Abtak Media Google News

સમય બદલાયો છે, પહેલા અમે ફકત પત્રવ્યવહારથી વાત કરતા, હવે અમારા પાસે ચેહરા છે, નામ છે, જીંદગીઓની ઝલક છે

સમાજે તરછોડેલાઓ માટે કામ કરતા વિકલ્પ વિમેન્સ ગ્રુપના માયા શર્મા અને ઇન્દિરા પાઠક સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા

એલ.જી.બી.ટી.કયુ. કોમ્યુનિટીની સ્વીકૃતિ માટે સામાજીક પરિવર્તન જરૂરી હોવાનું વિકલ્પ વિમન્સ ગ્રુપના માયા શર્મા અને ઇન્દિરા પાઠકે ‘અબતક’ચાય પે ચર્ચા  કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું તેમણે એલ.જી.બી.ટી.કયુ.સમાજની મુશ્કેલીઓ અને તેના ઉકેલ બાબતે મહત્વની ચર્ચા કરી હતી.

પ્રશ્ન:- એલ.જી.બી.ટી.કયુ.એ શું છે?

જવાબ:- એલ.જી.બી.ટી.કયુ. શબ્દને જોવા જઇએ તો શબ્દલ એલ.જી.બી.ટી.કયુ. ના અલગ અલગ માયને છે. જો કે ‘એલ’ એટલે લેસબિયન કહેવાય, લેસબિયન એવા સ્ત્રીઓ હોય છે. જે પોતે જ સ્ત્રી હોય છે અને શારીરિક સંબંધ સ્ત્રી જોડે જ બાંધવા માંગતી હોય, ‘જી ’શબદોને જોઇએ તો તે ગે ને સંબોધીત કરે છે.

અને ગે સ્ત્રી પણ હોય શકે અને પુરૂષ પણ હોય શકે. એટલે હું ગે છું. એને કહેવાનો મતલબ એ છે કે હું સજાતિય છું અને ‘બી’ શબ્દ એટલે બાય સેકસ્યુઅલ બાય સેકસ્યુઅલ એવા લોકો હોય છે જે સ્ત્રી સાથે પણ સંબંધ બાંધવામાં રસ ધરાવે છે. અને પુરૂષ સાથે પણ સંબંધ બાંધવામાં રસ ધરાવે છે.

અને ‘ટી’એટલે ટ્રાન્સજેન્ડર ટ્રાન્સજેન્ડર એટલે કે શરીર સ્ત્રીનું હોય અને માનસીકતા પુરૂષની હોય અથવા તો શરીર પુરૂષનું હોય અને માનસીકતા સ્ત્રીની હોય. તેને ટ્રાન્સજેન્ડર કડી શકાય. અને ટ્રાન્સસેકસ્યુઅલ વ્યકિતઓ એવા હોય છે જે શરીરમાં ફેરફાર કરવા માંગતા હોય છે. સર્જરી દ્વારા અથવા અન્ય કોઇ રીતે ‘કયુઅર’ શબ્દ  એ બધાને આવરી લે છે. તો કોઇ કહે છે કે હું કયુઅર છું. એનો અર્થ એ થયો કે હું એલ.જી.બી.ટી.કયુ. સમુહમાં આવું છું.Chai Pe Charcha Logo 1પ્રશ્ન:- આપણે કોઇ પણ વ્યકિત કઇ રીતે કહી શકીએ કે તે એલ માં આવે જી, બી. ટી. કયુ.માં આવે છે?

જવાબ:– સામાન્ય રીતે જોઇતે આપણે કહીના શકાય. કે આ વ્યકિત કયા કેટેગરીમાં આવે છે. તે પોતાને સ્ત્રી, પુરૂષોને તમે જોવો તો કદાચ એ લોકોની હલન ચલન વાતચીત, કોઇને આછી દાઢી આવતી હોય કોઇ સ્ત્રી ખૂબ ઉંચી હોય અથવા તો મસ્લસ હોય, લોકોને એક કેટેગરીમાં ફિટસ ન કરી શકાય.

કોઇને જોતા જ ના કહી શકીએ કે આ સ્ત્રીના કેટેરગમાં છે. કે પુરૂષના કેટેગરીમાં છે. અથવા કયુઅર સમુહનો કેટેગરીમાં આવે છે. એટલે કોઇને જોઇએ નહીં. પરંતુ જો તેના વર્તન નાનપણથી છોકરી હોય અને છોકરા તરીકે વર્તતી હોય. સામાન્ય રીતે થોડા થોડા ઇન્ડીકેટ વિશે વાત કરી શકીએ.

