંકળ રચવામાં આવશે.

વધુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર ભારતીય સેના અને બીએસએફના જવાનોની મદદથી ૬૫૦ કિલોમીટર લાંબા સરહદ વિસ્તારમાં માનવ સાંકળ રચવામાં આવશે. આ માટે લોકોમાં ભારે ઉત્સાહ છે અને સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંઘ્યાએ સરહદ ઉપર ઉત્સવ જેવો માહોલ સર્જાશે.

દરમિયાન ભારત-પાકિસ્તાનને જોડતી રાજસ્થાન સરહદ ઉપર સરકાર દ્વારા આ નવતર પ્રકારનું આયોજન કરી લોકોમાં દેશભકિતની ભાવના ઉજાગર કરવા આયોજના કરવામાં આવતા લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્વાતંત્રતા પર્વની પૂર્વ સંઘ્યાએ રાજસ્થાન સરકાર દ્વારા આયોજીત આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે અત્યારથી જ લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.