Abtak Media Google News

૨૦૦૭ વિશ્ર્વકપમાં કંગાળ પ્રદર્શન થતા ભારતીય ટીમની સાથોસાથ સચિન તેંડુલકર થયો હતો હતાશ

ક્રિકેટ આઈકોન સચિન તેંડુલકરે એક વાતની ચોખવટ કરતા જણાવ્યું હતું કે, ૨૦૦૭માં ભારતીય ટીમનાં કંગાળ પ્રદર્શન બાદ તે જયારે હતાશ થયો હતો ત્યારે ક્રિકેટનાં કિંગ વિવીયન રીચર્ડસનનાં એક ફોને સચિનને વધુ રમવા પ્રેર્યો હતો તે દરમિયાન સચિને ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો પણ વિચાર કર્યો હતો પરંતુ રિચર્ડસનનાં એક ફોને તેને વધુ રમવા માટે પ્રેરીત કરતાં તેમનું ફોર્મ સુધર્યું હતું.

સચિન તેંડુલકરે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, ૨૦૦૭નો વિશ્ર્વકપ તેમનાં કેરીયરનો સૌથી ખરાબ સમય જેવો રહ્યો હતો. ક્રિકેટની રમતે તેને જે રીતે તેમની ઉજજવળ કારકિર્દી તરફ આગળ વધાર્યો તેવી જ રીતે ૨૦૦૭નો વિશ્ર્વકપ તેના જીવનનો અને તેની કેરીયરનો સૌથી ખરાબ સમય સાબિત થયો હતો. ૨૦૦૭નાં વિશ્ર્વકપ દરમિયાન ભારતીય ટીમ સાથે જે રીતનાં દિવસો પસાર થતા તેને જોતા થોડા સુધારા કરવાનું પણ સુચન સામે આવ્યું હતું પરંતુ તે સુધારા ન થતા ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો પણ વિચાર આવ્યો હતો. ૯૦ ટકા નિર્ણય પર મકકમ રહ્યા બાદ જે રીતે ક્રિકેટમાં વાપસી કરી તેનાં ફળસ્વરૂપે ૨૦૧૧નો વિશ્ર્વકપ જીતવા માટે તે પ્રેરણા ખુબ જ મદદરૂપ સાબિત થઈ હતી.

સચિન તેંડુલકરે વિવીયન રિચર્ડસનનાં ફોન કોલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેઓએ ફોન પર જ સ્પષ્ટપણે જાણ કરી હતી કે, મારામાં હજી ક્રિકેટ ઘણુ બાકી છે અને તેમનાં બંને વચ્ચેની વાતચીત આશરે ૪૫ મિનિટ સુધી ચાલી હતી. સચિને ઉમેરતા જણાવ્યું હતું કે, તેમનો ફોન તેમનાં જીવન માટેનો એક ટર્નીંગ પોઈન્ટ સાબિત થયો હતો. વધુમાં વિશ્ર્વકપ ૨૦૦૩માં રમાયો હતો અને તેમાં જયારે ઓસ્ટ્રેલિયા ટીમ વિજેતા બની હતી ત્યારે પણ તેઓ નાસીપાસ થયા હતા અને ત્યારે એક વિચાર એ પણ આવ્યો હતો કે શું ભારતીય ટીમ ફરીથી વિશ્ર્વ વિજેતા બની શકશે ત્યારે ૨૦૧૧માં વિશ્ર્વકપ જીત્યા બાદ તમામ ચીજનું પુનરાવર્તન થયું હતું અને તેઓએ કિંગ રિચર્ડસનનાં ૪૫ મિનિટનાં ફોન કોલને પણ મહત્વપૂર્ણ ગણાવી ખુબ જ માન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.