અથવા તો છોકરાના ગેઇમ્સમાં રસ ધરાવતી હોય. અથવા છોરકા જેવી વર્તતી હોય, છોકરાના કપડા પહેરવામાં રસ ધરાવતી હોય એવી રીતે પુરૂષ હોય તે પુરૂષના કપડાં પહેરવામાં રસ ધરાવતા હોય. પુરૂષ-સ્ત્રી તરીકે વર્તતા હોય તો આપણે માની શકાય કે આ ટ્રાન્સજેન્ડર અથવા તો એલ.જી.બી.ટી.કયુ. સમુહમાં લઇ શકાય.

પ્રશ્ન:- હાલ, જે રીતે આપણે પ્રોગેસ કરી રહ્યા છીએ તો ભારતમાં આપણે એલ.જી.બી.ટી.કયુ.ને લઇને પરિસ્થીતી શું છે?

જવાબ:- ઘણું બધુ બદલી ગયું છે. જયારે અમે શરુઆત કરી હતી. ત્યારે એકદમ ચુપ્પી હતી ભેદભાવ હતો. ત્યારે વાત કરવામાં પણ મુશ્કેલી થતી હતી. પરંતુ હવેની ૫રિસ્થિતિ આપણે ર૦ વર્ષ પહેલાની વાત કરીએ તો ત્યારે ઘણી ચુપ્પી હતી. બહુ જ ભય હતો. ત્યારે છેલ્લા ૧૦ વર્ષમાં ઘણું બધું પરિવર્તન આવી ગયું છે.

જેમ કે નાલસા એ ટ્રાન્સજેન્ડર વિષય પર છે અને અમારી પાસે હવે અમારા હકક આપવા માટે કોઇ કારણો છે. સેકશન ૩૭૭ લગાવામાં આવ્યા છતાં ઘણું બધુ પરિવર્તન થઇ રહ્યું છે. લોકો હવે તેનાથી જાણકાર થઇ રહ્યા છે. પોતાની માંગ સહકાર પાસે રાખી રહ્યા છે. અમે સમાજ પણ અમારી વાતોને સમજે છે હવે બદલાવતો જોવા મળી રહ્યો જ છે.

પ્રશ્ન:- જયારે સમાજ અને લોકોની વાત કરીએ તો જુની પેઢીના લોકોની માનસિકતા સામે નવી પેઢીના લોકો આ વાત જલ્દી સ્વીકારે છે કે કેમ તેના વિશે શું કહેશો તમે ?

જવાબ:- એ બાબતે હું બસ એટલું જ કહીશ કે જુની નવી પેઢીઓના  અમારે ટોણાં  નહિ જોતા પણ ઘણા એવા લોકો પણ છે. આપણા સમાજમાં કે જયાં આવા લોકો માટે જગ્યા હતી, જેવી હતી તેવી પણ તેમનું નામ હતું ત્યારે તેમની ઓળખ  પણ હતી.

તો પહેલાના સમયમાં લોકો પણ સ્વીકારતા હતા અને વર્તમાન સમયમાં પણ લોકો તેને સ્વીકારે છે. પણ હા એવું કહી શકાય કે નવી પેઢી શહેરના પ્રમાણમાં જોઇએ તો ગામડામાં પણ સ્વીકારવાની શકિત છે. પણ એવું નથી કે તેની સામે ચુપ્પી નથી. ચુપ્પી પણ છે અને સામે કયાંક છુપી રીતે સ્વીકારવાની વાત પણ છે.

પ્રશ્ન:- વિકલ્પ વિમેન્સ ગ્રુપ જે આપની સંસ્થા છે તે કઇ રીતે કાર્યરત છે?

જવાબ:- આ સંગઠનને વિકલ્પ એટલે કહી શકાય કે અમે સ્ત્રીઓ સાથે વધુ કામ કરીએ છીએ. પરંતુ જયારે ટ્રાન્સ કહેવામાં આવે તો તેના મીનીંગ થોડો કોમ્લીકેટેડ થઇ જાય છે. એ બાબતે સ્ત્રી નથી રહેતી કે નહિ પુરૂષ જયારે સ્ત્રીઓને વાત-ચીત કરવાની પણ આઝાદિ ન હતી. એવા સમયમાં પણ જે સ્ત્રીઓ પર સતામણી થતી કે જે ડોમેસ્ટીક વાઇલન્સ હોય  કે એકસુચક હરેશમેન્ટ હોય તેવા મુદા સાથે ટ્રાન્સ મુદાની વાતોને પણ અમે સાથે લઇને આવ્યા.

