Abtak Media Google News

પ્રમુખપદે ડાંગરીયા, ઉપપ્રમુખપદે જાડેજા ચૂંટાયા

કાલાવાડ તાલુકા પંચાયતમાં એક અપક્ષ સભ્યના ટેકાથી ભાજપે સત્તા હાંસલ કરી છે. પ્રમુખપદે મુકેશભાઇ ડાંગરીયા તથા ઉપપ્રમુખ છે નરવિજયસિંહ જાડેજા ચૂંટાયા છે.

કાલાવડ તાલુકા પંચાયતમાં 18માંથી 8 બેઠકો ભાજપે મેળવ્યા પછી પ્રમુખ-ઉપપ્રમુખ પદે ભાજપના ઉમેદવારો વરણી પામ્યા હતા. ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના સભ્યો નિષ્પક્ષ રહ્યા હતા. જયારે ભાજપ-કોંગ્રેસની આઠ-આઠની સમાન સંખ્યા રહેતા ચીઠ્ઠી નાંખવામાં આવી હતી. જે ચીઠી ભાજપના પક્ષમાં આવી હતી.કાલાવડ તાલુકા પંચાયતની 18 બેઠકની સામાન્ય ચૂંટણી તાજેતરમાં યોજાઇ હતી. જેમાં ભાજપને આઠ અને કોંગ્રેસને સાત બેઠક મળી હતી. જયારે આમ આદમી પાર્ટીને બે અને એક અપક્ષ ઉમેદવાર વિજેતા થયા હતા.

આ પછી કાલે પ્રમુખ-ઉપપ્રમુખ માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં આમ આદમી પાર્ટીના બે સભ્યો નિષ્પક્ષ રહ્યા હતા. જયારે અપક્ષ ઉમેદવારે કોંગ્રેસને ટેકો આપતા ભાજપ-કોંગ્રેસ બંનેના આઠ-આઠ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા. પરંતુ બંનેનું સંખ્યાબળ સમાન થતા આખરે ચીઠી નાખવામાં આવી હતી. જેમાં બંને હોદાઓ ઉપર ભાજપના ઉમેદવારના નામો નીકળતા તેઓ હોદા પર બીરાજમાન થયા હતા. જેથી કાલાવડ તાલુકા પંચાયતમાં સતાનું સુકાન ચીઠીથી ભાજપને મળ્યું.

પ્રમુખ પદે મુકેશભાઇ પોપટભાઇ ડાંગરીયા અને ઉપપ્રમુખ પદનો તાજ નરવિજયસિંહ ઇન્દ્રવિજયસિંહ જાડેજાને પહેરાવ્યો હતો. પરંતુ આમ આદમી પાર્ટીના બંને ઉમેદવારોએ આ ચીઠી નાખવા બાબતનો વિરોધ નોંધાવ્યો હતો અને આ બાબતે હાઇકોર્ટમાં જવાની તૈયારી કરી હોવાનું જાણવા મળે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.