Abtak Media Google News
  • ઇશરત જહા એન્કાઉન્ટર કેસની તપાસ ટીમના સભ્ય સતિષ વર્મા સામે ચાલી રહેલી ખાતાકીય તપાસમાં કસુરવાન ઠરતા કેન્દ્ર સરકાર દ્વારા બરતરફીનો હુકમ કરાયો’તો
  • દિલ્હી હાઇકોર્ટની વચગાળાની રાહત બાદ સતિષ વર્માએ સુપ્રીમ કોર્ટમાં બરતરફીના હુકમને પડકાર્યો

સિનિયર આઇપીએસ અધિકારી સતિષ વર્માના નિવૃત થવાના આડે માત્ર 30 દિવસ રહ્યા હતા ત્યારે જ ખાતાકીય તપાસમાં કસુરવાર ઠરતા કેન્દ્ર સરકાર દ્વારા સતિષ વર્માને બરતરફ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા ડિસમીસના હુકમને સતિષ વર્માએ દિલ્હી હાઇકોર્ટમાં પડકારવામાં આવતા તેમને તા.19 સપ્ટેમ્બર સુધીની વચગાળાની રાહત મળી છે. તે દરમિયાન તેઓએ આ હુકમને પડકારતી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી દેતા આઇપીએસ અધિકારીના બરતરફીના હુકમ અંગે કાનૂની જંગ શરૂ થયો છે.

બહુચર્ચિત ઈશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસ કરીને  અનેક પોલીસ અધિકારીઓને જેલભેગા કરનાર ગુજરાત કેડરના સીનીયર આઈપીએસ અધિકારી સતીષ વર્માને ે નિવૃતિના એક માસ પુર્વે કેન્દ્ર સરકારે નોકરીમાંથી બરતરફ કર્યા હતા. કેન્દ્રમાં મોદી સરકારના આગમન સાથે જ સતીષ વર્માને ગુજરાત બહાર ફગાવી દેવાયા હતા. છેલ્લે તેઓ કોઈમ્બતુરમાં આઈજીપી તરીકે ફરજ બજાવતા હતા અને તેઓ 30 સપ્ટેમ્બરે નિવૃત થઈ રહ્યા હતા.

સતીષ વર્મા સામે અનેક ખાતાકીય તપાસ પણ ચાલે છે અને તે મુદ્દે દિલ્હી હાઈકોર્ટમાં કેસ પણ ચાલે છે. સરકાર સામે જંગ છેડનારા આ બીજા અધિકારી છે જેમને બરતરફ કરવામાં આવ્યા છે. અગાઉ સંજીવ ભટ્ટ બરતરફ થયા હતાહાલમાં તેઓ જેલમાં છે. જોકે સતિષ વર્માની બરતરફીના આદેશના અમલ ઉપર દિલ્હી હાઈકોર્ટે 19મી સપ્ટેમ્બર સુધી રોક લગાવી છે.વર્ષ 2004માં અમદાવાદના કોતરપુર વોટરવર્ક પાસે ઈશરત સહિત, જાવેદ, જીશાન અને પ્રણેશનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું હતું. જે સમયે પોલીસનો દાવો હતો કે આ આતંકવાદીઓ હતા. આ સમગ્ર મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ઈશરતની માતા સમિમા કૌસરની દાદ હતી કે, તેની દીકરી ઈશરત સહિતના ચારેયનું પોલીસે બનાવટી એન્કાઉન્ટર કર્યું છે.

ગુજરાત હાઈકોર્ટે આ મામલે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમનું ગઠન કરવાનો આદેશ કર્યો હતો. બાદમાં આ તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ અને સીબીઆઈ દ્વારા કરવામાં આવેલી તપાસમાં ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી સતિષ વર્મા સભ્ય હતા. તેમની તપાસની કાર્ય પતિ સામે ભાજપ સરકારને વાંધા હતા. સરકારનો આરોપ હતો કે સતિષ વર્મા કેસના મેરિટ પ્રમાણે તપાસ કરવાને બદલે ગુપ્ત એજન્ડા પ્રમાણે ચોક્કસ લોકોને નિશાન બનાવી રહ્યા છે. 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી સતિષ વર્માને પ્રતિનિયુક્તિ ઉપર ગુજરાતથી ખસેડી શિલોંગ મુકી દેવામાં આવ્યા હતા. ત્યાર પછી ગુજરાત સ2કા2ે તેમની સામે વિવિધ પ્રકારની ખાતાકીય તપાસ શરૂ કરી હતી અને તે સંદર્ભમાં તેમને નોંટિસ પણ આપવામાં આવી હતી. સતિષ વર્માએ પોતાની સામે થઈ રહેલી ખાતાકિય તપાસને દિલ્હી હાઈકોર્ટમાં પડકારી હતી.

