Abtak Media Google News

‘જીએમડીસી’ ગુજરાત સરકારની કંપની એકપણ રૂપીયાના કરજ વિનાની જીરોડેટ કંપની લીગનાઈટ ઉત્પાદનમાં સૌથી મોખરે

ગુજરાત ખનીજ વિકાસ નિગમ લી. દ્વારા વહીવટી ધોરણે રાજય અને કેન્દ્ર સરકાર વચ્ચેના વહેવારોની સુગમતા વધારવા ઘણા લાંબા સમયથી  ચાલતી ગતીવિધીઓનાં અંતે નવીદિલ્હીમાં ક્ષેત્રીય કચેરીનું ઉદઘાટન કર્યું હતુ. ગુજરાત સરકાર દ્વારા બાબા ખડગ સિંહ માર્ગ પર રેસીડેન્સ કમિશ્નર આરતી કંવરના હાથે ઉદઘાટન કરવામાં આવ્યું હતુ આ અગાઉ દિલ્હીના કાર્યાલય  ખોલવાની દરખાસ્ત મેનેજીગ ડાયરેકટર રૂપવંતસિંહ દ્વારા કરવામાં આવી હતી.

ગુજરાત સરકારની માલીકીના  ગુજરાત  ખનીજ વિકાસ નિગમ લીમીટેડની  છ દાયકાથી  ઉચ્ચગુણવતા દ્વારા  ખનીજનું  ખનન અને પ્રોસેસીંગનું કામ કરે છે. પવન અનેસુર્ય ઉર્જાનું ઉત્પાદનનું પણ કામ કરે છે. સરકારની આ  કંપની પર કોઈપણ કરજ નથી એટલે કે કંપની જીરો ડેટ કંપનીનું ગુડવીલ ધરાવે છે. 2017માં જીએમડીસી ફોર્ચ્યુન  500 કંપનીમાં 132માં સ્થાન પર હતી અને તેને  માર્કેટ કેપીટેલાઈઝેશનમાં ખનન ક્ષેત્રમાં  ટોચના પાંચ જુથમાં  સામેલ કરવામા આવી હતી.

જીએમડીસી લીગ્નાઈટ ઉત્પાદનમાં ભારતની  સૌથી મોટી બીજા નંબરની કંપની છે. અને તે ગુજરાતમાં  સૌથી વધુ  લીગ્નાઈટ એક્ષપ્લોઝીવનું નિકાસ કરે છે. તે રાજયમાં લીગ્નાઈટ સમૃધ્ધ વિસ્તારમાં  ખનીજ કાઢે છે. અને  કાપડ, રાસાયણ, સીરામીક, ઈટ, પાવર ઉદ્યોગને માલ પૂરો પાડે છે. હવે તે   દિલ્હીની કચેરીથી વહીવટ કરશે.

જીએમડીસી તેના વિસ્તરણ માટે સજજ બની છે.  નવી ખાણો  નવા પ્રોજેકટ, હાથ પર લઈ રહી છે ત્યારે કેન્દ્રના વિવિધ મંત્રાલયો વિભાગો સાથે  સંકલન માટે  નવી દિલ્હીની કચેરી  ઉપયોગી નિવડશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.