Abtak Media Google News

“ઉપસર્ગોમાં ડગ્યા નહિ પ્રભુ ખરેખર ધીર છે,

Advertisement

કેસરીયા કર્યા કર્મ સામે તું જ સાચો વીરે છે,

મેરૂ ડગાવ્યો અંગૂઠે તું જ પ્રભુ મહાવીર છે,

વિજયવર્યા અંતર શત્રુ પર તું શૂરવીર છે.”

શાસનને આસન ઉપકારી વિશ્ર્વની વિરલ વિભૂતિ નયસાર

સુતારના ભવથી જ્ઞાતપુત્ર ભગવાન મહાવીર બની જેઓશ્રીએ નિર્વાણ સુધીની યાત્રા પરિપૂર્ણ કરી તેવા ત્રિલોકીનાથ જેના ચ્યવન માત્રથી ચૌદ રાજલોકના તમામ જીવોને શાતા મળી જન્મનાં પહેલા દિવસે જ ઇન્દ્ર મહારાજની શંકા

દૂર કરવા લાખજોજનનો મેરૂં પગના અંગૂઠાના સ્પર્શ માત્રથી ડોલાવ્યો, દેવ

ને પરાજીત કર્યા જેથી દેવે મહાવીર નામ રાખ્યુ.

ચૈત્ર સુદ-13ની મધ્યરાત્રીએ ઉતરાફાલ્ગુની નક્ષત્રને શુભયોગમાં

ક્ષત્રિયકુંડનગર, સિધ્ધાર્થ રાજાને ત્યાં ત્રિશલારાણીની કુખેએ વીરજન્મ્યા

પ્રભુગર્ભમાં આવતા જ રાજ્યના ધન-ધાન્ય-વ.માં વૃધ્ધિ થતા વર્ધમાન નામ

રાખ્યુ…વર્તમાનકાળના ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુનું જીવન દર્શન

આપણા માટે દીવાદાંડીરૂપ છે. કર્મની કુટીલતા, ઘોર તપસ્યા, ઉપસર્ગો ઉપર વિજય અનેક પરિસહોમાં સમત્વયોગની સાધનને અપૂર્વ સમાધિં પ્રભુનાં જીવનનો મુદ્રાલેખ છે. અનંતગુણોને કરૂણાસાગર પ્રભુના જીવનમાં જ જબરદસ્ત

ગુણો જોવા મળે છે. (1) ગજબની સહિષ્ણુતા (2) ઘોર પરાક્રમ (3) સમતાની પરાકાષ્ટા (4) કઠીન તપસ્યા સહિત સાધના આ જ ગુણોથી પ્રભુનો જીવન દીપક જાજવલ્યમાન પ્રકાશ પાથરી રહ્યો છે.

જેમ કળી ખીલીને કમળ બને છે તેમ આત્માની પૂર્ણતા ખીલતા પરમાત્મ ભાવ પ્રગટે છે એ બીજ નયસારનાં ભવમાં રોપાયુને એ બીજ ઉપર વિકાસની તેજી મંદી-ચડાણ ઉતાર આવતા ગયા. નયસારનાં ભવથી શરૂ થતી ભવયાત્રાએ 27માં ભવમાં શ્રમણ ભગવાન મહાવીર બનાવ્યા.

સાધનાનો અમૃતકુંભ એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

અનાસકત યોગ, પૂર્ણ પ્રકાશમય જીવન એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

વિરલ વ્યક્તિત્વ અધ્યાત્મિકતાનું અસ્તિત્વ એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

ચરમકોટિનો ત્યાગ જ્ઞાનના પુંજનો સરવાળો એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

અંધકારમાંથી જગતજીવોને પ્રકાશ તરફ લઇ જનાર એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

ઉપકારી ઉપર ઉપકાર સહુ કરે અપકારી ઉપર ઉપકાર કરનાર એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

અહિંસા- અપરિગ્રહ-અનેકાંતવાદન તપોમૂર્તિ એટલે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી…!

