Abtak Media Google News

કિશોરભાઈ કેશવલાલ કોટિચાના સ્મણાર્થે ડો.લોકેશજી અને ડો.જી.જી ગંગાધનના હસ્તે અર્પણવિધિ સમારોહ યોજાયો

સૌરાષ્ટ્ર મેડિકલ એન્ડ એજયુકેશનલ ચેરિટેબલ ટ્રસ્ટ,પ્રોજેકટ લાઈફ રાજકોટ દ્વારા કિશોરભાઈ કેશવલાલ કોટિચા તાલુકા પ્રાથમિક શાળા:ખોડિયારનગર ખાતે ડીજીટલ શિક્ષણ અને કોમ્પ્યુટર શિક્ષણના માધ્યમથી વિદ્યાર્થીઓને ટેકનોલોજીસભર શિક્ષણ આપવું અને સરકારના ભાર વગરના ભણતરને ઉત્તેજન આપવાના હેતુસર માહિતી અને પ્રસારણના માધ્યમથી શિક્ષણ આપવાના હેતુથી આ શાળાના દાતા સ્વ.કિશોરભાઈના સ્મણાર્થે, સ્વ.કિશોરભાઈ કેશવલાલ કોટિચા સ્માર્ટ કલાસ પ્રોજેકટ અંતર્ગત પ્રથમ સ્માર્ટ કલાસની અર્પણવિધિનો કાર્યક્રમ યોજાયો હતો.

આ અર્પણવિધિ શાંતિદૂત આચાર્ય ડો.લોકેશજી તથા બેંગ્લોરના સુપ્રસિધ્ધ આર્યુવેદાચાર્ય ડો.જી.જી.ગંગાધનના હસ્તે કરવામાં આવ્યો હતો.

આચાર્ય ડો.લોકેશનજીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે આજના ટેકનોલોજી યુગમા ડીજીટલ શિક્ષણ ખુબજ મહત્વનું છે.શિક્ષણની સાથે-સાથે વિદ્યાર્થી પ્રામાણિક,નીતીવાન અને રાષ્ટ્રનો આદર્શ નાગરિક બને એ ખુબ જરૂરી છે.

7537D2F3 9

ડો.જી.જી.ગંગાધનજીએ પ્રોજેકટ લાઈફની બાળકોના સવાંગી વિકાસ માટેની અદ્યતન સુવિધાયુકત શાળા નિર્માણ માટેની ઉમદા પ્રવુતિ અંગે પ્રસન્નતા વ્યકત કરતા કહ્યું કે,બાળકો તેને પ્રાપ્ત થયેલી સુવર્ણ તક અને અદ્યતન સુવિધાનો લાભ લઈ ઉજ્જવળ કારકિર્દીનું ઘડતર કરે તે ખુબ જ જરૂરી છે.

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરે પોતાના વ્યકતવ્યમાં પ્રોજેકટ લાઈફની શિક્ષણક્ષેત્રે રાજકોટ શહેર અને જિલ્લામાં શાળા નવનિર્માણ અને બાળકોની વિકાસલક્ષી પ્રવુતિઓને બિરદારી હતી.

પ્રોજેકટ લાઈફના જોઈન્ટ એકિઝકયુટીવ ટ્રસ્ટી મીતલ કોટિચા શાહ દ્વારા સંસ્થાના વિકાસયાત્રાની વિસ્તુત માહિતી આપવામાં આવી હતી અને સાથે-સાથે સંસ્થાની વિવિધ માનવક્લ્યાણ લક્ષી સેવા પ્રવૃતિઓની પણ માહિતી આપવામાં આવી હતી.

પ્રોજેકટ લાઈફના ચીફ વિકાસ ઓફિસર ઋષિકેશ પંડયાએ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. અને આ શાળાના વિકાસ યાત્રાની ઝલક આપી, સંસ્થા તરફથી બાળકોના સર્વાંગી વિકાસ માટે અપાતી સુવિધાઓનો ચિતાર આપી વિસ્તૃત માહિતી પુરી પાડી હતી.

આ કાર્યક્રમમાંને સફળ બનાવવામાં શાળાના આચાર્ય દિપેન ટોપરાની અને શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.