Abtak Media Google News

૨૧ જાન્યુ. ૨૦૧૯નું પ્રથમ પૂર્ણ ચંદ્ર ગ્રહણ: ખગોળીય ઘટનાનો ઉત્કષ્ટ નજારો ‘સુપર બ્લડ વુલ્ફ મુન’ દેખાશે

૨૦૧૯ અંતરીક્ષ માટે એક શાનદાર વર્ષ થવા જઈ રહ્યું છે. વાસ્તવમાં આ વર્ષનો પ્રથમ મહિનો ખગોળવિદો માટે ખૂબજ આશ્ચર્ય ચકિત ઘટનાઓ લઈને આવી રહ્યો છે. આ મહિનામાં એક દુર્લભ ચંદ્ર ઘટના સુપર બ્લડ મુન વાસ્તવમા ચંદ્ર ઘટનાઓની એક મહત્વની ફિફેકટા બનવા જઈ રહી છે ફૂલ ચંદ્રગ્રહણ, સુપર બ્લડ મુન અને ‘વુલ્ફમુન’ અને સુપર બ્લડમુન પણ કહેવામાં આવે છે. ૨૦૧૯માં સુપરમૂન જે ૨૦ અને ૨૧ જાન્યુઆરીના રોજ દેખાશે. અમેરિકા અને પશ્ચિમી યુરોપ અને આફ્રિકાના કેટલાક હિસ્સામાં લોકોને દેખાશે. આ ચંદ્રગ્રહણને વધુ વિશેષ બનાવે છે. આ ૨૬મે ૨૦૨૧ સુધીનું અંતિમ ચંદ્રગ્રહણ છે. મહત્વનું છે કે ગત વર્ષે ૨૭ જુલાઈના છેલ્લુ ગ્રહણ થયું હતુ.મહત્વનું છે કે નેશનલ જીયોગ્રાફી દ્વારા જણાવાયું છેકે ફુલ ચંદ્રગ્રહણ ૨૧ જાન્યુઆરીએ સવાર ૧૦.૧૧ વાગ્યાથી શરૂ થશે. અને ૬૨ મિનિટ સુધી ચાલશે ભારત સહિત એશિયાના અધિકાંશ લોકોના પૂર્ણ ગ્રહણને યાદ કરશે. જયારે પૂર્વ આફ્રિકા અને પૂર્વ યૂરોપમાં લોકોને આંશિક ચંદ્રગ્રહણ જોવા મળશે જે સવારે ૧૦.૧૧ વાગ્યાથી પહેલા શરૂ થશે. અને ૬૨ મિનિટ સુધી રહેશે. આંશિક ગ્રહણ અને ફુલ ગ્રહણ સહિત પૂર્ણ ચંદ્ર ઘટના ૩.૫ કલાક સુધી રહેશે.ઉલ્લેખનીયછે કે ફૂલ ચંદ્રગ્રહણ ત્યારે જ થાય છે. જયારે સૂર્ય પૃથ્વી અને ચંદ્રમાં પુરી રીતે એકલાઈનમાં હોય અને પૃથ્વી સૂર્યનાપ્રકાશને ચંદ્રમાં સુધી જતા રોકે આ ઉપરાંત પૂર્ણ ચંદ્ર હોય એટલે કે ફૂલમૂન ડે(પૂનમ)ના દિવસે જ ચંદ્રગ્રહણ હોય છે.જયારેસુપર બ્લડ એક ઘટના છે. જેમાંચંદ્ર વિશેષ રૂપે મોટો અને ઉજજવળ દેખાય છે. જેમાં એક લાલ ચમક હોય છે. સુપરમુન દરમિયાન ચંદ્રમાં પૃથ્વીથી સામાન્યથી અધિક નજીક હોય છે. જેનાથી તે એક મોટો અને ચમકદાર દેખાય છે. ફૂલ ચંદ્રગ્રહણદરમિયાન જયારે સૂર્યનો પ્રકાશે પૃથ્વીના વાયુમંડળમાંથી પસાર થાય છે. અને સૂર્યના પ્રકાશની નાની તરંગદૈર્ધ્ય પૃથ્વીની છાયાની બહાર વિખેરાઈ જાય છે.લાલ ચમક પૃથ્વીના વાતાવરણમાં ધૂળ અને વાદળોની માત્રા પર નિર્ભર કરે છે.વધુ ધૂળ ચંદ્રમાને વધુ લાલ બતાવે છે.બીજી તરફ વુલ્ફમુન એક પૂર્ણિમાનું ઉપનામ છે જે સહિયોમાં એકવાર દેખાય છે. આ નામ અમેરિકી જનજાતીઓ દ્વારા આપવામાં આવ્યું હતુ અમેરિકી જનજાતીઓ દ્વારા વુલ્ફનો શિકાર કરવામાં આવતો અને ઠંડીની ઋતુમાં તેનો ભોજનમાં ઉપયોગ થતો હતો. અને હવે આ ઠંડીની ઋતુમાં નવા વર્ષની શરૂઆત સાથે ખગોળીય ઘટનાનો ઉત્કૃષ્ટ નજારો જોવા તૈયાર થઈ જાવ કેમકે ૨૧ જાન્યુઆરીએ સુપર બ્લડ વુલ્ફમુન દેખાશે જે ૨૦૧૯નું પહેલુ પૂર્ણ ચંદ્રગ્રહણ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.