Abtak Media Google News

રાજકોટથી લાવ્યાની કબુલાત: ગાંજો અને બાઇક સહિત રૂ. ૭૬ હજારનો મુદામાલ એસઓજીએ કર્યો કબ્જે

રાજકોટ બાદ હવે ગ્રામ્ય અને તાલુકા વિસ્તારોમાં પણ ગાંજાનું દુષણ ફેલાતુ હોય તેમ લાગી રહ્યું છે ગોંડલમાં એસઓજીએ ૪ કિલો ૧૦૦ ગ્રામ ગાંજાના જથ્થા સાથે ગોંડલના શખ્સનુ કુલ રૂ. ૭૬ હજારના મુદામાલ સાથે ઝડપી પાડયો છે.

આરોપી રાજકોટથી વેચાણ અર્થે ગાંજો લાવ્યાની કબુલાત આપી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ એસઓજીના જયવિરસિંહ રાણા અને ધર્મેન્દ્ર ચાવડાને બાતમીના આધારે બીએસએનએલ પાસે આવેલ ચોકમાં દરોડો પાડી વોરા કોટડા રોડ પાસે રહેતા રહેમાનશા ઉર્ફે બાઠીયાબાપુ મહમદશા શાહમવદારને ૪ કિલો ૧૦૦ ગ્રામ ગાંજા સાથે અને એક બાઇક સહિત રૂા. ૭૬ હજારના મુદામાલ સાથે ઝડપી પાડયો છે.

પોલીસ પ્રાથમીક તપાસમાં જાણવા મળ્યા મુજબ એસઓજીના પી.આઇ. એ.આર. ગોહિલ, એએસઆઇ ઉપેન્દ્રસિંહ જાડેજા, પરવેઝભાઇ સમા સહીતના સ્ટાફે ગોંડલમાં બીએસએનએલ પાસે ચોકમાં વોચ ગોઠવી ત્યાંથી જીજે ૦૩ જેકુ ૪૯૨૭ નંબરના બાઇકને રોકી વિમલના થેલામાં તપાસ કરતા તેમાંથી બોકસમાં રૂ. ૪૧ હજારની કિંમતો ૪ કિલો ૧૦૦ ગ્રામ ગાંજા સાથે શખસને ઝડપી પાડયો હતો.

ગાંજા સાથે ઝડપાયેલા શખ્સનું નામ રહેમાનશા ઉર્ફે બાઠીયાબાપુ હોવાનું જાણવા મળ્યું છે. સાથે આરોપી ગાંજો વેચાણ અર્થે રાજકોટથી આવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે એ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.

પશ્ચિમી સંસ્કૃતિ તરફ વળતા ગુજરાતના શહેરોમા અનેક વખત ગાંજા જેવા માદક પદાર્થોનો જથ્થો ઝડપાતો હોય છે પરંતુ હવે તેનું વલણ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધતા ચિંતાનો વિષય  બની રહ્યો છે. પોલીસે ગોંડલના રહેમાનશાને ૪ કિલો ૧૦૦ ગ્રામ ગાંજો અને એક બાઇક મળી કુલ ૭૬ હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.