Abtak Media Google News

ઈમીટેશન માર્કેટમાં ચીનનું પ્રભુત્વ ઘટતા રાજકોટનાં માર્કેટ માટે ભવિષ્યમાં સોનાનો સુરજ ઉગશે

રાજકોટ ઈમીટેશન જવેલરી માર્કેટ દેશનું હબ છે ત્યારે ઈમીટેશન માર્કેટની પરીભાષામાં પણ પરીવર્તનના પાયા નાખવામાં રાજકોટ ઈમીટેશન માર્કેટ મોખરે છે. જવેલરીની વાત કરીએ તો સોના સામે પોતાની ઓળખ ટકાવી રાખી છે. તેમજ હાલ રાજકોટ જવેલરી ઈમીટેશન માર્કેટને મોટી તક ઉભી થઈ છે. મહામારીના સમયગાળા વચ્ચે ચીન તરફ અવિશ્ર્વાસ હોવાથી ચાઈનીઝ વસ્તુઓનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે. ચાઈના ઈમીટેશન જવેલરી માર્કેટનો ૩૫ થી ૪૦ ટકા ધંધો ભારત પાસેથી લઈ જાય છે ત્યારે સરકારે ઈમીટેશન જવેલરીને લગતા સામાન ખરીદવામાં ચીનના સ્થાને કોરીયાને પ્રાધાન્ય આપવાની તૈયારી કરી છે. જેનાથી ચીનનું પ્રભુત્વ ઘટશે. જવેલરી ઈમીટેશનમાં કાસ્ટીંગ મેન્યુ ફેકચરીંગમાં રાજકોટનો મહત્વપૂર્ણ ફાળો છે. જે દેશના વિવિધ રાજયો તેમજ અન્ય દેશોમાં ઈમીટેશનની વિવિધ આઈટમને નિકાસ કરાવવામાં આગળ વધારીને ઈમીટેશન જવેલરી માર્કેટમાં વિકાસ સર્જયો છે.

Advertisement

ચાઈનાએ ટેકનોલોજી સાથે ઈમીટેશન માર્કેટમાં કામ કરાવી રહી છે. લેબરમાં તેમજ કારીગરો પાસે ટેકનોલોજીનો ઉપયોગ કરાવી ફિનીસીંગ સાથે આધુનિક ડિઝાઈનવાળી જવેલરીનું ઉત્પાદન કરે છે. ભારતમાં ફિનીશીંગ ક્ષેત્રે કાસ્ટીંગ મેન્યુફેકચરીંગનો મહત્વપૂર્ણ હાથ છે ત્યારે હાલ રાજકોટ ઈમીટેશન જવેલરી ખાતે કારીગરો તે ટેકનોલોજી સાથે માહિતગાર કરી નવી અદ્યતન ડિઝાઈનવાળી ઈમીટેશન જવેલરીની ઉત્પાદન ક્ષેત્રે વિકાસ કરવા મંડાણ કરવાનું છે. ગૃહ ઉધોગમાં મોટો ઉધોગ ઈમીટેશન જવેલરી માર્કેટ છે. ઈમીટેશનની એક આઈટમ પાછળ ૨૦ થી ૨૫ લોકોને રોજગારી મળી રહે છે. તેમજ રાજકોટ ખાતે ઈમીટેશન જવેલરી માર્કેટનું ગૃહ ઉધોગ કુદરતી રીતે વિકસ્યુ છે. સરકાર એમએસએમઈ માર્કેટને જેવી સહાય હાલ કરી રહી છે તેને લઈ ઈમીટેશન માર્કેટ વેપારીઓએ સરકારને સહયોગની અપીલ કરવામાં આવી રહી છે જેથી રાજકોટ ઈમીટેશન જવેલરી માર્કેટમાં વિકાસની મોટી તક ઉભી કરી શકે છે.

