Abtak Media Google News

બોગસ પેઢી ઉભી કરી રૂ. ૯૧.૩૫ કરોડના ખોટા બીલ બનાવી રૂ. ૧૦.૯૦ કરોડની ખોટી ટેકસ ક્રેડિટ લીધી

સૌરાષ્ટ્રમાં  બોગસ વ્યવહારોનાં બિલો રજુ કરી ટેકસ ક્રેડિટ મેળવવાનું  લાંબા સમયથી એક રેકેટ  ચાલી રહયુ છે આ કૌભાડો પરથી ધીરે ધીરે પડદો ઉંચકાઈ રહયો છે. કરોડોની ટેકસ ક્રેડિટ લેવાનું વધુ એક કોૈંભાડ ગોંડલની એક પેઢીમાં પરિવારનાં સભ્યોનાં નામે ઝડપાયું છે વેચાણનાં બોગસ બિલ બનાવીને આશરે ૯૧.૩પ કરોડનું કૌભાડ સેન્ટ્રલ જીએસટીની એન્ટી ઈવેઝન વીંગે પકડી પાડીને ગોંડલ નામુખ્ય સુત્રધારની ધરપકડ કરી છે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ વ્યવહારો થકી કરોડોની કર ચોરી અને ટેકસ ક્રેડિટનો લાભ લેવાયાનાં કિસ્સાઓ બહાર આવી રહયા છે. ગોંડલની એક પેઢીનાં નામે પરિવારનાં સભ્યોનાં બોગસ વ્યવહારોનાં  આશરે  ૯૧.૩પ કરોડનાં ખોટા બીલો બનાવવામાં આવ્યુ હોવાનું બહાર આવ્યુ હતુ. આ બોગસ બિલના સહારે આશરે ૧૦.૯૦ કરોડની ખોટી ઈનપુટ ટેકસ ક્રેડિટ લેવામાં આવી હતી.

Advertisement

ગોંડલની ઓટો  પાર્ટસનાં બિઝનેસ સંકળાયેલી એક એકસપોર્ટ પેઢીનું બોગસ બિલીંગ કૌભાડ બહાર આવ્યા બાદ તપાસ મા કૌભાડનાં માસ્ટર માઈન્ડ મનદીપ કટારીયાની ધરપકડ કરી રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.