Abtak Media Google News

રાજયસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અભય ભારદ્વાજનું ભાજપ કાર્યાલયે ભવ્ય સ્વાગત

ડી.જે-બેન્ડની સુરાવલી, આતશબાજી સાથે ‘ભારત માતા કી જય’ અને ‘વંદે માતરમ’ના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠયુ: વિશાળ સંખ્યામાં કાર્યર્ક્તાઓની ઉપસ્થિતી

રાજયસભાના ઉમેદવાર તરીકે પસંદગી થયા બાદ સર્વ પ્રથમ પધારેલ શહેરના ખ્યાતનામ ધારાશાસ્ત્રી અભયભાઈ ભારધ્વાજનું શહેર ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યર્ક્તાઓએ ડી.જે.-બેન્ડ ની સૂરાવલી – આતશબાજી સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠયુ હતુ અને શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારધ્વાજની રાજયસભાના ઉમેદવાર તરીકે પસંદગીને વધાવી શુભેચ્છા પાઠવી હતી.

Advertisement

Screenshot 2 8

4. Thursday 2 1

Screenshot 1 17 અબતક સાથેની વિશેષ વાતચીતમાં અભયભાઇ ભારદ્વાજએ માહીતી આપતા જણાવ્યું હતું કે, પક્ષએ જે જવાબદારી સોંપી છે તેનાથી લોકો જે અણઉકેલ પ્રશ્ર્નો છે. તેનું નિવારણ લાવવામાં આવશે સાથો સાથ વડાપ્રધાન મોદી દ્વારા જે વિકાસલક્ષી યોજનાઓ પ્રજા હિત માટે અમલી બનાવવામાં આવે છે, તેનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે પણ પૂર્ણ પ્રયાસ હાથ ધરવામાં આવશે આ પ્રસંગે તેઓએ તેમના પરિવાર અને કૌટુંબીક સભ્યોનો પણ આભાર માન્યો હતો, અને તેમના દ્વારા મળેલી પ્રેરણાથી લોકોભીયોગી કાર્યો કર્યા તે અંગેના અનેક સંસ્મણો પણ વાગોળ્યા હતા. અને પ્રજાનાં કામો અને સહકારની યોજનાઓ લોકો સુધી પહોંચે તે માટેની જવાબદારી પણ સ્વીકારી હતી.

Screenshot 3 3

તેમનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવેલ. આ  તકે ગુજરાત મ્યુનીસીપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારધ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મેયર બીનાબેન આચાર્ય, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ભીખાભાઈ વસોયા, રાજુભાઈ ધ્રુવ, સ્ટેન્ડીંગ ચેરમેન ઉદય કાનગડ, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, દલસુખ જાગાણી, અજય પરમાર, મોહનભાઈ વાડોલીયા, વિરેન્દ્રસિહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ્ા ભટૃ, કેતન પટેલ, કંચનબેન સિધ્ધપુરા, સંગીતાબેન છાયા, મહેશ રાઠોડ, દીવ્યરાજસિહ ગોહીલ, વિક્રમ પુજારા, રઘુભાઈ ધોળકીયા, જયોત્સનાબેન હળવદીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષ્ાી તેમજ શહેરના તમામ વોર્ડના પ્રભારી, વોર્ડપ્રમુખ, મહામંત્રી, કોર્પોરેટર, મોરચાના હોદેદારો સહીત તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પિરવારના પ્રવિણભાઈ ડોડીયા, રમેશભાઈ જોટાંગીયા, પંકજભાઈ ભાડેશીયા, જયંતભાઈ ઠાકર, રાજન ઠકકર, ચેતન રાવલ, પી. નલારીયન, ઈન્દ્રીશ ફુફાડ  સહીતનાએ જહેમત ઉઠાવી હતી.

કર્મનિષ્ઠ કાર્યકર અભયભાઇ ભારદ્વાજની કામગીરી જોતા પાર્ટીએ સોંપી મોટી જવાબદારી: રાજુભાઇ ધ્રુવ