કાસ્ટીંગ મેન્યુફેકચરીંગ ઈમીટેશન જવેલરી ક્ષેત્રે મહત્વનો પાયો: અલ્પેશભાઈ પટેલ (ઉષા કાસ્ટીંગ)

Vlcsnap 2020 06 20 11H36M55S179

ઉષા કાસ્ટીંગનાં અલ્પેશભાઈ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમારું ઈમીટેશનમાં મેન્યુફેકચરીંગનું યુનિટ છે. જે રાજકોટના ઈમીટેશન માર્કેટમાં પાયાનું ગણવામાં આવે છે. હોલસેલ તથા રીટેલમાં સપ્લાય કરીએ છીએ. ભારત દેશમાં અને અન્ય દેશોમાં સપ્લાય કરતું અમારું માર્કેટ છે. ઈમીટેશનમાં હાલ બે વર્ગના લોકો પહેરી શકે તે રીતનું માર્કેટ ઉભુ થયું છે. જોવા જઈએ તો સોના જેવું હાલ ઈમીટેશન માર્કેટ થયું છે. વિવિધ દેશોમાં જવેલરી માર્કેટની જે દરેક પ્રોડકટનો નિકાસ થાય છે તે માત્ર કાસ્ટીંગને લીધે શકય બન્યું છે. રાજકોટમાં કાસ્ટીંગ દ્વારા અસંખ્ય પ્રકારની જવેલરી પ્રોડકટ બનતી હોય છે. વેસ્ટલોસ કાસ્ટીંગ પઘ્ધતિની ચાઈના જેવા દેશોમાં ઉપયોગ થાય છે. જે હવે રાજકોટમાં પણ ઉપયોગ થાય છે. આ વસ્તુના ઉપયોગથી કોઈપણ જવેલરીની ફીનીસીંગ આપી શકયા છીએ. ઈમીટેશન જવેલરી મેન્યુફેકચર એસોસીએશનએ લોકલ ફોર લોકલનો વધુ આગ્રહ રાખવાનું કહ્યું છે. જે ચાઈનીઝ પ્રોડકટનો હાલ બહિષ્કાર થાય છે તેને લઈ ઈજમા દ્વારા આ નિર્ણય લેવાયો છે. જો આ ફિનીસીંગમાં અમેદજી આગળ વિકાસ કરીશું તો ચાઈના કરતા સસ્તામાં અને સારી કવોલીટીની ઈમીટેશનની આઈટમો વેચાતું કરશે. જે રાજકોટ માટે મોટી તક છે. આવનારા સમયમાં કાસ્ટીંગ મેન્યુફેકચરીંગમાં વિશાળ તકો ઉભી થઈ શકશે.

ઈમીટેશન જવેલરી માર્કેટને સોનેરી તકની રાહ: જીતેન્દ્રભાઈ શાહ (શ્રદ્ધા ઈમીટેશન)

Vlcsnap 2020 06 20 11H37M23S194

શ્રદ્ધા ઈમીટેશનની જીતેન્દ્રભાઈ શાહએ અબતક સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ભારતમાં સારામાં સારું જો ઈમીટેશન માર્કેટ હોય તો રાજકોટ છે. રાજકોટમાં ઈમીટેશન માર્કેટ કુદરતી રીતે વિકસાવ્યું છે.જવેલરી અને સોના-ચાંદી માટે રાજકોટ એક હબ છે. ઈમીટેશનમાં પણ ઘણા પ્રકારની જવેલરી મળે છે જે સોના કરતા ઘણા ઓછા ભાવે વહેચાય છે. રાજકોટમાં કાસ્ટીંગ વેબ કે જેમાં એવીયેબલ અને બ્રાસ કાસ્ટીંગનું કામ વધારે ચાલે છે. ચાઈનાના માલના બહિષ્કારથી રાજકોટની ઈમીટેશન માર્કેટને ખુબ જ ફાયદો થશે. રાજકોટનું માર્કેટ એ ક્રિએટીવ માર્કેટ છે. ચાઈના જેવી જવેલરી રાજકોટમાં પણ બને છે પરંતુ અહીંની માર્કેટને ગર્વમેન્ટ કે આંતરીક સમર્થન મળે તો આગળ આવી શકે. આવનારા સમયમાં માર્કેટ ફરી ધમધમવા માટે ગર્વમેન્ટ પાસે સહયોગની આશા છે. ગર્વમેન્ટ કોઈપણ રીતે સહાય કરશે તો અમારા ધંધા ધમધમશે. ઈમીટેશન માર્કેટ એ ગૃહ ઉધોગનું મોટામાં મોટુ માર્કેટ છે. જેને લીધે ગૃહ ઉધોગને

