Abtak Media Google News

પીએસસીના કોમ્પ્યુટર ઓપરેટર સામે પોલીસ ફરિયાદ

લખતર તાલુકાના વણા પી.એચ.સી.માં કોમ્પ્યુટર ઓપરેટર અને ફાઈનાન્સ આસીસ્ટન્ટની ફરજ બજાવતા શખ્સે ખોટી સહીંઓ કરી ૧૧ લાખથી વધુની ઉચાપત કર્યાની ફરિયાદ લખતર પોલીસ મકે દાખલ કરાતા ભારે ચકચાર મચી જવા પામી છે. આ અંગે મળતી માહિતી મુજબ ગઈ ૨૬ જૂનના રોજ માજી મેડિકલ ઓફીસરે આરોગ્ય ખાતાના અધિકારીને લેખીત જાણ કરી તેમની બનાવટી સહીથી ૭૩ હજાર ઉપરાંતની રકમ બેંકમાંથી ઉપાડી લીધાનું જણાવતા આખરે જિલ્લાના અધિકારીએ તેનાથી થયેલા બેંકના તમામ ખાતાઓ ચેક કરતા ૭૩ હજારમાંથી આ આંક ૧૧ લાખ ઉપરાંતની ઉચાપત થયાનું જણાવ્યું હતું.

રાજેશ મકવાણા રે.જોરાવરનગર હનુમાન ચોકવાળાએ ૨૦૧૫ થી ૨૦૧૮ સુધીમાં વણા પીએચસી અને રોગિ કલ્યાણ સમિતિના ખાતામાંથી સરકારની વિવિધ આરોગ્ય લક્ષી સેવાની ગ્રાન્ટમાંથી ચેકમાં ખોટી સહીથી બેંકમાંથી નાણા ઉપાડી લઈ મિત્રો અને સગા સબંધીઓના ખાતાઓમાં જુદા જુદા ૮૭ જેટલા ખોટા બેન્કના વ્યવહારો કરી કુલ રૂ.૧૧,૩૧,૪૧૦ સરકારી નાણાની ઉચાપત કરી હોવાની ફરિયાદ લખતર પોલીસ મકમાં દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો નોંધી તપાસ લખતર પીએસઆઈ એમ.કે.ઈસરાની ચલાવી રહેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.