Abtak Media Google News

સ્પર્ધામાં 9 વજનમાં ગ્રુપ રહેશે: વિજેતા સ્પર્ધકોને કેશ પ્રાઈઝ, મેડલ, તેમજ સર્ટીફીકેટ દ્વારા કરાશે સન્માનીત

નિધિ સ્કૂલ – રાજકોટ અને નેક્ષસ ફીટનેશ જીમ – રાજકોટ દ્વારા આયોજિત તેમજ આર.કે. બિલ્ડર્સ અને ટીઈ ફીટનેશ સ્પોર્ટ્સના સહયોગથી ઓપન સૌરાષ્ટ્ર બોડીબિલ્ડીંગ ચેમ્પિયનશીપ  સૌરાષ્ટ્ર  -2021નું આયોજન બાલભવન ઓપન થીયેટર રેસકોર્ષ રીંગરોડ ખાતે તા .26 / 12 / 2021 રવિવારના રોજ કરવામાં આવેલ છે. આ સ્પર્ધામાં 9 વજનના ગ્રુપ રહેશે. 55 કિલો , 60 કિલો , 65 કિલો , 70 કિલો, 75 કિલો, 80 કિલો, 85 કિલો, 90 કિલો, 90+ પ્લસ કિલો.આ સ્પર્ધામાં ભાઈઓ ભાગ લેશે . વિજેતા સ્પેધકોને કેશ પ્રાઈઝ , મેડલ તેમજ સર્ટીફીકેટ દ્વારા સન્માનિત કરવામાં આવશે.

Advertisement

આ સ્પર્ધામાં ચીફ ગેસ્ટ તરીકે મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, જીલ્લા રમત ગમત અધિકારી વિરેન્દ્રસિંહ જાડેજા કર્ણાવતી કલબ અમદાવાદના ડાયરેક્ટર વિરલભાઈ પટેલ હાજરી આપશે . આ સ્પર્ધાને નિધિ સ્કૂલ રાજકોટ, મનોજભાઈ બોરિચા- આર.કે.બિલ્ડર્સ, જિમીભાઈ ભુવા – નેશનલ ફીટનેશ કલબ , ટીઈ સ્પોર્ટ્સના દિપકભાઈ, જતીનભાઈ જેઠવા – પ્રયોસા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ , ઉર્વેશ પટેલ શાંદિપની સ્કૂલ તેઓનો સહયોગ મળેલ છે . આ ટુર્નામેન્ટને સફળ બનાવવા ટુર્નામેન્ટ ડાયરેકટર યશપાલસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ અસ્ફાક ધૂમરા , જય ચંદનાની , હર્ષદ રાઠોડ જહેમત ઉઠાવી રહ્યા છે .

આ બોડી બિલ્ડિંગ સ્પર્ધાનું આયોજન આ પ્રમાણે રહેશે સવારે 08:00 થી 10:00 વજન અને રજીસ્ટ્રેશન બપોરે 11:00 થી 01:00 પ્રી જજીંગ અને સાંજના 05:00 થી 08:00 પબ્લિક સો વિજેતા સ્પર્ધકોને સન્માન માટેનો રહેશે . આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ સ્પર્ધાની માહિતી માટે અસ્ફાક ધૂમરા (9998837369) નો સંપર્ક કરવા જણાવવામાં આવે છે.

અબતક સાથેની વાતમાં ડાયરેકટર યશપાલસિંહ  ચુડાસમાએ જણાવ્યું હતુકે  ઓપન સૌરાષ્ટ્ર  બોડીબિલ્ડીંગ  ચેમ્પીયનશીપનો મુખ્ય હેતુ સારા બોડી બિલ્ડર રાષ્ટ્રીય કક્ષા એ સ્થાન મેળવે અને કોરોના કાળમાં શરીર ફીટ  હશે તો કોરોને હરાવી શકશું  અને અત્યાર સુધીમાં  આ ચેમ્પીયનશીપમાં 125 થી વધુ લોકોએ  રજીસ્ટ્રેશન કરાવી ચૂકયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.