Abtak Media Google News

ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્ર્વમાં શ્રેષ્ઠ મનાય છે યોગ, ઘ્યાન જેવી વિવિધ બાબતોથી વિદેશીઓ પણ પ્રભાવિત થયા છે. હિન્દુ ધર્મમાં ૧૬ સંસ્કારો પૈકી એક છે, જનોઇ સંસ્કાર તેને ઉ૫નયન યજ્ઞોપવિત પણ કહેવામાં આવે છે. જનોઇ પહેરનાર વ્યકિતને કેટલાક ચોકકસ નિયમો પાળવા પડે છે. નિત્ય કર્મ બાદ પોતાની જનોઇ ઉતારી શકતો નથી. આજના જમાનામાં લોકો જનોઇ પહેરવાથી બચે છે. તેને જુનવાણી રીત રસમ ગણે છે. પણ આ ધારણ કરવાનાં ઘણા બધા લાભ પણ છે.

Knowledge Corner Logo 4 1

૧ર વર્ષની નાની ઉંમર બાળકોને યજ્ઞોપવિત સંસ્કારથી જનોઇ આપવામાં આવે છે. જનોઇ ધારણ કર્યા પછી મળ-મુત્ર ત્યાગ કરતી વખતે જમણા કાને ચડાવવાનો નિયમ છે. આ પાછળ વૈજ્ઞાનિક કારણ પણ છે જે જમણા કાનની નસ ગુપ્તેન્દ્રિયો સાથે જોડાયેલી હોય છે. આ ક્રિયા વખતે જમણા કાનની નસ દબાય છે કે તેને લપેટવાથી શુક્રની રક્ષા થાય છે. એવી પણ માન્યતા છે કે જે પુરૂષોને ખરાબ સ્વપ્નો આવતા હોય તેણે સુતી વખતે કાન પર જનોઇ લપેટી લેવી જોઇએ. આનાથી સમસ્યા ઉકેલી જાય છે. જનોઇ ધારણ કરવાથી હ્રદય રોગની શકયતાઓ ઓછી થઇ જાય છે. ધારકે ગાયત્રી મંત્રના પાઠ નિયમિત કરવા પડે છે. સૂર્યને બળ આપવાનો હેતું પણ સમાયેલ છે.

યજ્ઞોપવિત કે જનોઇ ધારણ કરવાનો અર્થ વ્યાપક છે તે પવિત્રતાનો સમાનાર્થી છે. ધારણ કરનારે નૈતિક મુલ્યો સાથે ખોટું ન બોલવું, નિતિ, કર્મનિષ્ઠા, ધગશ, પ્રમાણિકતા, ઉત્સાહ, મહેનત, જીવમાત્રની નિર્ભયતા, કરૂણા, દયા જેવા તમામ તત્વોને અપનાવવા પડે છે.  માણસે જીવનમાં તેની માણસાઇ બતાવવી પડે છે. એના પર વૈશ્ર્વિક જવાબદારી સાથે પારિવારિક જવાબદારી પણ આવે છે.જનોઇ કામ ક્રોધ પર અંકુશ લાવે છે પીઠ તરફથી જમણા ખંભાથી કમર તરફથી શરીર રચનામાં તમામ નસો ને તે સ્પર્શ કરતી હોવાથી કંટ્રોલમાં રહે છે.આ સંસ્કાર બ્રાહ્મણો માટે દીક્ષા સંસ્કાર છે. બ્રાહ્મણોનો બે વખત જન્મ થાય છે. તેથી બ્રાહ્મણને દ્વિજ પણ કહે છે એક તો તેના જન્મને બીજો જનોઇ સંસ્કાર બાદ બીજો જન્મ કે આઘ્યાત્મિક જન્મ ગણાય છે.

યજ્ઞને પ્રાપ્ત કરનાર યજ્ઞક ઉપવતીએ ઉર્ઘ્વગામે પ્રક્રિયા છે. જનોઇ બનાવતી વખતે પણ શુઘ્ધ શરીર વસ્ત્રો ધારણ કરવા પડે છે. જમણા હાથની આંગણી ઉપર તારને ૯૬ વાર વીંટવાના હોય છે. તે નવ તારની બનેલી હોય છે. અલગ અલગ તારનું મહત્વ હોય છે. જેમાં પિતૃઓ અને વિશ્ર્વ દેવતાઓ બિરાજમાન હોય છે. આને ધારણ કરવાથી નવ દેવતાનું શાસન ચાલે છે. તેની ગાંઠ ગોત્રમાં થયેલા ઋષીઓની સુચક છે. બ્રાહ્મણ માટે તે અગત્યનું છે તે ધારણ કરવાથી જ તે સમાજમાં જુદો તરી આવે છે.

સત્વ, રજસ અને તમસ જેવા ત્રણ ગુણોથી વિશ્ર્વ બનેલું છે. કર્મ-ભકિતને અને જ્ઞાન એ ત્રણ સાધના છે. ત્રણ તારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરુપ છે. શ્રાવણી પુનમે વિધિવત રીતે જનોઇ બદલવામાં આવે છે. ચંદ્ર કે સૂર્ય ગ્રહણ બાદ તેને બદલવી જોઇએ. કાન પાછળની બે નસોનો સીધો સંબંધ આંતરડા સાથે હોય છે. તેથી પાચનના પ્રશ્ર્નો રહેતા નથી. તે બ્રાહ્મણોનું આભુષણ છે ને તેને દરેક ઋણમાંથી મુકત કરે છે. આપણાં પૂર્વજો એ પ્રત્યેક વ્યવહારને સંસ્કાર સ્વરુપ આપેલ છે. યજ્ઞોપવતિને ‘બ્રહ્મસૂત્ર’ પણ કહેવાય છે. તેને ધારણ કરવાથી દેવઋણ, પિતૃઋણ કે ઋષીઋણમાંથી મુકિત મળે છે જનોઇ અપતિત્ર ન થાય તેની કાળજી રાખવી પડે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.