Vlcsnap 2020 03 12 06H24M15S103

અબતક સાથેની વાતચીતમાં ભાજપ આગેવાન રાજુભાઇ ધ્રુવએ જણાવતા કહ્યું હતું કે, પક્ષમાં અભયભાઇ ભારદ્વાજ એક કર્મનિષ્ઠ કાર્યકર છે. કે જેને પાર્ટીના હિત માટે અનેક વિદ્ય યોગદાન આપ્યું છે. એવા ઘણા સંધર્ષો કરી જે રીતે ભાજપ પક્ષને મજબૂત બનાવ્યું છે તે જ તેમની કામની નિષ્ઠાને ઉજાગર કરે છે. આ તકે રાષ્ટ્રીય અઘ્યક્ષ જે.પી. નડ્ડા, અમીતભાઇ શાહ, અને વડાપ્રધાાન નરેન્દભાઇ મોદી દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે અત્યંત સરાહનીય છે. રાજયસભામાં રાજકોટને પ્રતિનિધિત્વ મળતા રાજકોટના અનેક વિવિધ પ્રશ્ર્નોના નિકાલ થશે અને વિકાસ તરફ અગ્રેસર થશે.

ધારાશાસ્ત્રી અભયભાઇ ભારદ્વાજને શુભેચ્છા પાઠવતા મેયર અને સ્ટે. ચેરમેન

Dsc 4467

રાજ્યમાંથી રાજયસભાના સભ્ય તરીકે રાજકોટ શહેરના જાણીતા ધારાશાસ્ત્રી અભયભાઈ ભારદ્વાજની પસંદગી કરવામાં આવેલ છે. તેને આવકારતા અને ભારતના પ્રધાનમંત્રી તેમજ પાર્ટીના મવડીમંડળનો આભાર વ્યક્ત કરતા મેયર બિનાબેન આચાર્યએ જણાવેલ કે, ગુજરાત રાજયમાંથી રાજયસભાની ખાલી પડેલ બેઠક માટે તાજેતરમાં ચુંટણી યોજાનાર જેમાં રાજકોટમાંથી જાણીતા ધારાશાસ્ત્રી અને વર્ષોથી આર.એસ.એસ. અને ભારતીય જનતાપક્ષ સાથે સંકળાયેલા અભયભાઈ ભારદ્વાજને ઉમેદવાર તરીકે પસંદ કરાતા માત્ર રાજકોટ જ નહી પરંતુ સમગ્ર રાજયમાં રાજકીય તેમજ સામાજીક અને વ્યવસાયિક ક્ષેત્રમાં આનંદની લાગણી પ્રસરી છે. તેમના શુભેચ્છકો અને પ્રશંસકો અભયભાઈ ભારદ્વાજને ઉમળકાભેર આવકારે છે. ગુજરાત રાજયના કેન્દ્ર લેવલના પ્રશ્નો તેમજ રાજકોટ શહેરના વિકાસમાં સીધી-આડકતરી રીતે સંકળાયેલા મુદાઓના નિરાકરણમાં ખૂબજ ગતિ મળશે. એમ જણાવી મેયરે અભયભાઈ ભારદ્વાજને શુભેચ્છા પાઠવેલ. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે પણ અભયભાઇની પસંદગીને આવકારી હતી અને જણાવ્યું હતું કે તેઓ ખુબ લોકચાહના ધરાવે છે. રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાઇ લોકસેવાના કાર્યોને વધુ ગીતીશીલ બનાવે તેવી શુભકામના પાઠવી હતી.

પાર્ટી હાઇકમાન્ડનો હું આભાર માનું છું: કમલેશભાઇ મીરાણી

Vlcsnap 2020 03 12 06H24M07S203

અબતક સાથે વાતચીત કરતાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણીએ માહીતી આપતા જણાવ્યું હતું કે પાર્ટી હાઇકમાન્ડ દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે તે સરાહનીય છે પાર્ટી દ્વારા જે રીતે અભયભાઇ ભારદ્વાજની વરણી કરવામાં આવી તે વાતથી એ સ્પષ્ટ થાય છે કે અભયભાઇનું કામ પાર્ટી હાઇકમાન્ડ લેવલ સુધી પહોચ્યું છે. આવનારા સમયમાં અભયભાઇ સાથે કામ કરવાની એક અલગ જ મજા આવશે, અને જે પ્રજાનાં હિત માટે કાર્યો કરવાનાં હોઇ તેને પણ કરવામાં આવશે શહેર ભાજપ અભયભાઇ ભારદ્વાજની રાજયસભામાં નિયુકિત બદલ મજબુત બન્યું છે. અને જેનો સાથ સમગ્ર રાજકોટ વિસ્તારને મળતો થશે આ  પ્રસંગે તેઓએ અંતમાં માહીતી આપતા જણાવ્યું હતું કે હાલ સમગ્ર રાજકોટ શહેર ભાજપમાં હર્ષો ઉલ્લાસનો માહોલ છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.