દિલ્હી હાઈકોર્ટે નિર્દેશ કર્યો હતો કે, જ્યારે મામલો ન્યાયાધિન છે ત્યારે સતિષ વર્મા સામે સરકાર કોઈ અંતિમ પગલુ ભરે નહીં. સતિષ વર્મા 30 સપ્ટેમ્બર 2022એ નિવૃત્ત થવાના હતા તે પહેલા ભારત સરકારે 30 ઓગસ્ટે તેમની સેવાઓ સમાપ્ત કરવાનો આદેશ કરી દીધો હતો. ભારત સરકારે દિલ્હી હાઈકોર્ટના ધ્યાને મુક્યું હતું કે તેમની સામેની ખાતાકીય તપાસ પુર્ણ થઈ છે. તેમાં તેઓ કસૂરવાર સાબિત થતા તેમને બરતરફ કરવામાં આવ્યા છે. જોકે દિલ્હી હાઈકોર્ટે સતિષ વર્માને વચગાળાની રાહત એવી આપી છે કે, 19 સપ્ટેમ્બર સુધી આ બરતરફીના હુકમનો અમલ કરવો નહીં. આ રાહત મળતા સતિષ વર્માએ પોતાના બરતરફીના હુકમને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

રાજકોટમાં ફરજ બજાવનાર બે ડીસીપી બરતરફ થયા

રાજકોટમાં ડીસીપી તરીકે પસંશનીય ફરજ બજાવી ચુકેલા બે ડીસીપીને બરતરફ કરવામાં આવ્યા છે. જેમાં સંજીવ ભટ્ટ અને સતિષ વર્માને ડિસમીસ કરવામાં આવ્યા છે. સંજીવ ભટ્ટ સામે બનાસકાંઠામાં થયેલા એનડીપીએસના નકલી કેસ અને જામજોધપુર ખાતેના કસ્ટોડીયલ ડેથ કેસના વિવાદના કારણે બરતરફ કરવામાં આવ્યા છે. જ્યારે આંતકીય સંગઠન સાથે સાંઠગાંઠ ધરાવતી હોવાની શંકા સાથે થયેલા ઇશરત જહા એન્કાઉન્ટર અને નકલી એન્કાઉન્ટર અંગેની તપાસ માટે બનાવવામાં આવેલી તપાસ ટીમના સભ્ય સતિષ વર્માને નિવૃતિ પહેલાં જ સેવા મોકુફ કરવામાં આવ્યા છે.

  • રાજયમાં ત્રણ માસ બાદ કોણ ડીજી બનશે?
  • સિનિયર આઇપીએસ સંજય શ્રીવાસ્તવ, અતુલ કરવલ અને વિકાસ સહાય રેસમાં

વિધાન સભાની ચૂંટણી બાદ રાજયના પોલીસ વડા આશિષ ભાટીયાને આપવામાં આવેલા એકટેન્સનનો કાર્યકાળ પુરો થતા રાજયમાં ત્રણ માસ બાદ કોણ પોલીસ વડા બનશે તે અંગેની પોલીસ બેડામાં ચર્ચા ચાલી રહી છે. જેમાં અમદાવાદના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, હૈદરાબાદ ખાતે આઇપીએસની ટ્રેનિંગ સેન્ટરમાં ફરજ બજાવતા ગુજરાત કેડરના આઇપીએસ અતુલ કરવલ અને કરાઇ ખાતે રક્ષા શક્તિ યુનિર્વસિટીમાં ફરજ બજાવતા વિકાસ સહાયના નામ ચર્ચામાં ચાલી રહ્યા છે. પોલીસ વડા આશિષ ભાટીયા તા.31 જુલાઇના રોજ વય મર્યાદાના કારણે નિવૃત થતા હતા તેમને સરકાર દ્વારા છ માસનું એકટેન્સન આપવામાં આવ્યું હતુ. વિધાનસભાની ચૂંટણી બાદ તુરંત જ પુરૂ થતુ હોવાથી ત્રણ માસ બાદ રાજયના પોલીસ વડા ફરી ચર્ચા શરૂ થઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.