Abtak Media Google News

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા મધ્યમથી ભારે વરસાદની આગાહી: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકોમાં મેઘમહેર: સવારથી ઊંઝા, મહેસાણા અને પાટણમાં વરસાદી માહોલ: મહેસાણામાં દોઢ ઈંચ વરસાદ

ગુજરાતમાં ચોમાસુ જામ્યુ છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગના એક્સપર્ટસ અનુસાર, આજથી ત્રણ દિવસ ગુજરાતમાં વરસાદ ની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ ગુજરાતમાં સારો વરસાદ રહેશે. 20 અને 21 સપ્ટેમ્બરના ફરી વરસાદનું જોર વધશે. ગુજરાતમાં હજી 25 ટકા વરસાદની ઘટ છે. જે આ ત્રણ દિવસમાં પૂરી થાય તેવી શક્યતા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 115 તાલુકોમાં મેઘમહેર થઈ છે અને સવારથી સૌથી વધુ વરસાદ મહેસાણાના ઊંઝામાં દોઢ ઈંચ વરસી ચુક્યો છે જો કે સૌરાષ્ટ્ર કોળું ધાબળ રહ્યું હતું.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા સારા વરસાદની શક્યતા છે ત્યારે આ સિસ્ટમને કારણે રાજ્યમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. જેની અસરને કારણે ચાર દિવસ રાજ્યના વિવિધ વિસ્તારમાં વરસાદી માહોલ રહેવાની અને કેટલાક ભાગોમાં ભારે વરસાદ પણ થવાની શક્યતાઓ છે. વરસાદની શક્યતાઓને કારણે ખેડૂતોને રાહત મળી છે. નોંધનીય છે કે, ગુજરાતમાં 24.36 ઈંચ સાથે મોસમનો સરેરાશ 73.67% વરસાદ નોંધાઇ ચૂક્યો છે અને હવે વરસાદની ઘટ માત્ર 19% છે. તે પણ ઓછી થવાની શક્યતાઓ છે.

હવામાન ખાતાની આગાહી પ્રમાણે, આ સપ્તાહમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર, ડિપ્રેશનમાં ફેરવાયા બાદ હવે ફરીથી લો-પ્રેશરમાં ફેરવાઈ ગયું છે. જે હાલની સ્થિતિએ મધ્યપ્રદેશ પર છે. જે આગામી થોડા દિવસો સુધી મધ્ય ગુજરાત પર રહેશે અને 48 કલાકમાં ધીમે ધીમે નબળું પડતું જશે. જેના કારણે મધ્ય પ્રદેશ તથા તેના પાડોશી રાજ્યો ગુજરાત અને રાજસ્થાનમાં વરસાદી માહોલની પૂરેપૂરી શક્યતાઓ છે. આ સિસ્ટમને કારણે આજથી 23 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં સારા વરસાદની શક્યતા છે. આ સિસ્ટમને કારણે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો આવે તેવી વકી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે મહીસાગર, વડોદરા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુરમાં ભારે વરસાદ વરસી શકે છે. મંગળવારે વડોદરા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, અમરેલી, ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની પૂરી સંભાવના છે. અમદાવાદમાં આગામી પાંચ દિવસ વરસાદી માહોલ રહેશે અને હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.