Abtak Media Google News

વઢવાણ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઈન્સ. એચ.આર. જેઠી, મહેન્દ્રસિંહ ગોહિલ, વિજયભાઈ રથવી વિગેરે સ્ટાફના માણસો વઢવાણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન વિજયભાઈ રથવીને મળેલ ખાનગી બાતમીને આધારે આરોપી બંશીભાઈ ભીખાભાઈ પરમારના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર પાસ પરમીટ વગરનો ભારતીય બનાવટના નાના ઈગ્લીશ દારૂના ૧૮૦ મીલીના સીલબંધ ચપલા નં. ૪૦ જેની કિંમત રૂ. ૪૦૦૦ તથા નોકીયા મોબાઈલ જેની કિંમત રૂ. ૧૦૦૦ એમ કુલ મળીને રૂ.૫૦૦૦નો મુદામાલ સાથે આરોપીને પકડીપાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.