Abtak Media Google News

ન્યુરોસર્જનની જગ્યા કાયમી ભરવાની રજુઆત કરવા ગયેલા શખસે આચરેલા કૃત્યથી પોલીસે કરી આકરી સરભરા

સૌરાષ્ટ્રના હબ ગણાતા રાજકોટની સીવીલ હોસ્પિટલમાં પડયા પાથરીયા રહેતા અને પોતાની જાતને જીવદયા પ્રેમી ગણાવતા શખ્સોએ ન્યુરોસર્જનની માંગણી ગાંધી ચીંઘ્યા માર્ગે કરવાના બદલે સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક પર શાહી ફેંકી કરી હતી. આ બનાવને પગલે સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષક સહીતના તબીબો પોલીસ કમિશ્નર કચેરી રજુઆત કરવા પહોચ્યા હતા. પોલીસે રજુઆતના પગલે આવુ કૃત્ય આચરનાર પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાયદાનું ભાન કરાવ્યું હતું.બનાવની પ્રાપ્ત વિગત મુજબ પોતાની જાતને જીવદયા પ્રેમી ગણાવતા મુકેશ ખોયાણી ન્યુસર્જનની માંગ સાથે અનેક વખત સીવીલ હોસ્પિટલના તબીબી અધિક્ષકને રજુઆતો સાથે દેખાવો પણ કર્યા હતા. આજે ફરી ન્યુસર્જનની માંગ સંદર્ભે તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતા સાથેની ટેલીફોનીક વાતચીત થઇ હતી. જેમાં મુકેશ ખોયાણીએ ન્યુસર્જનની માંગની રજુઆત સાથે જણાવ્યું હતું કે અમે તમને આવેદન પત્ર દેવા આવવાના છીએ ત્યારે ડો. મનીષ મહેતાએ પણ તેને શાંતિપૂર્વક જવાબ આવતા જણાવ્યું હતું કે ન્યુરોસર્જનની નિમણુંક થઇ ચૂકી છે. ત્યારે મુકેશ ખોયાણીએ કાયમી ન્યુરોસર્જનની વાત કરતા ડો. મહેતાએ કહ્યું હતું કે કાયમી ન્યુરોસર્જનની નિમણુંક હું ના કરી શકું જો તમારે તે માંગણી કરવી હોય તો તે તમારે હોસ્પિટલના ડીનને રજુઆત કરવી પડે ત્યારે મુકેશ ખોયાણીએ ડીનને તબીબી અધિક્ષકની કચેરીએ બોલાવવા કહ્યું હતું. અને સરસ કપડા પહેરીને આવવા જણાવ્યું હતું ત્યારબાદ આજે મુકેશ ખોયાણી, ઇસ્માઇલ પરમાર, જુસબ ધુધા, જયેશ બાવાજી અને સાજીદ રાવમા સહીત નવા શખ્સો હોસ્પિટલમાં ધસી ગયા હતા.તબીબી અધિક્ષક ડો. મનીષ મહેતાએ ટેલીફોનીક વાતચીતમાં તારણ કાઢયું હતું કે આજે આવેદન પત્ર દેતી વેળાએ કાંઇ અજુગતો બનાવ બનશે. તેવી ભીતીથી ડો. મનીષ મહેતાએ પોલીસને જાણ કરી હતી. અને પોલીસ કાફલો પણ સીવીલ હોસ્પિટલમાં દોડી ગયો હતો. પોલીસની હાજરીમાં આવેદન પત્ર આપવા શખ્સોએ પોલીસની હાજરીમા જ તબીબી અધિક્ષક પર શાહી ફેંકતા પોલીસે પાંચ શખ્સોને ઝડપી પ્રદયુમનનગર પોલીસ મથકના હવાલે કર્યા હતા. જયારે ચાર શખ્સો ફરાર થઇ ગયા હતા આ બનાવના પગલે તબીબી અધિક્ષક સહીતનો તબીબી સ્ટાફ રજુઆત અર્થે પોલીસ કમિશનર કચેરીએ ધસી ગયો હતો. તબીબોની રજુઆતને પગલે ડીસીપી કરણરાજ વાધેલા પ્રદયુમનગર પોલીસ મથકે પહોંચી પાંચેય શખ્સોની આકરી સરભરા કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. પ્રદયુમનગર પોલીસે આ બનાવ અંગે ફરજમાં રુકાવટનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસની હાજરીમાં તબીબી અધિક્ષક પર શાહી ફેંકાય

આવેદન સ્વીકારતી વખતે કાંઈક અજુગતુ જ બનશે. તેવા ડરના કારણે તબીબી અધિક્ષક ડો.મનિષ મહેતાએ પોલીસને જાણ કરી હતી પરંતુ આવેદનપત્ર આપતી વખતે પોલીસની નજર સામે જ કહેવાતા જીવદયા પ્રેમીએ કલાસવન અધિકારી સામે શાહી ફેંકવામાં આવી હતી અને પોલીસ આ તમાશો જોતી રહી હતી. આ બનાવના પગલે સિવિલ હોસ્પિટલના તબીબી આલમમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.