Abtak Media Google News

ચાય-વાય અને રંગ મંચ શ્રેણીમાં હાલ એકેડેમીક સેશનમાં ગુજરાતી કલાકારો પોતાના અનુભવો શેર કરીને સ્ટેજની દુનિયાના વિવિધ વિષયો પર પ્રકાશ પાડીને યુવા કલાકારોને માર્ગદર્શન આપી રહ્યા છે. કોકોનટ થિયેટરનો આ પ્રયાસ ચોમેર દિશાઓમાં ખુબ જ સફળ રહ્યો છે. દેશ-દુનિયાના કલારસીકો લાઇવ સેશનમાં જોડાઇને જ્ઞાન મેળવી રહ્યા છે.

Advertisement

કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણી

‘અબતક’ સોશિયલ મીડિયાના ફેસબુક પેઇઝ પર રોજ સાંજે 6 વાગે શ્રેણીનું લાઇવ પ્રસારણ માણો

કોકોનટ થિયેટર પ્રસ્તુત ચાયવાય એન્ડ રંગમચ ગુજરાતી તખ્તાને સંગ સિઝન 3 માં ગઈકાલે પધાર્યા મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા સન્માનિત, ટ્રાન્સમિડીયા એવોર્ડ પુરસ્કૃત, તલગાજરડા ખાતે ચિત્રકૂટ ધામમાં મોરારીબાપુ હસ્તે નાટ્યક્ષેત્રે પ્રદાન બદલ નટરાજ એવોર્ડથી સન્માનિત, સુપ્રસિદ્ધ કલાકાર દિપક ઘીવાલા જેમનો વિષય હતો ’રંગભૂમિના સાત દાયકાની અનમોલ સફર’

રંગમચના અદ્દભુત કલાકાર દિપક ભાઈએ વિષયની શરૂઆત કરતાં કહ્યું. 1955/56 થી શરૂઆત થઈ. બાળપણમાં અભિનય વિશેની લાગણીની નાનકડી નોંધ દ્વારા વાંચી સંભળાવતા જણાવ્યું કે અભિનય શીખી શકાય એ મારા માન્યામાં જ નહોતું. મને યાદ છે કે હું શરૂઆતમાં કેટલો અણ આવડતવાળો હતો. શ્રેષ્ઠ દિગ્દર્શકો અને નટો સાથે કામ કરવાનું મને સદભાગ્ય સાંપડ્યું, નટ તરીકેની મારી લાંબી કારકિર્દી પર એમનો ખૂબ જ પ્રભાવ પડ્યો, બધી જ સર્જનાત્મક કળાઓ બેશક શીખી શકાય છે. જ્યારે નટ શીખે પરિપક્વ હોય ત્યારે એ પોતે જે અભિનેતાનો ચાહક હોય એનું અનુકરણ કરતો હોય છે. પણ એ પ્રક્રિયાની ગતિ થોડી ધીમી હોય છે. અને દર પેઢીએ પેઢીએ બદલાતી હોય છે. ટૂંકમાં નાટક માં ઘણાં પાઠ શીખવાના હોય છે. જેવા કે પ્રયોગ માટે નો ખંત, એકાગ્રચિત્ત, આત્મશિસ્ત કેળવવી, શરીરનો અને અવાજનો ઉપયોગ, કલ્પના શક્તિ, કાર્યને સરળ બનાવવાની સૂઝ અને પોતાના આલોચકો પ્રત્યે પ્રેમ..વગેરે..

1955 માં ન્યુયેરા હાઈસ્કૂલના નાના નાટક, નૃત્ય નાટીકમાં ભાગ લીધો જે માટે તમામ શિક્ષકોનો દિપકભાઈએ આભાર માન્યો . નાટક,નટ, અભિનય વિશે હું ખાસ જાણતો ન્હોતો પણ મને જે કહેવામાં આવતું એ કરતો. અને લાલુભાઈ શાહના નાટક “નરબંકા”માં પ્રિન્સનું પાત્ર ભજવવાનો અવસર મળ્યો.ત્યારબાદ બે ત્રણ નાટકો કર્યા જેમાં ગાફેલ રહેતા ટીકાને પાત્ર બન્યો પણ પરિવાર તરફથી પ્રોત્સાહન મળતું રહ્યું, મનમાં અભિનય માટે ખૂબ જ પ્રેમ હતો. જય હિન્દ કોલેજમાં હતો ત્યારે પ્રોફેસર મધુકર રાંદેરિયા સાથે ઓળખાણ થઇ.

તેમના નાટકો જોવાનો અવસર મળ્યો અને એમના સાહજિક અભિનયને જોઈ ઘણું શીખવા મળ્યું. ત્યારબાદ મુરબ્બી ચંદ્રવદન ભટ્ટ સાથે લગભગ 10 વર્ષ કામ કર્યું જેમના હાથ નીચે ઘણું શીખવા મળ્યું ઘણું જાણ્યું, ઘડાયો ભાષાશુદ્ધિ વિશે શીખ્યો. દિપકભાઈએ આજે પોતાના લાઈવ સ્ટેશનમાં ખૂબ જ સાહજિક અને સરળ રીતે પોતાની અભિનય યાત્રા ની વાતો કરતા ઘણી કબૂલાત કરી. અંગ્રેજી ભાષા,પહેરવેશની અસર અભિનયમાં હતી. સ્વાતંત્ર્ય સેનાની પિતાની સલાહની મારા પાર અસર થઈ અને હું જાગ્યો..પપ્પા માનતા કે જે કામ હાથમાં લો એમાં નિષ્ઠા હોવી જ જોઈએ.