પ્રશ્ન:- ઘણા સમયથી જયારે લોકોમાં અવેરનેશ ઓછી હતી. ત્યારે વિકલ્પ સંસ્થા કાર્યરત છે. તો ઘણી બધી એવી મુશ્કેલી આવી હશે જેનો સામનો કરવો પડયો હશે ? તો કોઇ એવી અત્યાર સુધીની જર્ની કેવી રહી છે. એવા લોકો સાથે કામ કરવું જેની સમાજમાં એકસેબલીટી નથી? તો અત્યાર સુધીની જર્ની કેવી રહી છે?

જવાબ:- શરૂ આતમાં અમે કામ શરુ કર્યુ ત્યારે સંખ્યા બહુ ઓછી હતી અને લોકો વારે વારે કહ્યા કરે કે સંખ્યા નથી તો મુદ્દો નથી. અમે કહીએ કે મુદ્દો છે. એટલે સંખ્યા થશે જ તો અમે રિસર્ચ દ્વારા લોકોને વન ટુ વન વાત કરીને પછી જે કાંઇ ન્યુઝપેપરમાં રીપોટીંગ થાય.

તેને સિન્ચર્યલી ફોલો કરતા હતા એ તેનું પરિણામ એ આવ્યું કે લોકો સામેથી કોન્ટેકટ કરતાં હતા મને યાદ છે કે પહેલી વાર પોસ્ટ બોકસ નંબર લેવા ગયા ત્યારે લેટરસની ભરમાળ થઇ. ૧૦ થી ૧ર લેટર એક દિવસમાં લઇને આવતા હતા અને એ જ રીતે અમને લાગ્યું કે સંખ્યા તો છે.

એટલે લોકો બહાર આવતા નથી. અને બહાર આવવા માટે વાતાવરણની જરુર છે. તો પેરેન્ટસ કમસલી ચાઇલ્ડ કમસલી લોકો દ્વારા વાતચીત, ટ્રેઇનીઁગ જાહેરમાં વાતચીત કરવી પોલીસ ડિપાર્ટમેન્ટને ટ્રેઇનીંગ, સરકારી લોકો સાથે વાતચીત એનાથી માહોલ ખુલ્યો અને આજે અમારી સ્થીતી એવી છે કે સંખ્યાની કમી નથી એટલે લોકો જેમ જેમ જાગૃત થતા ગયા અમારી કામગીરી પણ સહજ બનતી ગઇ અને કામગીરીમાં સરળતા પણ મળી, પરંતુ શરુઆતમાં અમને ખુબ જ ટફ લાગી.

સંસ્થા પર આક્રમણ પણ ઘણા થાય. આજુબાજુના લોકો કહેતા કે કેવા લોકો આવે છે પણ આ બધું કરવામાં આનંદ પણ આવતો હતો જયારે તમે આ મુકામ પર પહોંચી જાવ છો અમે લોકો આજ ખુલ્લીને ચર્ચા કરીએ છીએ. તો તેની પાછળ ઘણો સંઘર્ષ પણ રહ્યો છે. અત્યારે ઘણા લોકો અમારી કોમ્યુનીટી આવવા તૈયાર છે. ઘણા એવા પણ છે જે નથી આવી શકતા. પરિવાર, સરકારી નોકરીના કારણે

પ્રશ્ન:- નાલસા જજમેન્ટ અત્યારે આવ્યું છે શું છે આ નાલસા જજમેન્ટ અને ટ્રાન્સજેન્ડર છે લઇને એમાં કેવા કેવા કાયદાઓ આવે?

જવાબ:- આપણે શરૂઆતમાં વાત કરી કે એલ.જી.બી.ટી.કયુ. શું છે. એ જ રીતે માત્ર એમાં ટ્રાન્સ માટે કાયદો સુપ્રિમ કોટમાં ચૂકાદો આવ્યો છે હવે ચૂકાદો શું કહે છે કે ટ્રાન્સ વ્યકિત સેલ્ફ આઇડેન્ટીફાય કરી શકે. સેલ્સ આઇડેન્ટી ફીકેશનનો મતલબ એ છે કે હું કોઇ અધિકારી પાસે જઇને કહું કે હું ટ્રાન્સ છું અને પોતાને સ્ત્રી સમજુ છું અથવા પુરૂષ સમજુ છું તો આ બાબતે અધિકારીઓને  ઘ્યાનમાં લેવું જ પડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.