Abtak Media Google News

GARVI વેબસાઈટ પરથી તા.૨ માર્ચથી  એપોઈન્ટમેન્ટ લેવાની રહેશે

દસ્તાવેજ પ્રક્રિયામાં ઇ.ફ્રેકીંગ પ્રક્રિયાની કળ હજુ વળી નથી ત્યાં વધુ એક ઓન લાઇન એપાર્ટમેન્ટની પ્રક્રિયા હવેથી પાર કરવાની જાહેરાતને લઇને સામાન્ય પ્રજાજન માટે હવેથી આ ઓનલાઇન એપોઇન્ટમેન્ટ પ્રક્રિયા શર દર્દ સમાન રહેશે તેવુ સ્ટેમ્પ વેંડર સહિતના જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે

Advertisement

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ વાસીઓએ હવે દસ્તાવેજ નોંધણી માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવાની રહેશે. લોકોએ દસ્તાવેજ નોંધણી માટે દિવસભર સબરજીસ્ટ્રાર કચેરીમાં બેસી રહેવું ન પડે એ માટે સરકાર દ્વારા ઓનલાઈન અપોઈન્ટમેન્ટનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ  લોકોએ હવે ગરવી વેબસાઈટ પરથી એપોઇન્ટમેન્ટ શેડ્યુલ કરવાનું રહેશે. જેની અમલવારી તા. ૨/૩/૨૦૨૦ થી થશે.

હાલમાં દસ્તાવેજ નોંધણી માટે લોકો સંબંધિત કચેરીમાં રૂબરૂ ટોકન  મેળવી વારા મુજબ દસ્તાવેજની નોંધણી કરાવે છે. જેના કારણે લોકોનો સમય વેડફાતો હોય છે. લોકોને હેરાનગતિ ન થાય અને કામ સરળતાથી થાય એ માટે ગરવી વેબસાઇટ પર ઓનલાઇન એપોઇન્ટમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જૂનાગઢ-૧ ટીંબાવાડી કચેરીમાં તા.૨/૩/૨૦૨૦ થી ફરજિયાત પણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ મેળવેલ હોય તેવા જ દસ્તાવેજ નોંધણી અર્થે સ્વીકારવામાં આવશે.

Admin 2

આ સુવિધા  http://garvi.gujarat.gov.in વેબસાઇટના online appointment scheduler મેનુમાં જઇને મેળવી શકાશે. જેમાં પક્ષકારે દસ્તાવેજ રજૂ કરનારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ઇ-મેલ આઇડી, તથા અવેજની રકમની એન્ટ્રી કરવાની રહેશે તેમજ દસ્તાવેજના પ્રથમ પાનાનો ફોટો ઇમેજ અપલોડ કરવાના રહેશે.

ત્યારબાદ,પક્ષકારે પોતાની અનુકૂળતા મુજબ તારીખ અને સમયની પસંદગી કરવાની રહેશે અને તે મુજબ સબ રજિસ્ટ્રાર કચેરીમાં તમામ પક્ષકારો સાથે હાજર થવાનું રહેશે.સંબંધિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં સબરજીસ્ટ્રાર દ્વારા દસ્તાવેજની ચકાસણી કરી નોંધણીની કાર્યવાહી હાથ ધરાશે.

આ અંગે જૂનાગઢ નોંધણી નિરીક્ષક શ્રી એલ.જે. સીંધવે જણાવ્યું હતું કે હાલમાં કચેરીમાં કાયમી ૩૦ થી ૩૫ જેટલા દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી રહી છે. ત્યારે લોકોને દિવસ ભર કચેરીમાં બેસી ન રહેવું પડે, અને લોકોનો ઘસારો ન થાય  તેમજ લોકોનો કિંમતી સમય ન બગડે એ માટે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સેડ્યુલર નું આયોજન કરવામાં આવ્યું છે. તેમણે ઉમેર્યું કે, જૂનાગઢમાં કુલ ૩ સબરજીસ્ટ્રાર કચેરી પૈકી હાલમાં પ્રાયોગિક ધોરણ જૂનાગઢ-૧ ટીંબાવાડી કચેરી ખાતે ઓનલાઈન એપોઈન્ટમેન્ટ શેડયુલ અમલ થશે.

આ બાબતે વધુ માહિતી સંબંધિત સબરજીસ્ટ્રાર કચેરી, જિલ્લાની નોંધણી નિરીક્ષક કચેરી અને રાજયની નોંધણી સરનિરીક્ષકની કચેરીમાંથી અથવા  GARVI  વેબસાઈટ પરથી મેળવવા જણાવવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.