Abtak Media Google News

નિતીન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીના હસ્તે ઉદ્ઘાટન અને પ્રથમ આરતી: પ્રથમ નોરતાના વિજેતાઓને ઈનામ વિતરણે

સહિયરના પટાંગણમાં માતાજીના મંદિરે વિધીવત રીતે માર્ંની સ્થાપના કરી બ્રહ્મદેવતાના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સહિયરના પ્રથમ મહેમાન ભાજપના પ્રદેશ અગ્રણી નિતીનભાઈ ભારદ્વાજ તથા વંદનાબેન ભારદ્વાજ, મ્યુ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી તથા કૈલાશબેન ભંડેરીના હસ્તે રીબીન કાપી ખુલ્લો મુકાયો હતો. પ્રથમ નોરતે માંની પ્રથમ આરતીમાં મહેમાનો તથા પ્રેસીડેન્ટ સુરેન્દ્રસિંહ વાળા, ક્રિષ્નલભાલસિંહ વાળા, ચંદુભા પરમાર, કૃષ્ણસિંહ જાડેજા, યશપાલસિંહ જાડેજા, ધૈર્ય પારેખ તથા તમામ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

પ્રથમ નોરતાની શ‚આત સંગીત ગ્રુપ જીલ એન્ટરટેનમેન્ટ સાથે તેજસ શીંશાગીયા તથા ચાર્મી રાઠોડે આદ્યશકિત માંની આરતી ગાઈ કરી હતી ત્યારબાદ લોકલાડીલા ગાયક રાહુલ મહેતાએ ખેલૈયાઓને ડોલાવ્યા હતા અને રાસે રમવા મજબુર કર્યા હતા. વિરામ વિના ખોડીદાસ વાઘેલાના રીધમ ટીમ, દિપકભાઈ, સાગર, રવિના સથવારે ટીટોડાનો પ્રારંભ કરતા રાહુલ મહેતાના સુરના સથવારે આયોજકો પણ રાસે રમ્યા હતા. આજે સ્ટાર અમિતાભ બચ્ચનના જન્મદિવસે સહિયર કલબે તેજસ શીંશાગીયાના બચ્ચન સ્પેશિયલ ગીતો દ્વારા બચ્ચનબાબુને હેપી બર્થ ડે કહ્યું હતું. ત્યારબાદ માતૃવંદના કરી વંદેમાતરમ ગીત સાથે રાસોત્સવને વિરામ અપાયો હતો.  વિજેતાઓને સહિયર કલબના મહેમાનોમાં પંકજભાઈ ફીચડીયા, જયદીભાઈ રેણુકા, દિવ્યરાજસિંહ જાડેજા, જગદીશભાઈ દેસાઈ, એડવોકેટ દિલીપસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ ધાખડા, મહેશભાઈ ધામેચા, મેઘરાજસિંહ જાડેજા, પુનિતભાઈ, દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યેશ વાઘેલા, ભરતભાઈ વ્યાસ, રવિ ખેરૈયા, જતિન બગડાઈ તથા નિલેષભાઈ વાળાના હસ્તે ઈનામો અપાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.