લાલુભાઇ શાહના બહુરૂપી ગ્રુપમાં જોડાયો. જેમાં ઘણા નાટકો કર્યા પાંચ નાટકોએ, એ સમયે સો શો ની ઉપર પ્રયોગો કર્યા હતા. “અભિષેક” નાટકના 250 થી વધુ પ્રયોગ થયા. ચાયવાય એન્ડ રંગમંચના પ્રેક્ષકો સામે દિપકભાઈએ મન મૂકીને વાતો કરી. નાટકોમાં આવતી બાધાઓ માંથી કેવી રીતે પસાર થયા. અને કયા નાટકોમાં કેવા કેવા ચમત્કારો સર્જાયા એ વિશેની વિગતવાર વાતો કરી,દિપક ઘીવાલા જેવા લેજેન્ડ, સ્ટાઇલિશ અને આજે પણ ગુજરાતી રંગભૂમિ પર સક્રિય એવા નખશિખ કલાકારને સાંભળવા એ ખરેખર લ્હાવો છે.

ગુજરાતી રંગભૂમિ પર આવવા માંગતા દરેકે દરેક વ્યક્તિએ દિપક ઘીવાલાનું આ લાઈવ સેશન સાંભળવું જ પડે જેમાંથી એમના જીવનમાં ઉપયોગી ઘણી માહિતીઓ મળી શકે છે કલાકાર તરીકે જીવનમાં આવતી માત્ર સફળતા જ નહીં નિષ્ફળતા પણ કેમ પચાવી એની સાચી સમજ આજે દિપકભાઈ સમજાવી. જો તમને અભિનયમાં કે નાટકના કોઈપણ વિભાગમાં ઇન્ટરેસ્ટ હોય તો તમારે આ સેશન જોવું જ જોઈએ. ગુજરાતી રંગભૂમિનાં નામાંકિત અને અનુભવી કલાકારોને તથા રંગભૂમિ સાથે સંકળાયેલા મહાનુભાવોને જોવા અને સાંભળવા કોકોનટ થિયેટરના ફેસબુક પેજ પર રોજ સાંજે 6:00 વાગ્યે લાઈવ જોઈ શકો છે.

આજે જાણીતા કલાકાર રાજુલ દિવાન

Img 20210703 Wa0206

રંગમંચની દુનિયામાં છેલ્લા અઢી દાયકાથી કાર્યરત અને ટ્રાન્સમીડિયાએ વોર્ડ પુરસ્કૃત પ્રસિઘ્ધ દિગ્દર્શક અને જાણીતા કલાકાર રાજુલ દિવાન આજે સાંજે 6 વાગે કોકોનટ થિયેટર પ્રસ્તૃત ‘ચાય-વાય અને રંગમંચ’  શ્રેણીમાં લાઇવ આવશે. આજનો તેમનો વિષય નાટકમાં બેક સ્ટેજનું મહત્વ છે. ચિત્રલેખા નાટય સ્પર્ધામાં પણ તેમના નાટકો વિજેતા થયા છે. ગુજરાતી નાટકો, ફિલ્મો, ટીવી ધારાવાહિકમાં અભિનેતા રાજાુલ દિવાનના અભિયનથી ઘણા નાટકો, ફિલ્મો સફળ રહી હતી. સુંદર અવાજને કારણે તેમના ડાયલોગ વન્સમોર થતા હતા. અભિનયમાં સાહજીકતાને. કારણે તેઓ નાટક પ્રેમીના ચહિતા કલાકાર બન્યા છે.

રવિવારે જાણીતા નાટક શિક્ષક ડો. આશુતોષ મ્હસ્કર

Img 20210703 Wa0207

‘ચાય-વાય અને રંગમંચ’ શ્રેણીના એકેડેમીક સેશનમાં ‘એકટીંગ’ ની વિવિધ સ્ટાઇલ, વિષયક ચર્ચા અને અનુભવો શેર કરવા રવિવારે સાંજે 6 વાગે જાણીતા નાટય શિક્ષક ડો. આશુતોષ મ્હસ્કર લાઇવ આવશે. ઓરિસ્સા સાંસ્કૃતિક વિભાગ દ્વારા નાટય વિભૂષણ એવોર્ડથી સન્માનીત કલાકાર આશુતોષભાઇ સારા રાઇટર અને કલાકાર પણ છે તેમના ઘણા નાટકો ખુબ જ સફળ રહ્યા હતા. ગુજરાત રાજય સંગીત નાટય એકેડમી દ્વારા સન્માનીત સાથે પાલનપુર ફાઇન આર્ટસ કોલેજના ડ્રામા વિભાગના હેડ પણ રહી ચૂકયા છે. આશુતોષભાઇ રવિવારે અભિયનના વિવિધ પાસા વિષયક દર્શકો સાથે પોતાના અનુભવો શેર કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.