Abtak Media Google News

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં કાર્યરત બી કે શર્માને રેલ મંત્રી પીયૂષ ગોયલે નવી દિલ્હીમાં આયોજીત બે દિવસીય પરિવર્તન સંગોષ્ઠીના સમાપન પર રેલ સેફટી ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે સર્ટિફિકેટ ઑફ એક્સિલેંસ નું પ્રમાણપત્ર આપીને સન્માનિત કર્યા હતા.

ઘટના ૧૫ નવેમ્બર ૨૦૧૯ની છે ગાડી નંબર ૧૯૨૧૭ બાંદ્રા-જામનગર સૌરાષ્ટ્ર જનતા જ્યારે ખંડેરી-પડધરી સેકશન પરથી પસાર થઇ રહી હતી ત્યારે ગાર્ડ શર્માએ અસામાન્ય ઝટકો અનુભવ્યો. તેમને તરત જ તેની જાણ રાજકોટ કંટ્રોલ ઓફિસને તથા પડધરીના સ્ટેશન માસ્ટરને આપી તથા તપાસ થાય ત્યાં સુધી બંને તરફથી ટ્રેનની અવરજબર તરત જ રોકવાનું કહ્યું. સાથે સાથે તેમણે સમપાર ફાટક નં. ૧૩૭ પર ગેટમેનને લેખિત સૂચના આપીને તેને તરત જ સાઇટ પર જવાનું કહયું. તદનુસાર ગાડી નં. ૧૯૨૬૪ દિલ્લી-પોરબંદર સરાઈ રોહિલ્લા એક્સપ્રેસ તથા ૫૯૨૦૭ ભાવનગર-ઓખા લોકલ ને ખંડેરીમાં જ થોભાવી દીધી. ગેટમેન દ્વારા તપસા કરતાં ટ્રેક પર રેલ ફ્રેક્ચરની જાણ થઇ. આ પ્રકારે શર્માજીની સતર્કતા તથા સજાગતાથી થનાર રેલ દુર્ઘટનાને રોકવામાં આવી. રાજકોટ ડિવિઝનલ રેલ પ્રબંધક પરમેશ્વર ફુંકવાલે શર્માના આ ઉત્કૃષ્ટ કામની પ્રસંશા કરી તથા તેમને અભિનંદન પાઠવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.