Abtak Media Google News

આજથી બરાબર ૧૦૦ વર્ષ પહેલા દેશમાં સૌથી પહેલી નોટ લાગુ કરવામાંઆવી હતી. આ નોટમાં જોર્જ પંચમનો ફોટો હતો, રિઝર્વ બેંકની વેબસાઇટ મુજબ વર્ષ ૧૯૨૬ મે લાભ વધવાને કારણે આ નોટ બંધ કરી દેવાય હતી. જેને ૧૯૪૦માં ફરી વખત લોન્ચ કરવામાં આવી, તેને આજે પણ કાનુની ભાષામા સિક્કો કહેવામાં આવે છે. જાણીને તમને આશ્ર્ચર્ય થશે કે ૧ રુપિયાની નોટ આરબીઆઇએ નહીં પરંતુ ભારત સહકાર દ્વારા લાગુ કરવામાં આવી હતી.

મુંબઇના એક વરિષ્ઠ કલેક્ટર ગીરીશ વીરાએ જણાવ્યું હતું કે જ્યારે એક રુપિયાની નોટ લાગુ કરવામાં આવી ત્યારે તેણે ચાંદીના સિક્કાનું સ્થાન લઇ લીધુ હતું. પહેલા વિશ્ર્વયુધ્ધ દરમ્યાન ચાંદીની કિંમતમાં વધારો આવવાને લીધે ચાંદીના સિક્કા સાથે નોટો પણ છપાવા લાગી. વર્ષ ૧૯૪૯થી ભારતીય નોટોમાંથી જોજ પંચમના ચિત્રને હટાવીને તેને બદલે રિપબ્લીક યુનિયનની નિશાની મુકવામાં આવી. તાજેતરમાં જ નોટબંધીને એક વર્ષ પૂર્ણ થયું ત્યારે હવે આજે તો કોઇ પાસે એક રુપિયાની નોટો જોવા પણ મળતી નથી. જે પણ હોય ૧ રુપિયાની નોટ નાણાની શરુઆત છે, હેપ્પી બર્થ ડે’ એક રુપિયાની નોટ ને

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.