Abtak Media Google News

કેરલમાં સબરીમાલામાં ભગવાન અયપ્પાના મંદિરમાં બે મહિલાઓના પ્રવેશને કારણે રાજ્યમાં વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બની ગયું છે.જુદાજુદા હિંદૂવાદી સંગઠનોએ આજે રાજ્ય વ્યાપી બંધનું એલાન કરેલ છે. બુધવારે, મુખ્ય જૂથ ‘સબરીમાલા કર્મ સમિતિ’ ના 55 વર્ષીય કાર્યકર્તા ભાજપ અને સીપીઆઈએમના કાર્યકર્તાઓ વચ્ચે ગંભીર અથડામણોમાં ઘાયલ થયા હતા, જેને ગંભીર ઈજા થઈ હતી. પોલીસ હાલમાં તેની તપાસ કરી રહી છે

Advertisement

કોંગ્રેસ નીતિ યુનાઇડેટ ડેમોક્રેસી ફ્રંટ(UDF)એ રાજ્યમાં “બ્લેક ડે” મનાવવાનો નિર્ણય કર્યો છે.કેરલમાં વારંવાર બંધના કારણથી કેટલાક વેપારીઓ ને મુશ્કેલી થાય છે જેથી તે લોકોએ બંધના નિર્ણય ન માનીને પોતાનો વેપાર ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે.બુધવારે કાળા રંગના પરિધાનો પહેરીને 40 વર્ષની બે મહિલાઓ હિંદૂવાદી સંગઠનોની ધમકીઓની પરવા કર્યા વિના  ભગવાન અયપ્પાના મંદિરમાં પ્રવેશ કરીને વર્ષો જૂની પરંપરાને તોડી હતી.

સબરીમાલા મંદિરમાં મહિલાના પ્રવેશના સમચાર આગની જેમ પ્રસરી ગયા.અને અનેક સ્થળો પર વિરોધ પ્રદર્શન થયું અને કેટલીક  જગ્યાએ હિંસક પ્રદર્શન કર્યું હતું.રાજ્ય સચિવાલય લગભગ પાંચ કલાક સુધી સંઘર્ષ સ્થળ બની ગયું અને શાસક સીપીઆઈ અને ભાજપના કાર્યકરો અથડાયા અને તેઓએ એક બીજા પર પથ્થરમારો કર્યો. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે પોલીસને ટિયર ગેસ છોડવાની ફરજ પડી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.