Abtak Media Google News

અનિતાબેન ગોસ્વામીના સેવા કાર્યને બિરદાવતા ભાજપ અગ્રણીઓ

કોરોના સંક્રમણની મહામારીમાં વોર્ડ નં.૧૭ ના કોર્પોરેટર અને ટાઉન પ્લાનીંગ સમિતિના ચેરમેન અનીતાબેન ગૌતમભાઇ ગોસ્વામી તથા પ્રદેશ યુવા ભાજપ અગ્રણી ગૌતમભાઇ ગોસ્વામી દ્વારા ગત તા.રર માર્ચથી ટીફીન સેવાનો અનેરો સેવાયજ્ઞ શરુ કરવામાં આવેલ હતો. આ સેવાયજ્ઞમાં દરરોજ ૭૦૦ થી વધુ પરિવારજનોએ લાભ લીધો હતો. અને આ સેવાયજ્ઞમાં ભાજપના અગ્રણી ઉ૫સ્થિત રહી શુભેચ્છા પાઠવી હતી ત્યારે વોર્ડ નં.૧૭ ના કોર્પોરેટર અનીતાબેન ગૌતમભાઇ ગોસ્વામી દ્વારા ૬૦ દિવસથી વધુ ચાલેલ સેવાયજ્ઞના સમાપન પ્રસંગે વોર્ડમાં આવતા મંદિરોના પૂજારીઓ અને ભૂદેવોનું સાલથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ તકે ગુજરાત મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી જીતુભાઇ કોઠારી, પૂર્વ કોપોર્રેટર જેન્તીભાઇ સરધારા, વોર્ડ મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, ડો. રીંકલ મેધાણી, ધીરુભાઇ આટકોટીયા, ઇન્દ્રુભા જાડેજા, ચિતનભાઇ ભાલાર સહિતના ઉ૫સ્થિત રહ્યા હતા. આ રામરોટી સેવાયજ્ઞમાં યુવા ભાજપ પ્રદેશ અગ્રણી ગૌતમભાઇ ગોસ્વામી, વોર્ડ મહામંત્રી યોગેશભાઇ ભટ્ટ, જગદીશભાઇ વાઘેલા, ચિંતનભાઇ ભાલારા, જયેશભાઇ સુખાનંદી, ધીરુભાઇ આટકોટીયા, રવિભાઇ આટકોટીયા, ઇલાબેન સરવૈયા, ચંદાબેન ચૌહાણ, સ્વયમ સેવકોએ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.