સાધકમાંથી સિધ્ધ આત્મામાંથી પરમાત્મા બનવા નીકળેલ પ્રભુ ઉપર ઉપસર્ગો-પરિસહોની ઝંડી વરસી.

સહન કરતા, શુધ્ધ બનતા, સિધ્ધીઓને સહન કરે તે શુધ્ધ બને તેજ સિધ્ધ બને. આ સૂત્રને જીવનમાં અપનાવી ચરમસીમાની સહિષ્ણુતા રાખી કર્મના ગંજનાગંજને ઘોર સાધનારૂપી આગમાં ખાખ કર્યા. એકબાજુ 23 તીર્થંકરોના કર્મોને બીજીબાજુ ભગવાન મહાવીરના કર્મો.

પરાક્રમોની પ્રભુ પ્રતિમા….ચડાણ કર્યા ચરમગતિમાં..!!!

કર્મોને ખપાવવા પ્રભુ અનાર્ય દેશમાંગ્યા, શૂલપાણીયક્ષે અસહ્ય

વેદના આપી તો ચંદ્રકૌશીકે પગમાં ડંખ દીધા, ગોવાળે કાનામાં ખીલા ઠોક્યા કઠપૂતનાએ શીત ઉપદ્રવ આપ્યોને સંગમદેવે તો એક જ રાતમાં ભયંકર

20 ઉપસર્ગો આપ્યા સંગતમારૂં નિમિત લઇ દુસાતીમાં જશે આ કારણે

કરૂણા નિધાન પ્રભુના નયનમાંથી કરૂણાના બે બુંદ ટપકી પડ્યા.

કમાલપ્રભુ આપે કરી. શત્રુને મિત્ર બનાવ્યા મૈત્રીભાવ ધરી…..!!!

12॥ વર્ષના સાધનાકાળ દરમ્યાન દેવ-મનુષ્ય તિર્થચકૃત ઉપસર્ગો

કેટ કેટલા આવ્યા છતાં ઘોર સહિષ્ણુતા રાખી કર્મો ખપાવ્યા.

ઓ પ્રભુ તમારી સહિષ્ણુતા સમતાને કોટિ વંદન

અહિંસા અપરિગ્રહ અનેકાંતવાદની વિશ્ર્વને ભેટ દીધી

હસતા (1) સહેવું છે. સહેતા (2) હસવું છે તે વાત કીધી.

ઓ સમત્વયોગ સાધક ! સમતાભાવની રસકંપિકા પીધી

આદર્શો અપનાવીએ અમે પામવા અમર સિધ્ધિ.

જીવો અને જીવવા દો. માણસો (2) મિતિમે સ્વયંભૂ એશુ

આ ત્રિવેણી સંગમના પ્રયાગસ્થાનમાં પવિત્ર બનીએ.

આજના પાવન દિવસે સંકલ્પ કરીએ કશદય ફક્ષમ કયિં હશદય

શિવમસ્તુ સર્વજગતના નાદે કરૂણા, પ્રેમ, મૈત્રીભાવમાં ભીંજીત

બનવા પ્રભુનો રાહ…આપણી રાહ બને તેવી પ્રભુને પ્રાર્થના…

હે પ્રભુ ! ચંદન બાળાનો ઉધ્ધાર કરી પ્રથમ શિષ્યત્વ (સાધ્વી) આપ્યું…

હે કરૂણાનીધિ ! ચંદ્રકૌશિકને સંબુજાએ શબ્દથી દેવગતિ અપાવી….

હે પ્રભુ ! ગૌશાભદ્રક જેવા ઉપર કરૂણા વરસાવી સમતા આપશ્રીની

તળેટીથી ટોંચે પહોંચે એવી સમતાનું એક બુંદ પ્રભુ અમને આપજો.

– અજરામર સંપ્રદાયના બા.બ.શ્રી ગીતાકુમારીજી મહાસતીજી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.