Abtak Media Google News

એક મોત જે લાખોના જીવ બચાવશે. હા, આ વાત સાયરસ મિસ્ત્રીના મોતની છે. તેઓના નિધન બાદ કેન્દ્રીય મંત્રીએ કારમાં પાછળ બેસનારાઓ માટે પણ ફરજીયાત સીટ બેલ્ટનું એલાન કર્યું છે. આવું કરવાથી લાખો લોકોનો જીવ બચશે તે નક્કી છે.

અચાનક એક માણસ જેની નેટવર્થ 29 બિલિયન રૂપિયાથી વધુ છે, જે દેશના સૌથી સુરક્ષિત લોકોમાંના એક હોવા જોઈએ, તેઓએ સીટબેલ્ટ ન પહેર્યો હોવાને કારણે મૃત્યુ પામે છે, આખા રાષ્ટ્રને સમજાય છે કે કેવી રીતે નાની બેદરકારીને કારણે એક જીવ જઈ શકે છે . પરંતુ હવે વધુ મહત્વની વાત એ છે કે આપણે એ જોવાનું છે કે તે મૃત્યુ હજારો અને લાખો જીવનને કેવી રીતે બચાવશે કારણ કે હવે પાછળની સીટ પર સેફ્ટી બેલ્ટ બાંધવાની જરૂરિયાત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

એક નાની છોકરીએ મહારાષ્ટ્રમાં હેલ્મેટ ફરજિયાત બનાવવા માટે એક વિશાળ ઝુંબેશ શરૂ કરી હતી જ્યારે તેણીએ ઘણા વર્ષો પહેલા મોટરબાઈક અકસ્માતમાં એક નજીકના મિત્રને ગુમાવ્યો હતો.  એ મૃત્યુએ હજારો જીવ બચાવ્યા.

એક વ્યક્તિ કે જેણે તેની કિશોરવયની પુત્રીઓમાંથી એકને કેન્સરથી ગુમાવી દીધી હતી તેણે એવા લોકો માટે ફંડ શરૂ કર્યું જેઓને કેન્સરની સારવાર પરવડતી નથી.  આ જોતા એવું લાગે છે માનવતા હજુ જીવે છે.

હકીકતમાં જે કોઈ લોકો આપત્તીજનક રીતે તેઓના કોઈ પ્રિયજનને ગુમાવે છે. ત્યારે તેઓ ઉપર દુ:ખનો મહાસાગર તૂટી પડે છે અને તેઓ ઈચ્છે છે કે આવું દુ:ખ બીજા કોઈને ન આવે. માટે તેઓ તે માટે બનતા તમામ પ્રયાસ પણ કરે છે.

વધુમાં એવા ઘણા કિસ્સાઓ છે જેમાં કોઈએ પોતાના પરિવારના સભ્યને વાહન અકસ્માતમાં રોડ ઉપરના ખાડાના કારણે ગુમાવ્યા છે. એમાંના કેટલાય દાખલા છે કે તેવા પરિવારો રોડ ઉપર ખાડા બુરવાના અભિયાન પણ ચલાવે છે.કારણકે તેઓએ પોતાનો પ્રિયજન એ ખાડાઓના કારણે ગુમાવ્યો છે. પણ તેઓ નથી ઇચ્છતા કે બીજા કોઈ પણ પોતાનો પ્રિયજન આ ખાડાના કારણે ગુમાવે. એટલે જ એકની મોત ઘણી વખત બીજાનાં જીવ બચાવી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.