Abtak Media Google News

દિવાળી બાદના દિવસ એટલે કે બેસતા વર્ષથી હિન્દુ સંસ્કૃતિ મુજબ નવા વર્ષની શરૂઆત થાય છે અને આપણે ત્યાં નવા વર્ષનાં એક્બીજાને મળીને આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સમસ્ત મુંગરા પરિવાર રાજકોટ દ્વારા એક સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. જેમાં રાજકોટમાં વસતા મુંગરા પરિવારના લોકો એક જગ્યાએ ભેગા થઈને એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવશે.

મુંગરા પરિવાર દ્વારા દર વર્ષે નવા વર્ષમાં સ્નેહમિલનનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૨.૧૨ને રવિવારના રોજ સાંજે ૪ કલાકે કલ્યાણમ્ પાર્ટી પ્લોટ, ૧૫૦ ફૂટ રીંગરોડ, ગોકુલ મથુરા સામે, અયોધ્યા ચોક, આસ્થા રોડ, રાજકોટ ખાતે પારિવારિક સ્નેહમિલન રાખવામાં આવ્યું છે. આ સ્નેહમિલનમાં રાજકોટમાં વસતા મુંગરા પરિવારના નાનાથીલઈને વડીલોસુધીના પરિવારના તમામ લોકો હાજર રહેશે. પારિવારીક સ્નેહમિલનનો હેતુ પણ એજ છે કે પરિવારના લોકો એક બીજાની નજીક આવે અને એક બીજાને ઓળખતા થાય.

આ સ્નેહમિલનમાં પરિવારના સભ્યો એકબીજાને મળશે અને સાથે સાથે જાણીતા વ્યાખ્યાનકાર રમેશભાઈ પીપળીયા થોરડીવાળાની વાણીનો આનંદ પણ માણવા મળશે. રમેશભાઈ પીપળીયા થોરડીવાળાને ખાસ આકાર્યક્રમમાં આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને એ કાર્યક્રમમાં પોતાની વાણીથી કાર્યક્રમની શોભામાં વધારો કરશે,. આ માટે મુંગરા પરિવારના સ્નેહમિલનમાં રાજકોટમાં વસતા તમામ પરિવારોએ હાજર રહેવા માટે આયોજન કમીટીએ અનુરોધ કર્યો છે. સ્નેહમિલન બાદ સૌ સાથે ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આયોજનને સફળ બનાવવા અરવિંદભાઈ મુંગરા, વજુભાઈ મુંગરા, પ્રવિણભાઈ મુંગરા, કિરીટભાઈ મુંગરા, દિવ્યેશભાઈ મુંગરા, મહેન્દ્રભાઈ મુંગરા, પ્રકાશભાઈ મુંગરા, સંદિપભાઈ મુંગરા, હેમંતભાઈ મુંગરા સહિતના ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.