Abtak Media Google News

વાહનના ચેસીસ અને નંબર પ્લેટ બદલાવી દારૂ ઘુસેડવાનું કાવતરું ખુલ્યું: બુટલેગરોની નવી મોડસ ઓપરેટિવ

૩૧મી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે રાજ્યમાં દારૂનો વેપલો વકર્યો છે. રાજ્યની જુદી-જુદી સીમાઓ પરથી લાખોનો દારૂ ધુસેડવામાં આવી રહ્યો છે. ત્યારે અંજારના ખેડોઈ ગામ પાસેથી પોલીસે રૂ.૨૫.૩૦ લાખના શરાબ સાથે એક પરપ્રાંતીય શખ્સને ઝડપી પાડ્યો છે. જેની તપાસમાં વધુ ૩ નામ ખુલતા પોલીસે તેમની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. ટેન્કર ચાલકે પોતાના વાહનના નંબર પ્લેટ અને ચેસીસ નંબર બદલાવીને દારૂ ઘુસેડવાનું કાવતરું પોલીસે ઝડપી પાડ્યું છે. જેમક બુટલેગરોની આ નવી મોડસ ઓપરેટિવ સામે આવી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અંજાર પોલીસ મથકના પી.આઈ. એમ.એન. રાણાને બાતમી મળી હતી કે ખેડોઈ નજીકથી જીજે-૧૨-એવાય-૭૬૮૧ નંબરનો ટેન્કર છલોછલ શરાબ ભરી પસાર થઈ રહ્યો છે. જે બાતમી આધારે અંજાર પોલીસના પી.આઈ. સહિતનો કાફલો ખેડોઈ નજીક પહોંચી ગયો હતો અને મોડી રાત્રે શરાબથી ભરેલા ટેન્કરને ઝડપી લીધો હતો. આ દરોડા બાદ એક અંદાજ મુજબ એ ટેન્કરમાં  રૂ. ૨૫,૩૦,૫૦૦ની કિંમતની ૫૩૪૦ બોટલ દારૂની અને ૫૨૮૦ બિયરના ટીનનો જંગી જથ્થો મળી આવ્યો હતો.

Screenshot 6 22

પોલીસે ટેન્કરને ઝડપી પાડી તેના ચાલક રાજસ્થાનના ચુનીલાલ અમેદારામ હુડાને દબોચી તેની પૂછતાછ હાથધરી હતી. જેમાં પોલોસની પ્રાથમિક તપાસમાં આ જંગી જથ્થો અન્ય શખ્સોને કેવાથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. આ ડીલ વોટ્સએપ કોલ દ્વારા થતી હોવાથી પોલીસે બંને વોટ્સએપ કોલના નંબર વાળા પર અને દારૂનો જથ્થો મંગાવનાર સહિત કુલ ચાર સામે ગુનો નોંધી ટેન્કર ચાલકની ધરપકડ કરી વધુ ત્રણ આરોપીની પોલીસે શોધખોળ હાથધરી છે.

પોલીસે ટેન્કરમકથી રૂ.૨૫,૩૦,૦૦૦નો દારૂ-બિયરના જથ્થા અને રૂ.૨૦,૦૦,૦૦૦ના ટેન્કર સાથે કુલ રૂ.૪૫,૩૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી વાહનના ચેસીસ નંબર અને નંબર પ્લેટ બદલાવી દારૂ ધુસેડવાની બુટલેગરોની નવી મોડસ ઓપરેટિવ પોલીસને ધ્યાને આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.