Abtak Media Google News

સીનીયર સીટીઝન કલબ ખાતે સૂમધુર ગીતોની મધુરાશ છવાશે

રંગીલા રાજકોટને આંગણે સૌ પ્રથમ વાર નીતા ફેન કલબ રાજકોટ આયોજીત વન વુમન શો કાર્યક્રમનું આયોજન આવતીકાલે તા.૩૦ ને શનિવારના સાંજે ૫.૩૦ થી ૯ કલાકના રોજ ઈવનીંગ પોસ્ટ, જિલ્લા બેંક પાસે, રાજકોટ ખાતેથી સીનીયર સીટીઝન કલબ ખાતે થનાર છે. ત્યાંના સંગીતપ્રેમી માટે એક નવુ નજરાણુ લઈને નિતા ફેન કલબના વર્સેન્ટાઈલ સીંગર નિતાસેન રાઠોડ આયોજીત સ્વ. વ્રજકુંવરબેનને સ્વરાંજલી આપવા બદલ રાખવામાં આવેલ છે. જેને લઈ કાર્યક્રમના આયોજકોએ અબતકની મુલાકાત દરમિયાન જણાવ્યું હતુ કે

Advertisement

કાર્યક્રમમાં મનોરંજનના રસથાળ પીરસવા ધનજય વ્યાસ, શુશીલા રાવલ, મગન ગાલોરીયા, કમલ અનુવાડીયા, આનંદ માંડલીયા દેવાંગ પરમાર, બંસરી રાઠોડ, દિપક વસાણી, ભૂમીકાબા જાડેજા કલાકારો રહેશે કાર્યક્રમને સફળ બનાવવા નીતાસેન રાઠોડ અજયભાઈ રાઠોડ, કિશોરસિંહ જેઠવા, નટુભાઈ રાઠોડ, આનંદ માંડવીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.