વાહનલોન કૌભાંડમાં વધુ એકની ધરપકડ

લકઝરી બસ અસ્તીત્વમાં જ ન હોય તેમ છતાં બસની આરસી બુક તૈયાર કરી રાજકોટ, અમદાવાદ અને વડોદરાની 28 જેટલી બેન્ક અને ફાયનાન્સ પેઢીમાંથી રૂા.4.6 કરોડની લોન લઇ કૌભાંડ આચરવાના ગુનામાં સંડોવાયેલા નારાયણનગરના બાવાજી શખ્સને એસઓજી સ્ટાફે ઝડપી સાત દિવસના રિમાન્ડ પર મેળવી પૂછપરછ હાથધરી છે. લોન કૌભાંડમાં સંડોવાયેલા સુરતના શખ્સની ધરપકડ કરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ નાણાવટી ચોક પાસે પદમાવતી ફલેટમાં રહેતા અને એચડીએફસી બેન્કના સૌરાષ્ટ્ર-કચ્છના ક્રેડીટ ઇન્ટેલેન્જીસ એન્ડ કંટ્રોલ ડીપાર્ટમેન્ટના સિનિયર મેનેજર જાગીર જયશંકર કારીયાએ રાજકોટના નારાયણનર શેરી નંબર 12માં રહેતા ભોલુગીરી ભાણગીરી ગૌસ્વામી, સુરતના ઇરશાદ કાળુ પઠાણ અને હોશાંગ વાય. ભગવાગર નામના શખ્સો સામે બોગસ આરસી બુકના આધારે રાજકોટ, અમદાવાદ અને વડોદરાની જુદી જુદી બેન્ક અને ફાયનાન્સ પેઢીમાંઓથી લોન લઇ હપ્તા ન ભરી કૌભાંડ આચર્યા અંગેની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાતા એસઓજી પીઆઇ આર.વાય.રાવલ સહિતના સ્ટાફે ભોલુગીરી ભાણગીરી ગૌસ્વામીની ધરપકડ કરી છે.

ઇર્શાદ પઠાણ સામે સુરત પોલીસમાં લોન કૌભાંડ અંગે ગુનો નોંધાતા સુરત પોલીસે ઇર્શાદ પઠાણની ધરપકડ કરી ત્યારે તેને રાજકોટના ભોલુગીરી ગૌસ્વામીની મદદથી બસનું અસ્તીત્વ જ ન હોવા છતાં આરસી બુક તૈયાર કરી સુરત, અમદાવાદ, મુંબઇ અને વડોદરા અને રાજકોટની આઇસીઆઇસીઆઇ, ઇન્ડુસ ઇન્ડ. ઓરીકસ, ટાટા ફાયનાન્સ અને એચડીએફસી રજુ કરી લોનની માગણી કરતા ત્યારે ફાયનાન્સ પેઢી અને બેન્કના ખાનગી સર્વેયર સાથે સાંઠગાંઠ રચુ બસ સુરત હોવાનું અને બસના એન્જિની નંબર સહિતની ખરાઇ કર્યા અંગેનો અભિપ્રાય આપવામાં આવતા લોન મંજુર થતી હતી.

ઇશાદ પઠાણની સુરત પોલીસે ધરપકડ કર્યાના અખબારમાં સમાચાર પ્રસિધ્ધ થતા રાજકોટ એચડીએફસી બેન્કના સિનિયર મેનેજર જાગીર કારીયાએ રાજકોટના ભોલુગીરી ગૌસ્વામી, સુરતના ઇશાર પઠાણ અને એચડીએફસી બેન્કના વેલ્યુઅર હોસાંગ વાય. સામે ફરિયાદ નોંધાવતા એસઓજી સ્ટાફે ભોલુગીરી ગૌસ્વામીની ધરપકડ કરી રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે સાત દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે. ઇર્શાદ પઠાણની ધરપકડ કરી રિમાન્ડ પર લેવા તજવીજ હાથધરી છે.

ઇશાદ પઠાણ બસની બોગસ આરસી બુક બનાવી આપતો જ્યારે એચડીએફસી બેન્કના વેલ્યુઅર હોસાંગ વાય. તમામ દસ્તાવેજ બોગસ હોવાનું જાણતો હોવા છતાં ખરા હોવાનો અભિપ્રાય આપતા હોવાથી ભોલુગીરી ગૌસ્વામી લોન મેળવી કૌભાંડ આચર્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ત્રણેય શખ્સોએ રાજયભરની 28 જેટલી બેન્ક અને ફાયનાન્સ પેઢીમાંથી રૂા.4.6 કરોડનું લોન કૌભાંડ આચર્યાનું બહાર આવ્યું છે.