Abtak Media Google News

વ્યસન, ફાસ્ટફુડ તેમજ વધારે પ્રમાણમાં મીઠાનો ઉપયોગ કરવાથી કિડની પર કરે અસર

અબતકનો લોકપ્રિય કાર્યક્રમમાં આયુર્વેદ આજે નહિ તો કયારેમાં રાજકોટ વૈદ્યસભાના ડો. પુલકિત બક્ષી, ડો. મેહુલ જોષીએ કિડનીના રોગમાં કઈ રીતે જાળવણી રાખવી એ વિશેની વિશેષ માહિતી પ્રસ્તુત કરવામાં આવ્યો હતો. જેનો સંક્ષીપ્ત અહેવાલ અહી રજૂ કર્યો છે. આવી માહિતીસભર આ કાર્યક્રમને બહોળો પ્રતિસાદ મળ્યો છે.

પ્રશ્ર્ન: કિડની શું છે?

જવાબ: કિડની દેખાતા નથી કિડની અવ્યવ જે શરીર માટે અગત્યનું છે. તે કિડની આપણા પાસણાની બંને બાજુ રહેલ હોય છે. 11 સીમી, 3 મીમી પહોળો અને 160 ગ્રામ હોય છે તે પ્રોસેસરનું મુખ્ય કાર્ય કરે છે.

પ્રશ્ર્ન: કિડની બગડી જાવી એટલે શું ?

જવાબ: અમૂક કારણો કિડનીના ફંગશનમા ફેરફાર થાય તેને લીધે તેની વિપરીત અસર શરીર પર દેખાવાની શરૂ થાય છે. કિડની બગડે એટલે સો પ્રથમ ડાયાલીસીસ કરવામાં આવે છે. અને ત્યારબાદ પણ શરીરમાં કોઈ સુધારો આવતો નહોય ત્યારે કિડની ને ટ્રાન્સપ્લાન્ટ કરવી ફરજીયાત થાય છે.

પ્રશ્ર્ન: આયુર્વેદમાં કિડની કઈ રીતે જોવામાં આવે છે.

જવાબ: આયુર્વેદમાં યુરિન નળી અને કિડની ને સાથે જ સંકળાયેલી માને છે.રકત અને મેદ ધાતુને કહેવામાં આવે છે.

પ્રશ્ર્ન: કિડની બગડવાના કયા કારણો છે

જવાબ: કિડની બગડવા મુખ્ય કારણ આપણા આહાર છે. મુખ્યત્વે મીઠુ છે વધારે પડતો મીઠાનો ઉપયોગ કરવાથી તેમજ જંકફૂડ અને ફાસ્ટફૂડ તેમજ વ્યસન મુખ્યત્વે છે.તેમજ ડોકટરની સલાહ વગર દવા લેવામાં આવે ત્યારે તે કિડની પર અસર કરે છે.

પ્રશ્ર્ન: કિડની માટે શુ જાળવણી રાખવી જોઈએ.

જવાબ: કિડની માટે ખાસ કરી ફાસ્ટફૂડ, જંકફૂડ વધારે મીઠુ ત્યાગ કરવો અને પૂરતી ઉંઘ તેમજ યોગ્ય ખોરાક, સ્ટ્રેસથી દૂર રહેવું.

પ્રશ્ર્ન: વ્યસન કિડની બગડવાનું કારણ ગણી શકાય ખરૂ?

જવાબ: કિડની બગડવામા મુખ્ય કારણ આલ્કોંહોલ છે.

પ્રશ્ર્ન: આયુર્વેદમાં કિડની ને સ્વસ્થ કરવાના કારણો જણાવો.

જવાબ: આપણા શરીરમાં મહત્વનો ભાગ પાણી છે. આપણા શરીર 70% પાણી છે. પરંતુ અપૂરતું પાણી એટલે પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ પ્રકૃતિ પ્રમાણે ખોરાક લેવો જોઈએ.

પ્રશ્ર્ન: કિડની બગડે તો શરીરમાં કઈ કઈ પ્રકારની તકલીફ જણાય છે.

જવાબ: થાક, તાવ, સોજા, બી.પી. આવી વગેરે તકલીફ જણાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.