મોટા પ્રમાણમાં પ્રોત્સાહન મળી રહે છે. અમે પાસ કરીને માઈકીન ગોલ્ડ, પ્લેટીનીયમ જવેલરી બનાવીએ છીએ જેનો વપરાશ લાંબો સમય સુધી થાય છે અને એકદમ ફેન્સી જવેલરી બનાવીએ છીએ. હાલની પેઢીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે. જે યુઝ એન્ડ થ્રી જવેલરીની માંગ છે તે ભવિષ્યમાં વધશે તેવી શકયતા છે અને એક જ જવેલરીનું ઉત્પાદન રાજકોટમાં થાય છે. હાલ માર્કેટને ફકત ટકાવી રાખીએ તો ભવિષ્યમાં ઈમીટેશન જવેલરી રાજકોટનું ઉધોગ ક્ષેત્ર નામ થઈ શકે છે.

ઈમીટેશન જવેલરી માર્કેટને સરકારના સહયોગની અત્યંત જરૂર: જીજ્ઞેશભાઈશાહ (શ્રી ઈમીટેશન)

Vlcsnap 2020 06 20 11H38M26S60

શ્રી ઈમીટેશનનાં જીજ્ઞેશભાઈ શાહએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઈમીટેશન જવેલરી માર્કેટની ડિઝાઈન અને પેટર્ન ગોલ્ડ માર્કેટ સમક્ષ હોય છે તેમજ લઘુતમ ખર્ચમાં તૈયાર થતી હોય છે. તે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને પરવડે તેવી કિંમતમાં હોય છે. ખાસ ત્રણ પ્રકારમાં ઈમીટેશન જવેલરી બનાવવામાં આવે છે. ઈમીટેશન જવેલરી ગોલ્ડ, ડાયમંડ જવેલરી સાથે રાજકોટ પહેલેથી જ સંકળાયેલું છે. ગોલ્ડ-સિલ્વરના ભાવમાં મોટા ઉછાળા જોવા મળી રહ્યા છે. જેનાથી ઈમીટેશન જવેલરીને મોટો ફાયદો થયો છે. ગોલ્ડના અને સિલ્વર ઘરેણા બનાવનારા કારીગરો ઈમીટેશન જવેલરી બનાવવા તરફ વળ્યા છે. રાજકોટની માર્કેટ ઉત્પાદન વિશાળ છે. વિશ્ર્વનાં તમામ દેશોમાં રાજકોટથી ઈમીટેશન જવેલરી નિકાસ થાય છે છતાં આધુનિકતાની દ્રષ્ટીએ રાજકોટ હજુ પાછળ છે. ચાઈના સામે ઉભા રહેવા રાજકોટ ઈમીટેશન માર્કેટ અને ટેકનોલોજી સાથે કામ કરતું થવું પડશે. આધુનિક સહાયની ખુબ જ‚રછે. ચાઈનામાં ઈમીટેશનમાં ફિનીશીંગમાં પકડ છે ત્યારે રાજકોટ માર્કેટએ તે વાત ધ્યાને લઈ આગળ વધવું જોઈએ. સમય સાથે ચાલવાની કારીગરોને સુવિધા કરાવવી જરૂ‚રી તેમાં સરકારની સહયોગની ખુબ જ‚રૂર છે. આમ જોઈએ તો અમારો ઉધોગ એમ.એસ.એમ.ઈ.માં જ આવે છે. કાસ્ટીંગમાં રાજકોટની માસ્ટરી છે. સમગ્ર ભારતમાં તળીયાનાં ભાવનું કાસ્ટીંગ સસ્તા ભાવમાં અને સારી ગુણવતાવાળુ કામ રાજકોટ સિવાય બીજા કોઈ શહેરમાં શકય નથી. રાજકોટની કાસ્ટીંગની વાત કરીએ તો કાનના જુમખા સેટ સારી ગુણવતા અને લાંબો સમય ટકે તેવા બને છે. ફેન્સી જવેલરીમાં પણ રાજકોટ આગળ વધી રહ્યું છે. સરકારને અપીલ છે કે રાજકોટમાં ઈમીટેશન ઉધોગને સરકારના સહયોગથી સ્તર પર લઈ જઈ શકાશે.

