Abtak Media Google News

સુરેન્દ્રનગરની ગાંધી હોસ્પિટલમાં સેવા આપતા આઉટ સોસિંગ સફાઇ કર્મચારીઓનો છેલ્લા ત્રણ માસથી કોન્ટ્રાકટરે પગાર નહીં ચૂકવતા કર્મચારીઓમાં રોષ વ્યાપો છે. વહેલી તકે અને દર માસે નિયમિત પગાર ચુકવવામાં આવે તેવી માંગ કરાઇ છે.

Advertisement

સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલમાં આઉટ સોસીંગમાં સેવા આપતાં વર્ગ-4 ના સફાઇ કર્મચારીઓના પગાર કરવા તેમજ વિવિધ પ્રશ્નો હલ કરવા બાબતે ઉગ્ર રજુઆત મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર ખાતે આશરે પ0 થી વધુ આઉટ સોર્સીગ માં સેવા આપતા વર્ગ 4 ના સફાઇ કર્મચારીઓ કામ કરી રહ્યા છે. હાલ કોરોના જેવી મહામારીમાં તેમજ સંપુર્ણ લોકડાઉન વચ્ચે કોરોના વોરીયર્સ તરીકે સફાઈ કામદારો પોતાના જીવનના જોખમે હોસ્પિટલને સ્વચ્છ રાખવાની કામગીરી, નિષ્ઠાપુર્વક કરી રહ્યા છે. મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલ, સુરેન્દ્રનગર તેમજ ડી.બી.એન્ટરપ્રાઇઝ કોન્ટ્રાક્ટર દ્વારા સફાઇ કામદારોને નિયમિત ધોરણે પગાર આપવામાં આવતો નથી. તેથી, પ્રથમ દ્રષ્ટિએ કામદારોને નિયમિત ધૌરણે પગાર આપવાની પ્રાથમિક જવાબદારી કોન્ટ્રાક્ટરની છે તેમજ જો કોન્ટ્રાક્ટર પગાર ચુકવવામાં નિષ્ફળ જાય તો મુખ્ય માલિક પગાર ચુકવવા જવાબદાર છે જેથી જનરલ હોસ્પિટલ, પગાર કરવો ફરજીયાત થાય છે. પગાર ચુકવણી અધિનિયમ-1963 ની કલમ-4 મુજબ પગાર ચુકવવાનો સમય 1-મહિનાથી વધુ વધવો જોઇએ નહીં અને કલમ-5 મુજબ તા.1 થી 10 માં પગારની ચુકવણી કરવી જોઇએ. તેમ છતાં હોસ્પિટલ તંત્ર તથા. કોન્ટ્રાક્ટર દ્વારા છેલ્લા ત્રણ માસથી પગાર કરવામાં આવેલ નથી. જેથી લેબર એક્ટનોભંગ થાય છે. જેથી તાત્કાલીક ધોરણે ચડત પગાર સફાઇ કામદારોને કરાવી આપવા લધુતમ વેતન માટેના નિયમ મુજબૂના પ્રમાણે પગાર સ્લીપ તેમજ હાજરીકાર્ડ આપવા માગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.