Abtak Media Google News

સોનિયા ગાંધીની આગેવાનીમાં વિપક્ષની મહત્વની બેઠક: સંસદના ચોમાસુ સત્રની રણનીતિનો પણ સમાવેશ

રાષ્ટ્રપતિ પદની ચુંટણીમાં એનડીએના ઉમેદવારને નિતીશે ટેકો જાહેર કરતા યુપીએના મહાગઠબંધનમાં તિરાડ પડી હતી જો કે રાહુલ ગાંધી સાથે વાતચીત બાદ હવે નિતીશ દ્વારા ઉપરાષ્ટ્રપતિ પદ માટે યુપીએના ઉમેદવારને ટેકો આપવાની ઘોષણા કરી હતી. ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બાબતે આજે વિપક્ષ દ્વારા બેઠક બોલાવવામાં આવી છે. જેમાં ઉમેદવારના નામની જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના છે.

જોકે વિપક્ષી બેઠકમાં નિતીશ હાજર રહેશે નહી કારણ કે તેઓ બિહારના વિદ્યાયકો અને મંત્રીઓને સંબોધવાના છે. જેથી શરદ યાદવ અને કે.સી.ત્યાગી વિપક્ષની બેઠકમાં ભાગ લેશે. વિપક્ષ દ્વારા પ્રકાશ આમવેડકર અને પશ્ર્ચિમ બંગાળના પૂર્વ રાજયપાલ ગોપાલ ક્રિષ્ન ગાંધીના નામ ઉપર ચર્ચા કરવામાં આવી રહી છે. જોકે ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બાબતે આજે સ્પષ્ટતા થવાની પુરી સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે.

આ બેઠકમાં કુલ ૧૮ પાર્ટીઓનો વિપક્ષ જોડાશે. જેમાં સોનિયા ગાંધીની આગેવાનીમાં ઉમેદવારના નામ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવશે. આ પક્ષોમાં એનસીપી, રાજદ, ડાબેરી, ટીએમસી, એસપી, બિએસટી, ડિએમકે વગેરે જોડાય તેવી સંભાવના છે. આ ઉપરાંત બેઠકમાં સંસદના ચોમાસુ સત્રની રણનિતી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.