Abtak Media Google News

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે રાજકોટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું

ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ:  ક્યાક સામાન્યથી ભારે તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન

એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી હવામાન વિભાગે રાજકોટ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જેથી આગામી 24 કલાક રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

Advertisement

રાજ્યમાં હાલ એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી 24 કલાક રાજ્યમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ આગામી 24 કલાકમાં રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદનો અનુમાન છે. તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર, જામનગરમાં ભારે વરસાદનું અનુમાન છે. અમદાવાદમાં પણ આજે આખો દિવસ ભારે વરસાદનું અનુમાન છે.  અમદાવાદના કેટલાક ઠેકાણે અતિથી અતિભારે વરસાદની અનુમાન હવામાન વિભાગે વ્યકત કર્યો છે.

આગામી 24 કલાક રાજકોટને પણ વરસાદ ઘમરોળશે. અહીં પણ  અતિ ભારે વરસાદનો અનુમાન છે.  હવામાન વિભાગે વરસાદને લઇને ગુજરાતના 6 જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે તો 11 જિલ્લામા ઓરેન્જ એલર્ટ આપ્યું છે, 8 જિલ્લમાં યલો અલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.હવામાન વિભાગની આગાહી મુજબ  રાજ્યમાં ત્રીજા રાઉન્ડમાં રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદનો અનુમાન છે. ક્યાક સામાન્યથી ભારે તો કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે.

ગીર સોમનાથ જિલ્લામાં મૂશળધાર વરસાદ વરસતા દેવકા નદીમાં પાણીની ભરપૂર આવક થઇ. નદી કાંઠાના કરમચંદબાપા ચોક, સિંધી વાડી, બીહારી નગર વિસ્તારમા પાણી ઘૂસી ગયા હતા. ગીર સોમનાથમાં વેરાવળમાં બાદલપરા ગામ પાસે આવેલ સરસ્વતી નદીમાં પાણીની જોરદાર આવક થઇ છે. નદીનું જળસ્તર ખતરાના નિશાનની ઉપરત વહેતા નદીના પાણી બ્રિજ પર ફરી વળ્યા છે. પ્રાચીતીર્થમા સરસ્વતી નદીમા ઘોડાપૂર આવતા મોડી રાત્રે ઘાટ પાણીમાં ગરકાવ થઇ ગયો.ગીર સોમનાથના વેરાવળની સોસાયટી વિસ્તારમાં પાણી ભરાઇ જતાં  જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. આઝાદ સોસાયટી, શિવજી નગર, બજરંગ સોસાયટી, હાઉસિંગ સોસાયટી સહિતના વિસ્તારમાં પાણી ભરાતા લોકોની મકાનમાં રહેલી ઘરવખરીને પણ નુક્સાન થયું છે. ગીર સોમનાથમાં સુત્રાપાડાના પસનાવડા ગામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાનીમાં વધારો થયો છે.

ગીર સોમનાથના કોડિનારમાં પણ સાંબેલાધાર વરસાદ વરસ્યો છે. નિચાણવાળા વિસ્તારોમાં  ઘુંટણસમા પાણી ભરાતા લોકોની હેરાનગતિ વધી છે.અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા મોટા મુંજયાસર, સુડાવડ સહિતના ગામોમાં વરસાદી પાણી પાણી ફરી વળ્યાં હતા. અમરેલી-સાવરકુંડલા નેશનલ હાઇવે ઉપર ફરી વળતા વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો. ભારે વરસાદના કારણે શેત્રુંજી નદીમાં પણ પાણીની ભરપૂર આવક થઇ છે.રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં ગાજવીજ સાથે પડેલો વરસાદ આફતરૂપ બન્યો અહી કડુકા ગામમાં વીજળી પડવાને કારણે ખેતરમાં કામ કરી રહેલાં પાયલ બેરાણી નામની યુવતીનું મોત થયું છે.

આજે ક્યાં જિલ્લામાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ?

રેડ એલર્ટ
અમરેલી, ભાવનગર, વલસાડ,દમણ અને દાદરાનગર હવેલી

ઓરેન્જ એલર્ટ
ગીર-સોમનાથ, જૂનગાઢ, નવસારી અને દીવ

યલો એલર્ટ
વડોદરા, આણંદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, પોરબંદર, રાજકોટ અને બોટાદ

20-21 જુલાઈએ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી

20 જુલાઈના રોજ વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, કચ્છ, બનાસકાંઠા, પાટણ, મોરબી, જામનગરમાં વરસાદની આગાહી છે. 21 જુલાઈએ પાટણ, મોરબી, જામનગર, કચ્છ, બનાસકાંઠા, સારબકાંઠા,  અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, અમદાવાદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુર, વલસાડ, તાપી, ડાંગ, સુરત, નવસારી, નર્મદા ભારે વરસાદની શક્યતા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.