Abtak Media Google News

પ્રમુખ પદના 2, સેક્રેટરીમાં 1,સહિત 8 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા; 17મીએ મતદાન

રાજકોટ બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભરી ચૂંટણી લડવા પ્રમુખ પદ પર ૭ ઉમેદવાર સહિત 16 હોદા ઉપર 50 ઉમેદવારો વચ્ચે જંગ વચ્ચે ખરાખરીનો ખેલ જામ્યો છે. બાર એસોસીએશનની ચૂંટણીમાં જંપલાવનાર 50 ઉમેદવારો માટે આજે કતલની રાત છે. પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો કાલે મતદારો ફેસલો કરશે.બાર એસોસીએશનની ચૂંટણીમાં છેલ્લી ઘડી સુધી રોમાંચક માહોલ સર્જાયો છે

કોરોનાની મહામારીના કારણે ગત વર્ષે રદ રહેલી રાજકોટ બાર એસોસીએશનની ચૂંટણી આવતી કાલે સિવિલ કોર્ટ બિલ્ડિંગમાં પહેલા માળે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી યોજાશે. બાર એસોસીએશનની  ચૂંટણીમાં જંગ જામ્યો હોય તેમ પ્રમુખ પદ પર 7 ઉમેદવાર સહિત વિવિધ 16 હોદા ઉપર સમરસ પેનલ અને જીનિયસ પેનલના ઉમેદવારો સહિત સ્વતંત્ર ઉમેદવારી નોંધાવનાર કુલ 50 ઉમેદવારો  ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ ભર્યા હતા

બાર એસોસીએશનની પ્રતિષ્ઠાભારી ચૂંટણીમાં ભાજપ પ્રેરિત બે પેનલ આમને સામને આવતા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. જ્યારે રાજકોટ બાર એસોસિએશનના સતત બે સુધી સેક્રેટરી પદ પર જીત હાંસલ કરી સતત ત્રણ વર્ષ સુધી સેક્રેટરી પદ પર રહી ઇતિહાસ રચનાર એડવોકેટ જીજ્ઞેશ જોષીએ પ્રમુખ પદ માટે ઉમેદવારી નોંધાવતા બાર એસોસીએશનની ચૂંટણીમાં ભારે રસાકસીનો જંગ જામ્યો છે.

બાર એસોસીએશનની સમરસ અને જીનિયસ પેનલના પ્રમુખ પદ સહિતના 16 હોદા ઉપર બને પેનલે પોતાના ઉમેદવાર ઉતાર્યા છે ત્યારે અનેક દાવેદરોએ સ્વતંત્ર ઉમેદવારી  ચૂંટણીમાં જંપલાવ્યું છે બાર એસોસીએશનની ચૂંટણીમાં પ્રમુખ પદ પર 5,  ઉપપ્રમુખ પદ પર 2, સેક્રેટરી પદ પર 2, જોઇન્ટ સેક્રેટરી પદ પર 2, ટ્રેઝરર પદ પર 2,  લાઈબ્રેરી સેક્રેટરી 2,  કારોબારી મહિલા અનામત સીટ પર ૩ અને કારોબારી સભ્ય પદ પર 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી  યોજાશે આગામી 17 મી એ પ્રમુખ પદ સહિત 16 હોદા ઉપર ઉમેદવારી નોંધાવનાર 50 ઉમેદવારોના ભાવિનો કાલે વકીલ મતદારો ફેંસલો કરશે. કાલે મતદાન પૂર્ણ થયા બાદ ગણતરીની કલાકોમાં જ એટલે કે સાંજ સુધીમાં  બાર એસોસીએશનની ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. ઉમેદવારો માટે આજની રાત કતલની રાત હોય તેમ કાવાદાવાના માહિર 50 વકીલ ઉમેદવારો મત માટે સોંગઠબાજી ગોઠવી રહ્યા છે. રાજકોટના 3200 જેવા વકીલ મતદારોના મત કબ્જે કરવા ઉમેદવારો તનતોડ મહેનત કરી મતદારોને રિઝવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.