ફેન્સી ડિઝાઈન જવેલરી પર મોટી પકડ નરેન્દ્રભાઈ મહેતા (મહાવીર ઈમીટેશન)

Vlcsnap 2020 06 20 11H34M50S203

મહાવીર ઈમીટેશનના નરેન્દ્રભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, ઈમીટેશન જવેલરી રાજકોટ ખાતે બનવાનું ૩૦ વર્ષથી શરૂ ‚થયું છે. ભારતમાં રાજકોટએ ઈમીટેશન જવેલરીનું હબ બની ગયું છે. આ એક ગૃહ ઉધોગ છે. આમાં ભણતર કે સ્કીલ કે ટેકનોલોજીની જરૂ‚ર રહેતી નથી. આ ઉધોગમાં મહિલાઓ મોટા પ્રમાણમાં સંકળાયેલ હોય છે. ઘર દીઠ દરેક વ્યકિત આ ઉધોગથી પોતાનું જીવન ધોરણ આગળ વધારી શકે છે. રાજકોટમાં બે પ્રકારની ઈમીટેશન જવેલરી બને છે જેમાં એક ઉપયોગ કરી ફેંકી દેવાય છે અને બીજી ટકાઉમાં સારી સોના જેવી અને મોંઘી હોય છે. સામાન્ય રીતે ડાયમંડ ગોલ્ડન-સિલ્વર તેમજ મોતી કારીગરીની જવેલરીઓ રાજકોટમાં બનાવવામાં આવે છે. ઈમીટેશન જવેલરીઓ નિકાસ કરી રાજકોટથી દેશના વિવિધ રાજયો તેમજ ઘણા દેશોમાં નિકાસ થાય છે. ગલ્ફ દેશોમાં આફ્રિકા જેવા દેશોમાં રાજકોટની ઈમીટેશનની ખુબ માંગ હોય છે. હાલની કોવિડની મહામારીને લીધે ચાઈનીઝ પ્રોડકટનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે જેનો ભારત ઈમીટેશન જવેલરીને ફાયદો થશે. જે જવેલરી આઈટમો બનતી તે ભારતની ૩૫ થી ૪૦ ટકાનો વ્યવસાય લઈ જતી. હવે ભારતને આ ઉધોગમાં મોટો ફાયદો થઈ શકે છે. રાજકોટ ઈમીટેશન માર્કેટનું હબ છે ત્યારે જો અહીં આનો વ્યાપ વધારવામાં આવે. ખાસ તો હવે ટેકનોલોજીનો પણ આ ઉધોગમાં ઉપયોગમાં આવે તો ઈમીટેશન ઉધોગમાં લીકવીડીટીમાં શાહી ફેરફાર જોવા મળશે. હાલ રાજકોટમાં કાનના બુટી, નેકલેશ, ચેન, બંગડીઓ આવી વસ્તુઓનું ઉત્પાદન થાય છે. તેની સાથે નવી ડિઝાઈન અને ફ્રેન્સી પ્રોડકટ પણ રાજકોટમાં બનવા લાગી છે. મારી સરકારને અપીલ છે કે અમારા વ્યવસાયને સહયોગ કરે જેથી અમારા વ્યવસાયમાં સુધારો થઈ શકે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.