Abtak Media Google News

રાજકોટ જીલ્લા પંચાયત , કેન્દ્ર અને રાજ્ય સરકારના સાથ સહકાર સાથે સતત કાર્યશીલ રહી છે , અને તેના પરિણામે ઝડપી અને સર્વગ્રાહી વિકાસની નવી પરિભાષા આલેખાઈ રહી હોવાની પ્રતીતિ લોકોને થઇ રહી છે . આ સિલસિલો આગળ ધપાવતા રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઇ બોદરના નેતૃત્વ હેઠળ રાજકોટ જિલ્લા પંચાયતે વર્તમાન ચૂંટાયેલી પાંખના એક વર્ષના કાર્યકાળમાં અનેક વિકાસ કાર્યો પૂર્ણ કર્યા છે અને ઘણા કામો શરૂ પણ કરાવ્યા છે.

સાથોસાથ જાહેર હિતની બાબતોને ધ્યાનમાં રાખીને વિવિધ અભિયાનો અને પ્રવૃત્તિઓ પણ હાથ ધરાયેલ છે.સુમિતાબેન રાજેશભાઇ ચાવડા સહિત રાજકોટ જિલ્લા પંચાયતે આજથી એક વર્ષ પૂર્વે ચૂંટાયેલી નવી પાંંખ શાસનમાં આવી ત્યારથી આજ સુધીમાં ભૌતિક વિકાસની સાથોસાથ જિલ્લા પંચાયતમાં અનેક મહત્વના કાર્યો હાથ ધર્યા છે . પ્રમુખ ભુપતભાઇ બોદરના મુજબ નિર્દેશ ગત એક વર્ષ દરમ્યાન અમોએ લોકોની વચ્ચે હંમેશા રહીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને લોકો સુધી પહોંચાડી અને મહતમ લાભ સમગ્ર જિલ્લાને અપાવવા અગ્રેસર રહી મહત્વની ભુમીકા ભજવી છે.

સમગ્ર જિલ્લામાં આંગણવાડીઓમાં 650 આરઓ પ્લાન્ટ ઈન્સ્ટોલ કરવામાં આવેલ, અનેક નવી 11 આંગણવાડીનાં ખાતમૂહૂર્ત તેમજ 15 લોકાપર્ણ કરાયા, સમગ્ર જિલ્લામાં નવી 22 જેટલી આંગણવાડી મંજૂર કરાવાઈ, કુપોષિત બાળકોને સુપોષિત કરવા પોષણ કિટનું વિતરણ કરાયું, કુપોષિત બાળકોને સુપોષિત કરવા અમૂલ મોતી દુધનું વિતરણ, આધારકાર્ડની સુવિધા પુરી પાડવામાા આવી વર્ષ દરમ્યાન 51 હજારથી વધુ આધાર કાર્ડ સરળતાથી કાઢી આપવામાં આવ્યા. બાળકોનો શારીરીક, માનસીક અને સામાજીક વિકાસ, કિશોરીઓ, સગર્ભા તેમજ ધાત્રી માતાઓનું પોષણસ્તર સુધારવા કામગીરી કરાઈ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.