Abtak Media Google News

વાંકાનેરનો શખ્સ રિક્ષામાં ગૌમાંસની હેરાફેરી કરતો હોવાની કબૂલાત: રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે

શહેરમાં દીન પ્રતિદિન ગૌમાંસ હેરાફેરી થતા હોવાના બનાવો અનેકવાર સામે આવે છે.ત્યારે વધુ એક વાર નવાગામ પાસે ગૌમાંસની હેરાફેરી થતી પોલીસે અટકાવી છે. જેમાં કુવાડવા પોલીસે ઓટો રિક્ષામાંથી ૧૯૨ કિલો ગૌમાંસ કબ્જે કરી વાંકાનેરના રિક્ષા ચાલકની ધરપકડ કરી હતી.જ્યારે તેની પાસેથી કુલ રૂ.૬૮ હજાર કબજે કરી તેના વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

મળતી માહિતી અનુસાર કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં ચેતનભાઇ ચોથાભાઈ ડાભી એ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં વાંકાનેર ના રાજા વડલાગામનો રમજાન અલીશા શેખનું નામ આપ્યું હતું.જેમાં તેને જણાવ્યું હતું કે, આરોપી રમજાન તેના પોતાના કબજાની રીક્ષા નં.જીજે.૩૬.યુ.૩૯૮૬ લઈ તેમા ૧૯૩ કિલો ગૌમાંસ ભરી વાંકાનેર તરફ જતો હતો ત્યારે એ બાતમી આધારે કુવાડવા માં પોલીસે આરોપી રમજાન શેખને પકડી પાડી કુલ રૂ.૬૮ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.