Abtak Media Google News

દેશ-વિદેશમાં રોડ-શો કરી એજયુકેશન હબ બનશે ગુજરાત

પ્રાચીન વલ્લભી વિદ્યાપીઠની જેમ રાજ્યની કોલેજો યુનિવર્સિટીઓની ખ્યાતિ દેશ-વિદેશમાં ફેલાવી વિદ્યાર્થીઓને ગુજરાતમાં અભ્યાસ માટે ખેંચી લાવવા પ્રયાસ

દાયકાઓ પહેલા ગુજરાતના શિક્ષણની સમૃદ્ધિ સીમાડા પાર વખણાતી હતી. ગુજરાતી વલ્લભી વિદ્યાપીઠનો દેશ-વિદેશમાં ડંકો વાગતો હતો. જો કે, ત્યારબાદનો સમયગાળો શિક્ષણ ક્ષેત્ર માટે નિરાશાજનક રહ્યો હતો. એક સમય તો એવો આવ્યો જ્યારે ગુજરાતના શિક્ષણની માઠી દશા થવા પામી હતી તેવું કહી શકાય. પરંતુ હવે ગુજરાત ફરીથી એજ્યુકેશન હબ બનવા તરફ જઈ રહ્યું છે. રૂપાણી સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ખાસ ધ્યાન આપવામાં આવે છે. પરિણામે ગુજરાતની શાળા-કોલેજો, યુનિવર્સિટીઓમાં ભણતા વિદ્યાર્થીઓના પ્રોજેકટને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળવા પામી છે. બીજી તરફ આ ખ્યાતિના કારણે દેશ-વિદેશના વિદ્યાર્થીઓ ગુજરાતમાં અભ્યાસ કરવાની ઈચ્છા વ્યકત કરી રહ્યાં છે.

દેશ-વિદેશના છાત્રો ગુજરાતમાં અભ્યાસ કરવા આવે તે માટે સરકારે તડામાર તૈયારીઓ શરૂ કરી છે. જેના અનુસંધાને વિવિધ મહાનુભાવોની આગેવાનીમાં ઠેર-ઠેર રોડ-શોનું આયોજન કરવામાં આવશે. શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ હાયર એજ્યુકેશનના પ્રિન્સીપાલ સેક્રેટરી અંજુ શર્મા સહિતના વરિષ્ઠ અધિકારીઓ વિવિધ દેશોમાં રોડ-શો કરશે અને ગુજરાતમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે તે માટેનો પ્રચાર-પ્રસાર કરશે. જેના સકારાત્મક પરિણામો ગુજરાતની શાળા-કોલેજો અને યુનિવર્સિટીઓમાં જોવા મળે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.

ગુજરાત સરકારનો અભ્યાસને લગતો રોડ-શો વેસ્ટ એશિયામાં તા.૧૫ થી ૨૨ જાન્યુઆરી દરમિયાન યોજાશે. આ ઉપરાંત તા.૧૫ જાન્યુઆરીના રોજ કુવેતમાં, તા.૧૭ જાન્યુઆરીના રોજ દુબઈમાં, ૧૮ જાન્યુઆરીના રોજ મસ્કતમાં જ્યારે તા.૨૧ જાન્યુઆરીના રોજ રીયાધમાં સ્ટડી ઈન ગુજરાત રોડ-શોનું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

7537D2F3 3

આ ઉપરાંત શ્રીલંકા, નેપાળ, ઝિમ્બાબ્વે, બાંગ્લાદેશ, કેન્યા, ઈથોપીયા, યુગાન્ડા અને ભુતાન સહિતના દેશમાં પણ રાજ્ય સરકાર દ્વારા અભ્યાસને લગતા રોડ-શો યોજવામાં આવશે. આ રોડ-શો કી વધુને વધુ વિદ્યાર્થીઓને ગુજરાતમાં ભણવા માટે આકર્ષિત કરવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય કક્ષાની સાથો સાથ રાષ્ટ્રીય કક્ષાએ પણ રાજ્ય સરકાર રોડ-શો યોજશે. ભારતના ૧૦ શહેરોમાં ગુજરાત સરકાર રોહ-શો યોજશે. તા.૨૮ના રોજ રાંચીમાં રોડ-શોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત તા.૨૧ના રોજ ઈન્દોર, તા.૨૨ના રોજ કલકત્તા, તા.૨૯ના રોજ હૈદરાબાદ, તા.૨૦ના રોજ ગુવાહાટી અને તા.૨૮ના રોજ નાસીક તથા શ્રીનગરમાં ગુજરાત સરકારનો અભ્યાસને લગતો રોડ-શો યોજાશે. આ સમગ્ર અભિયાનમાં સરકારી તેમજ ખાનગી ૨૨ યુનિવર્સિટીઓએ ભાગ લીધો છે. આ ઉપરાંત રાજ્ય સરકારની ૪ કોલેજો પણ જોડાઈ છે.

અહીં નોંધનીય છે કે, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે રૂપાણી સરકાર ઘણા સમયથી પ્રયત્નશીલ છે. ગુજરાતમાં છાત્રોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે તેવા હેતુથી શૈક્ષણિક સંસઓનો વિકાસ કરવામાં આવ્યો છે.

અત્યાધુનિક ઈન્ફાસ્ટ્રકચર અને સંશાધનો ફાળવવામાં આવે છે. વિદ્યાર્થીઓ ગણીત-વિજ્ઞાન ક્ષેત્રે સંશોધન કરી શકે તેવી વ્યવસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે.

ગુજરાતનું શિક્ષણ આંતરરાષ્ટ્રીય સ્તરનું બને તેવો સરકારનો હેતુ છે. સરકાર દ્વારા દેશ-વિદેશમાં યોજાનાર રોડ-શોમાં મંત્રીઓની સાથે રાજ્ય કક્ષાના અધિકારીઓ તેમજ ગુજરાતની વિવિધ યુનિવર્સિટીઓ અને કોલેજના આગેવાનો પણ જોડાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.