Abtak Media Google News

ફેફસાના કેન્સર જાગૃતિ મહિનો

શ્ર્વાસ-દરરોજ આખો દિવસ અને રાત મનુષ્યને જીવંત રાખે છે; ફેફસાના કેન્સરની રોકથામ અને પ્રારંભીક તપાસ વિશે લોક જાગૃતિની જરૂર

1995થી નવેમ્બર માસ આ કેન્સરની  જાગૃતિ માટે ઉજવાય છે વૈશ્ર્વિકસ્તરે કેન્સર નિદાન-સારવારમાં મેડિકલ સાયન્સની પ્રગતિને કારણે તેની ટ્રીટમેન્ટમાં ઘણો સુધારો  જોવા મળી રહ્યો છે. મોટાભાગના કેન્સરની જેમ  ફેફસાનું કેન્સર જેટલુ વહેલુ  નિદાન થાય તેટલી જ બચવાની શકયતાઓ વધી જતી જોવા મળે છે. દુનિયામાં 1995થી ફેફસાના કેન્સર જાગૃતિ મહિના તરીકે નવેમ્બરને ઉજવણી કરાય છે.વિશ્ર્વમાં દર વર્ષે  દોઢ લાખ લોકો ફેફસાના  કેન્સરથી  મૃત્યુ પામે છે.

શ્ર્વાસ-દરરોજ  આખો દિવસ અને રાત મનુષ્યને જીવંત રાખે છે. ફેફસાના કેન્સરની રોકથામ અને પ્રારભિક તપાસ વિષયક લોકોમાં જાગૃતિની તાતી જરૂરિયાત છે. ઈ.સ.1400માં  જમર્ર્નીની સરહદે કામ કરતા 50 ટકા જેટલા ખાણીયાને પર્વત રોગથી મૃત્યુ  પામ્યા હતા. જે આજે ફેફસાના કેન્સર તરીકે  ઓળખ મળી હતી.

ઈ.સ.1761માં કેન્સરના અભ્યાસ અને શબપરિક્ષણ ને કારણે ફેફસાના અભ્યાસ સાથે ‘ઓન્કોલોજી’નોવિકાસ થયો હતો 1929માં જર્મન ડોકટરે  ફેફસાના કેન્સરને ધ્રુમપાન સાથે જોડાણ છે.તેવું સંશોધન કરેલ હતુ 1940માં મસ્ટર્ડ નાઈટ્રોજનનો ઉપયોગ કરીને  ફેફસાના  કેન્સરની પ્રથમ કેમોથેરાપી અપાઈ હતી. 1995માં લંગ કેન્સર એલાયન્સની સ્થાપના કરવામાં આવી હતી.

આજે  લોકાનેે ખ્યાલ જ નથી હોતો કે  ફેફસાનું  કેન્સર એ કેન્સરનું સૌથી ઘાતક  સ્વરૂપ છે. લોકો જાણતા જ નથી કે તેના વહેલા નિદાનથી  બચવાના ચાન્સ વધી જાય છે. ધુમ્રપાન છોડવાની જાગૃતિ સાથે લગભગ  100 વર્ષોથી તેના અને કેન્સરને  જોડાણની વાત તબીબો જણાવીરહ્યા છે.  છતા તેના  કેસો દિન પ્રતિદિન વધી રહ્યા છે. ફેફસાના કેન્સરના  90 ટકા નિદાન ધ્રુમપાનને કારણે થાય છે.

ફેફસા દ્વારા ઓકિસજન શ્ર્વાસ માટે લઈને  આપણા શરીરના  કોષાોનો આપે છે.દરેક શ્ર્વાસ જીવન આપનારો હોય ને જયારે ફેફસામાં કોઈ રોગ થાય ત્યારે  તે શરીરનાં  અન્ય ભાગોને ઓકિસજન પહોચાડવા અક્ષમર્થ થતા, લાંબે ગાળે શરીર વિકાસ પામતું નથી. કે ટકી પણ શકતુ નથી. આજે તો પ્રદુષણની દુષિત  હવાને કારણે તથા એક પરિવારના સભ્યના ધ્રુમપાનને કારણે  તેનોધુમાડો બીજા સભ્યોના શ્ર્વાસમાં જતા તેને પણ કેન્સર થવાની શકયતા વધી જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.