Abtak Media Google News

ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા: સદનસીબે જાનહાની ટળી

લીંબડી રાજકોટ હાઇવે છાલિયા તળાવ નજીક એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી ખાઈ જતા અફડાતફડી મચી જવા પામી હતી. ત્યારે ડ્રાઇવર દ્વારા સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવવામાં આવતા આ પ્રકારની ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક અનુમાનમાં બહાર આવ્યું છે ત્યારે આ મામલે એલપીજી ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતા ત્યાંથી પસાર થતા લોકોના જીવ પણ તાળવે ચોટી ગયા છે.

જોકે આ મુદ્દે કોઈ મોટી જાનહાની સર્જાઇ નથી માત્ર ટેન્કર પલટી ખાઈ ગયું હોવાનું બહાર આવ્યું છે અને કોઈ મોટી જાનહાનિ નથી તે પરંતુ આ ટ્રેન્કર પલટી જતા ટ્રાફિક જામ થયો હોવાનું બહાર આવ્યું છે ટ્રાફિકજામ થતા પોલીસ ત્યાં દોડી ગઈ છે. આ મુદ્દે ટેન્કર ઉભો કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટ્રાફિક દૂર થાય તેવા પ્રકારના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.