Abtak Media Google News

દરેકની જિંદગીની કિંમત સરખી જ હોય છે દરેક માતા અને પિતાનો દીકરો કે દીકરી એમને સરખા જ વહાલા હોય છે ને છતા કેમ તે જિંદગીનો દાવ અધવચ્ચે રમતા રમતા છોડી દેવાય છે. આપઘાત કરવો એ કોઈ બહાદૂરી નથી એક નરી કાયરતા જ છે. આપણે કોઈ સમસ્યા કે નિરાશાથી એવા ધેરાય જઈએ કે મોત સિવાય કોઈ રસ્તો જન સુઝે અને શુ આત્મહત્યા કોઈ ઈલાજ છે. ઉકેલ છે??? શું આત્મહત્યાથી પ્રશ્ન પૂર્ણ થઈ જાય છે??

જીવનમાં બધાને બધુ મળતુ હોતુ નથી કે સદાય જિંદગીમાં ધાર્યું જ પરિણામ પ્રાપ્ત થતુ નથી. આજકાલના બાળકો અને યુવાનોમાં નિષ્ફળતા પચાવવાની ઠપકો સંભાળવાની કે તકને પારખવાની દ્રષ્ટી આપવી જ પડશે ને જિંદગીમાં કદાચ એક તક છૂટી પણ ગઈ તો એથી જિંદગી પૂરી નથી થઈ જતી જિંદગીના આ સતત ચાલતા પ્રવાસમાં કુદરત સતતને સતત નવી નવી તક આપતી જ રહે છે. બસ અને ટ્રેન એક છૂટી જાય તો બીજી આવવાની જ હોય છે. એક બસ કે ય્રેન ચૂકી જવાય તો આપણે આત્મહત્યા નથી કરી લેતા દરેકે દરેક સમસ્યાનો ઉકેલ છે જ અને એવીકોઈ મુશ્કેલીછે જ નહી જેને ટાળી ન શકાય ??? સમય સૌથી મોટુ ઓસડ છે. ઈલાજ છે.પણ આપણામાં ધીરજ હોવી જોઈએ કે કપરા સમયને પસાર થવા દઈએ.

જિંદગીને હર એક પળ જીવવાની હોય છે. સૂખમાં દુ:ખમાં, ખુશીથી તથા ઉદાસીથી જીવવી પણ નાસીપાસ થઈ આત્મહત્યા કરવી એ ઈલાજ નથી. બાળકોમાં યુવાનમાં કે વૃધ્ધમાં જિંદગી જીવવાનો ઉત્સાહ કયારેય ખૂંટવો ન જોઈએ. આપણે લોકોને નિરૂત્સાહી પણ ન બનાવવા જોઈએ ખાસ કરીને આજનો યંત્રવત બનતું જીવન જીવનમાંથી રસ ઘટાડતુ જાય છે. મુસીબતને ભૂલવા મનની શકિતની જરૂર પડશે. બહારતોઆપણને ડીમોટીવેટ કરનાર ઘણા મળશે. આપણને જરૂર પડશે. વધુને વધુ સેલ્ફમોતીવેશનની જે આંતરીક પ્રેરણા આપણને ખૂબજ ખુદની અંદરથી જ પ્રજવલીત કરાવી પડશે. આસપાસ હકારાત્મક વલણ ધરાવતા મિત્રો રાખો આપણે આપણી શકિતનો પરિચય કરાવી શકે. તેવા મિત્રો આપણી આસપાસ રાખીએ આપણી ભૂલોને બીલોરીકાચથી બતાવનારા ઘણા હશે ને રહેવાના જ પણ આપણી ક્ષમતાને ઓલખી તેને પ્રોત્સાહિત કરનારા ખૂબ જ ઓછા મળશે પણ તેનાથી નિરાશ નહિ થવાનું પણ ખુદ જ ખુદ ની પીઠ થાબડતી રહેવાની.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.